Geography

ગંડક

ગંડક : મધ્ય હિમાલયના 7,600 મીટર ઊંચા તિબેટના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી ગંગાની સહાયક નદી. કાલીગંડક સાથે તેની લંબાઈ 675 કિમી. છે પણ કુલ લંબાઈ 765 કિમી. છે. બુરહી-ગંડક નદી તેની સમાંતરે જૂના પટમાં વહીને ગંગાને મળે છે. ગંડક નદીને ત્રિશૂલા નદી મળ્યા પછી તેનો પ્રવાહ ત્રિશૂલીગંગા તરીકે ઓળખાય છે. ગંડકનારાયણી અને…

વધુ વાંચો >

ગંધાર (ગુજરાત)

ગંધાર (ગુજરાત) : મધ્યકાલીન બંદર તથા તેલક્ષેત્રને કારણે જાણીતું બનેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 21° 42’ ઉ. અ. અને 72° 58’ પૂ. રે.. તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ઢાઢર નદી ઉપર ખંભાતના અખાતના કિનારાથી 6 કિમી., ભરૂચથી 54 કિમી. અને વાગરાથી 18 કિમી. દૂર છે. અહીં મહાવીર સ્વામી તથા પાર્શ્વનાથનાં…

વધુ વાંચો >

ગાઝા

ગાઝા : ભૂમધ્ય સમુદ્રના કિનારાથી 5 કિમી., તેલ અવીવથી 64 કિમી. અને જેરૂસલેમની વાયવ્યે 80 કિમી. દૂર આવેલું પેલેસ્ટાઇનનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : 31° 25’ ઉ. અ. અને 34° 20’ પૂ. રે.. પ્રાદેશિક પટ્ટી તરીકે તેનું ક્ષેત્રફળ 378 કિમી. છે. લંબાઈ 42 કિમી. અને પહોળાઈ 6થી 10 કિમી. છે.…

વધુ વાંચો >

ગાઝિયાબાદ

ગાઝિયાબાદ (Ghaziabad) : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 26´થી 28° 55´ ઉ. અ. અને 77° 12´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો 1988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દિલ્હીથી 21 કિમી. દૂર ઈશાન તરફ આવેલું છે. ગંગા-જમનાના દોઆબમાં આવેલા…

વધુ વાંચો >

ગાઝીપુર

ગાઝીપુર : ઉત્તરપ્રદેશના વારાણસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 19’થી 25° 54’ ઉ. અ. અને 83° 04’થી 83° 58’ પૂ. રે. વચ્ચેનો 3,377 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માઉનાથભંજન અને બલિયા, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગામ્બિયા

ગામ્બિયા : ગામ્બિયા નદીના બંને કાંઠે સપાટ સાંકડી પટ્ટીરૂપે આવેલો સૌથી નાનો પશ્ચિમ આફ્રિકી દેશ. ભૌગોલિક સ્થાન : 13° 30´ ઉ. અ. અને 15° 30´ પૂ. રે.. તેની ત્રણ બાજુએ સેનેગલનો પ્રદેશ અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર છે. મહાસાગરથી અંદરના ભાગ સુધી વિસ્તરેલી પટ્ટી 320 કિમી. લાંબી છે. કિનારા નજીક વધુમાં…

વધુ વાંચો >

ગારિયાધાર

ગારિયાધાર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું શહેર. તાલુકાનો વિસ્તાર 284.8 કિમી. છે. તાલુકામાં ગારિયાધાર શહેર અને 51 ગામો આવેલાં છે. ગારિયાધાર શહેરની 2022ની વસ્તીગણતરી પ્રમાણે 40,000 વસ્તી છે. આ શહેર 21o 30’ ઉ. અ. અને 71o 30’ પૂ. રે. ઉપર પાલિતાણાથી પશ્ચિમે 27 કિમી. અને જિલ્લામથક…

વધુ વાંચો >

ગાંધીધામ

ગાંધીધામ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 23° 04’ ઉ. અ. અને 70° 08’ પૂ. રે..  તે ભૂજથી 50 કિમી., આદિપુરથી 8 કિમી. અને કંડલા બંદરેથી 16 કિમી.ને અંતરે આવેલું છે. ભારતના ભાગલાને કારણે પાકિસ્તાનથી ભારતમાં મોટી સંખ્યામાં દાખલ થયેલા વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે આ…

વધુ વાંચો >

ગાંધીનગર (શહેર)

ગાંધીનગર (શહેર) : ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે, 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ, 1960ના…

વધુ વાંચો >

ગિની

ગિની : પ. આફ્રિકામાં ગિનીના અખાતકિનારે આવેલો પ્રજાસત્તાક દેશ. તે આશરે 7° 20´ ઉ.થી 12° 40´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 7° 40´ પ.થી 15° 0´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,45,857 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર સીમાએ ગિની બિસૅઉ, સેનેગલ અને માલી પ્રજાસત્તાક – સેનેગલ, પશ્ચિમની સીમાએ આઇવરી…

વધુ વાંચો >