Geography
ખાડીપ્રદેશ
ખાડીપ્રદેશ (estuary) : ભૂમિ પરથી દરિયા તરફ વહેતું પાણી અને દરિયાનું પાણી જ્યાં મુક્તપણે એકબીજામાં ભળતાં હોય તેવા સમુદ્રકિનારે આવેલા અને અંશત: બંધિયાર એવા પાણીના વિસ્તારો. મોટા ભાગના આ વિસ્તારો નદીના મુખપ્રદેશ રૂપે હોય છે. તે વિસ્તાર નદીનાળ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં વહીને ખંભાતના અખાતમાં અરબી સમુદ્ર સાથે જોડાતા…
વધુ વાંચો >ખાડીસરોવર
ખાડીસરોવર (lagoon) : દરિયાકિનારે તૈયાર થતા કુદરતી સરોવરનો એક પ્રકાર. દરિયાકિનારાથી અંદર તરફ અમુક અંતરે રચાયેલા નિક્ષેપજન્ય અવરોધ વચ્ચે આવેલા સરોવરને ખાડીસરોવર કહેવાય છે. નદીઓ દ્વારા ખેંચાઈ આવતો કાંપ સમુદ્રકિનારે ન ઠલવાતાં કિનારાથી અંદર અમુક અંતરે ઠલવાતો જાય તો કાંપના ભરાવાથી સમુદ્રતળનો કેટલોક ભાગ ઊંચો આવતાં આડ અથવા અવરોધપટ્ટી રચાય…
વધુ વાંચો >ખાનદેશ
ખાનદેશ : ઉત્તર મહારાષ્ટ્રના ધૂળિયા (ધુળે) અને જળગાંવ જિલ્લાનો બનેલો પ્રદેશ. ખાનદેશમાં સમાવિષ્ટ થતા ધૂળે તથા જળગાંવનો વિસ્તાર તેમજ વસ્તી અનુક્રમે 8061 અને 11757 ચોકિમી. તથા 22 લાખ (2011) અને 40 લાખ (2011) જેટલી છે. આ પ્રદેશ 21°-22° ઉ.અ. અને 75°-76° પૂ.રે. વચ્ચે આવેલો છે. ખાનદેશની પૂર્વ દિશાએ પ્રાચીન વિદર્ભ,…
વધુ વાંચો >ખારાઘોડા
ખારાઘોડા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે જાણીતું મથક અને કચ્છના રણના કાંઠે આવેલું શહેર. ‘ખારાઘોડા’ નામનો અર્થ ‘ખારાપાટમાં આવેલાં ઘરોનું ઝૂમખું’ (ખાર=ક્ષાર, ઘોડા=ઘરોનું ઝૂમખું) થાય છે. આ શહેર 23°-11´ ઉ. અ. અને 71°-44´ પૂ. રે. ઉપર અમદાવાદ-વીરમગામ-ખારાઘોડા રેલમાર્ગ ઉપર છે. ઝુંડ-કંડલા બ્રૉડગેજ રેલ માર્ગ થતાં…
વધુ વાંચો >ખારી
ખારી (1) : સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા જિલ્લામાં વહેતી તથા સાબરમતીને મળતી ગુજરાતની એક નદી. તે સિંચાઈની ર્દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તે હિંમતનગરથી 16 કિમી. દૂર કેશવપુરા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 160 કિમી. છે. સમતળ પ્રદેશમાંથી વહેતી નદીના ઉપરના કાંઠે માટીનો બંધ હતો. ખારી નદીમાંથી…
વધુ વાંચો >ખાર્કોવ
ખાર્કોવ : યુક્રેનમાં આવેલું વહીવટી કેન્દ્ર અને મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન 50° 00´ ઉ. અ. અને 36° 15´ પૂ. રે. જિલ્લાનું ક્ષેત્રફળ 31,000 ચોકિમી. છે. તેની ઉત્તરે સુમી અને બેલગોરોડ જિલ્લા, પૂર્વ તરફ લુગાવ્સ્ક જિલ્લો, દક્ષિણે ડોનેટ્સ્ક અને નેપ્રોપેટ્રોવસ્ક અને પશ્ચિમે પોલ્ટાવા જિલ્લો છે. આ પ્રદેશ સપાટ ઘાસના મેદાનની ખંડસ્થ…
વધુ વાંચો >ખાર્ટૂમ
ખાર્ટૂમ : આફ્રિકામાં ઇજિપ્તની દક્ષિણે આવેલા સુદાન રાજ્ય અને પ્રાંતનું પાટનગર. ભૌ. સ્થાન 15° 36´ ઉ. અ. અને 32° 32´ પૂ. રે. ખાર્ટૂમ કૅરોથી દક્ષિણે 1,600 કિમી.ના અંતરે આવેલું છે. નાઈલ નદીના પુલો દ્વારા તે ઉત્તર ખાર્ટૂમ અને ઑમડરમન શહેરો સાથે જોડાયેલું છે. 1821માં ઇજિપ્તના ખેદીવ મહમદઅલીની લશ્કરી છાવણી અહીં…
વધુ વાંચો >ખાસી ટેકરીઓ
ખાસી ટેકરીઓ : પૂર્વ ભારતના મેઘાલય રાજ્યનો મધ્યવર્તી ભાગ. આ ટેકરીઓવાળા વિસ્તારમાં શિલાગનો ઉચ્ચ પ્રદેશ સમાવિષ્ટ છે. ખાસી ટેકરીઓ પૈકી શિલાગ નજીકનો ડુંગર સૌથી ઊંચો છે. શિલાગના ડુંગરની દક્ષિણે ગ્રૅનાઇટ ખડકોનો બનેલો પ્રદેશ છે. મધ્યનો ઉચ્ચ પ્રદેશ ક્રિટેશિયસ કાળના રેતીખડકોનો બનેલો છે. ખાસી ટેકરીઓનો પ્રદેશ ભારે વરસાદનો પ્રદેશ છે અને…
વધુ વાંચો >ખિલનમર્ગ
ખિલનમર્ગ : કાશ્મીર પ્રદેશનું વિખ્યાત પર્યટનસ્થળ. ભૌ. સ્થાન આશરે 39° 03’ ઉ.અ. અને 74° 23’ પૂ.રે. શ્રીનગરથી પશ્ચિમે 52 કિમી. તથા ગુલમર્ગથી 6 કિમી.ના અંતરે રાજ્યના બારામુલા જિલ્લામાં તે આવેલું છે. દરિયાની સપાટીથી 3,200 મીટર ઊંચાઈ પર તે વસેલું છે. ગુલમર્ગની ઊંચાઈ કરતાં આ પર્યટનકેન્દ્રની ઊંચાઈ આશરે 610 મીટર વધુ…
વધુ વાંચો >ખીણ
ખીણ : પર્વતો કે ટેકરીઓની હારમાળાઓના સામસામેના ઢોળાવોની વચ્ચેના ભાગ ઉપર લાંબા ગાળાની સતત ઘસારા અને ધોવાણની ક્રિયાની અસરથી પરિણમતો નીચાણવાળો ભૂમિ-આકાર. ક્યારેક કોઈ એક પર્વત કે ટેકરીના પોતાના ઢોળાવ પર પણ સાંકડા-પહોળા કાપા સ્વરૂપે નાના પાયા પર પ્રાથમિક ખીણ-આકારો તૈયાર થતા હોય છે. નીચાણવાળી તળભૂમિમાં પાણી વહી જવા માટે…
વધુ વાંચો >