Geography

કોટા

કોટા : રાજસ્થાનના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25o 00′ ઉ.અ. અને 76o 30′ પૂ.રે.ની આજુબાજુનો 5481 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સવાઈ માધોપુર, ટૉન્ક અને બુંદી જિલ્લા; પૂર્વ તરફ મધ્યપ્રદેશની સીમા અને બરન જિલ્લો; અગ્નિ તરફ ઝાલાવાડ; દક્ષિણ તરફ ઝાલાવાડ જિલ્લો…

વધુ વાંચો >

કોટેશ્વર (બનાસકાંઠા)

કોટેશ્વર (બનાસકાંઠા) : દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું તીર્થસ્થાન. અંબાજીથી 6 કિમી. દૂર કોટેશ્વર 24o 21′ ઉ. અ. અને 72o 54′ પૂ. રે. ઉપર આવ્યું છે. પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે.…

વધુ વાંચો >

કોટ્ટાયમ

કોટ્ટાયમ : કેરળ રાજ્યનો એક જિલ્લો, તે જ નામનું જિલ્લામથક અને નાનું બંદર. આ જિલ્લો 9o 15’થી 10o 21′ ઉ.અ. અને 76o 22’થી 77o 25′ પૂ.રે. વચ્ચે આવેલો છે. પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 112 કિમી. અને ઉત્તર-દક્ષિણ લંબાઈ 116.80 કિમી. છે. તેનું ક્ષેત્રફળ 2204 ચોકિમી. છે. વસ્તી : 19,79,384 (2011). કુલ વસ્તી…

વધુ વાંચો >

કોડર્મા

કોડર્મા (Kodarma) : ઝારખંડ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 28′ ઉ.અ. અને 85o 36′ પૂ.રે.ની આજુબાજુનો 1311.62 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. છોટાનાગપુરના પ્રદેશમાં આવેલા આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યની સીમા, પૂર્વ તરફ ગિરિદિહ, તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ હઝારીબાગ જિલ્લા…

વધુ વાંચો >

કોડાઈકેનાલ

કોડાઈકેનાલ : દક્ષિણ ભારતનું સુવિખ્યાત ગિરિમથક તથા પર્યટનસ્થળ. ભૌગોલિક સ્થાન : 10o 14′ ઉ.અ. અને 77o 29′ પૂ.રે.. તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં મદુરાઈથી 40 કિમી. અંતરે પાલની પર્વતમાળામાં સમુદ્રસપાટીથી 2,135 મીટર ઊંચાઈ પર તે આવેલું છે. કોડાઈકેનાલ રોડ રેલવે સ્ટેશનથી આ ગિરિમથક સુધી પહોંચવાનો 80 કિમી. જેટલો ડુંગરાળ મોટરવાહન માર્ગ…

વધુ વાંચો >

કોડાગુ

કોડાગુ (Kodagu) : કર્ણાટક રાજ્યનો સૌથી નાનો જિલ્લો. તે રાજ્યની નૈર્ઋત્ય સીમા પર આવેલો છે અને 11o 56’થી 12o 52′ ઉ.અ. તેમજ 75o 22’થી 76o 12′ પૂ.રે. વચ્ચેનો 4,102 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન જિલ્લો, પૂર્વ તરફ મૈસૂર જિલ્લો, દક્ષિણ તરફ કેરળ રાજ્યનો કન્નુર જિલ્લો તથા…

વધુ વાંચો >

કોડીનાર

કોડીનાર : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં આવેલો તે જ નામ ધરાવતો તાલુકો અને તાલુકામથક. તાલુકાની વસ્તી : 2,28,809 (2024) જેટલી છે. જ્યારે મ્યુનિસિપાલિટીની વસ્તી 56 હજાર (2024) જેટલી છે. કોડીનાર તાલુકાનું ક્ષેત્રફળ 324.3 કિમી. છે. બાબરિયાવાડથી માંગરોળ સુધીના ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાતા લીલાછમ પ્રદેશમાં આ તાલુકો આવેલો છે. સમુદ્રકિનારો નજીક હોઈ…

વધુ વાંચો >

કોતર મહાકોતર

કોતર, મહાકોતર  (gorge, canyon) કોતર : ઊંડી અને સાંકડી, ઉપરથી નીચે સુધી સીધી બાજુઓવાળી ઊભી ખીણ. અંગ્રેજી શબ્દ ‘gorge’ જે અર્થમાં ઉપયોગમાં લેવાય છે તે મુજબ, બે પહાડી પ્રદેશો વચ્ચેનો, ખડકાળ બાજુવાળો સીધી ઊંડી કરાડ હોય એવો ઊભો સાંકડો માર્ગ. મહાકોતર : કોતર કરતાં વધુ ઊંડાઈ અને લંબાઈ ધરાવતી સીધી…

વધુ વાંચો >

કોત્તાગુડમ

કોત્તાગુડમ : આંધ્રપ્રદેશના ખમ્મામ જિલ્લામાં ગોદાવરી નદીના જમણા કાંઠે આવેલું નગર. તે હૈદરાબાદથી 187 કિમી., વારંગલથી અગ્નિખૂણે 120 કિમી. દોણકિલ સ્ટેશનથી 55 કિમી. દૂર ભદ્રાચલ રોડ નજીકનું સ્ટેશન છે. વિજયવાડા તથા અન્ય શહેરો સાથે તે ધોરી માર્ગો દ્વારા જોડાયેલું છે. અહીં વીજળી ઉત્પન્ન કરતું વિદ્યુતમથક છે. ગોદાવરીની ખીણમાં આવેલ સિંગરેણીની…

વધુ વાંચો >

કોન શીટ

કોન શીટ : શંકુ આકારમાં ગોઠવાયેલાં ડાઇક પ્રકારનાં વિસંવાદી અંતર્ભેદકો. તે બહુધા સમાંતર જૂથમાં જોવા મળે છે. વિવૃતિઓ ગોળાકાર કે કમાનાકાર હોય છે; કેન્દ્ર તરફ જતાં અંદરની બાજુએ ઢળતી હોવા છતાં કોઈ પણ ડાઇક છેક કેન્દ્ર સુધી પહોંચતી હોતી નથી. સપાટી પરની વિવૃતિઓ અંદર તરફ 30oથી 40oને ખૂણે નમેલી રહીને…

વધુ વાંચો >