Geography
કૅનબેરા
કૅનબેરા : ઑસ્ટ્રેલિયાના ઈશાન વિભાગમાં આવેલી ઑસ્ટ્રેલિયાની રાજધાની. તે 35° 17′ દ. અ. અને 140° 08′ પૂ. રે. ઉપર મોલાગ્લો નદીને કિનારે આવેલું છે. તે કૅનબરી અથવા કૅનબ્યુરી તરીકે ઓળખાય છે. તેનો અર્થ સભા માટેની જગ્યા થાય છે. કૅનબેરા સમુદ્રની સપાટીથી 580 મી.ની ઊંચાઈએ ઑસ્ટ્રેલિયન આલ્પ્સ વિસ્તારમાં આવેલું છે. તે…
વધુ વાંચો >કૅનેડા
કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…
વધુ વાંચો >કેનેરી દ્વીપસમૂહ
કેનેરી દ્વીપસમૂહ : આફ્રિકા ખંડની વાયવ્યે 100 કિમી અંતરે આટલાન્ટિક મહાસાગરમાં આવેલા જ્વાળામુખીજન્ય કેનેરી ટાપુઓ તે 28° 00′ ઉ. અ. અને 15° 30′ પ.રે. પર આવેલા છે. કુલ વિસ્તાર 7,300 ચો. કિમી. વસ્તી 22.1 લાખ (2019). આ ટાપુઓમાં ગ્રાન કાનારિયા, ટેનેરિફ, ગોમેરા, યેરો (ફેરો), લા પાલ્મા, તેમજ ફુઅરટીવેન્ટુરા અને લૅન્ઝરોટીનો…
વધુ વાંચો >કૅન્ટરબરી મેદાન
કૅન્ટરબરી મેદાન : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના જળવિસ્તારમાં ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડની મધ્યપૂર્વમાંની નીચાણવાળી ભૂમિમાં આવેલું 17,280 ચોકિમી. વિસ્તાર ધરાવતું મેદાન. તે 44° 00′ દ. અ. અને 171° 45′ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલું છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ત્રણ નદીઓ આવેલી છે. રાન્ગીટાશ, રકાઇયા તથા વાઇમાકરિરી. આ નદીઓનો વહનમાર્ગ પૂર્વથી દક્ષિણ તરફનો…
વધુ વાંચો >કેન્ટુકી
કેન્ટુકી : પૂર્વ યુ.એસ.ના મધ્ય ભાગમાં 37° 30′ ઉ. અ. અને 85° 15′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. તે રેડ ઇન્ડિયનોની શિકારભૂમિ તરીકે ઓળખાતું, પ્રેરીનું ટૂંકા ઘાસનું મેદાન ધરાવે છે. વ્યુત્પત્તિની ર્દષ્ટિએ કેન્ટુકીનો અર્થ છે ‘આવતીકાલની ભૂમિ’. આ રાજ્યનું પર્યાયીનામ (nick name) ‘બ્લૂગ્રાસ સ્ટેટ’ (Bluegrass state) છે. તેની ઉત્તરે ઇલિનૉય…
વધુ વાંચો >કૅન્ટેબ્રિયન પર્વતો
કૅન્ટેબ્રિયન પર્વતો : સ્પેનના ઉત્તર કિનારે કૉર્ડિલેરા કૅન્ટાબ્રિકાના નામે ઓળખાતી આશરે 300 કિમી. લાંબી પર્વતમાળા. આ હારમાળા 43° 00′ ઉ. અ. અને 5° 00′ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલી છે. અહીંનાં ગીચ જંગલોમાં બીચ અને સમુદ્રકિનારે થતાં પાઇન વૃક્ષોનું પ્રમાણ વધુ છે. પૂર્વના વિસ્તારમાં પાસે ચૂનાખડકો આવેલા છે. આ પર્વતોમાં પેકોસ-દ-યુરોપા…
વધુ વાંચો >કૅન્ટૉન (ગુઆંગઝોઉ)
કૅન્ટૉન (ગુઆંગઝોઉ) : દક્ષિણ ચીનનું સૌથી મોટું શહેર. તે ચુ-ચિયાંગ નદીના મુખત્રિકોણ પ્રદેશ ઉપર સમુદ્રથી લગભગ 144 કિમી. અંદર નદીનાળ પર આવેલું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન : 23° 06′ ઉ. અ. અને 113° 16′ પૂ. રે. કૅન્ટૉનની આબોહવા ઉનાળામાં ગરમ અને ભેજવાળી હોય છે. તેનું તાપમાન 38° સે. અને…
વધુ વાંચો >કૅન્ડી
કૅન્ડી : શ્રીલંકાના મધ્યભાગમાં આવેલું પ્રાંતનું મથક અને સૌંદર્યધામ. કોલંબોની ઈશાને 130 કિમી. દૂર, 520 મી.ની ઊંચાઈએ કૃત્રિમ સરોવરને કાંઠે તે વસેલું છે. ચારે બાજુ ઉષ્ણકટિબંધનાં જંગલો આવેલાં છે. તેનું જાન્યુઆરી અને મેનું સરાસરી તાપમાન અનુક્રમે 23° સે. અને 26° સે. છે. વિષુવવૃત્ત નજીક હોઈ ઉનાળા અને શિયાળા તથા રાત્રિ…
વધુ વાંચો >કેન્દ્રગામી જળપરિવાહ
કેન્દ્રગામી જળપરિવાહ : પાણીનો પ્રવાહ કેન્દ્ર તરફ વહે તેવા જળપરિવાહ(drainage)નો પ્રકાર. સામાન્ય રીતે સૂકા અથવા અર્ધ કે અંશત: સૂકા પ્રદેશો કે જ્યાં આવાં મધ્યવર્તી બિંદુ કોઈ જળાશય, સરોવર કે અંત:સ્થલીય (inland) સમુદ્ર દ્વારા પૂરાં પાડવામાં આવે છે ત્યાં આ પ્રકારના જળપરિવાહ જોવા મળે છે. આવા પ્રદેશોને આંતરિક જળપરિવાહના વિસ્તારો તરીકે…
વધુ વાંચો >કેન્દ્રાપસારી જળપરિવાહ
કેન્દ્રાપસારી જળપરિવાહ : જળપરિવાહનો એક પ્રકાર. ઘુમ્મટ આકારના ઉચ્ચપ્રદેશોમાંથી આ પ્રકારના જળપરિવાહ વિકાસ પામે છે. કોઈ પણ વિસ્તારમાં જ્યારે કેન્દ્રીય ભાગમાંથી ઝરણાં જુદી જુદી દિશામાં વહન કરે ત્યારે આ પ્રકારની જળપરિવાહ-રચના તૈયાર થાય છે. શંકુ આકારના જ્વાળામુખી પર્વતોના વિસ્તારમાં પણ આ પ્રકારની જળપરિવાહ-રચના વિકસેલી જોવા મળે છે. સૌરાષ્ટ્ર, શ્રીલંકા તથા…
વધુ વાંચો >