કેન્દ્રગામી જળપરિવાહ

January, 2008

કેન્દ્રગામી જળપરિવાહ : પાણીનો પ્રવાહ કેન્દ્ર તરફ વહે તેવા જળપરિવાહ(drainage)નો પ્રકાર. સામાન્ય રીતે સૂકા અથવા અર્ધ કે અંશત: સૂકા પ્રદેશો કે જ્યાં આવાં મધ્યવર્તી બિંદુ કોઈ જળાશય, સરોવર કે અંત:સ્થલીય (inland) સમુદ્ર દ્વારા પૂરાં પાડવામાં આવે છે ત્યાં આ પ્રકારના જળપરિવાહ જોવા મળે છે. આવા પ્રદેશોને આંતરિક જળપરિવાહના વિસ્તારો તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તે વિસ્તારનો મુખ્ય જળપ્રવાહ કેન્દ્રગામી હોઈ શકે છે. દા.ત., નેપાળની બાગમતી નદી.

કૃષ્ણમૂર્તિ  કુલકર્ણી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે