Geography

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન…

વધુ વાંચો >

અરૂપ્પુ કોટ્ટૈ

અરૂપ્પુ કોટ્ટૈ : તામિલનાડુ રાજ્યમાં આવેલા રામનાથપુરમ્ જિલ્લાનો તાલુકો. અરૂપ્પુ કોટ્ટૈનો તાલુકામથક તરીકે વિકાસ થયેલો છે. રામનાથપુરમ્ જિલ્લાનું આ શહેર વેપારી મથક પણ છે. આ શહેરમાં વસતા શાનક અને સાદિક જાતિના લોકો સૂતર રંગવામાં અને વણવામાં અતિકુશળ હોઈ અહીં કાપડનું સારું ઉત્પાદન થાય છે. તે ઉત્તમ કોટિનું હોવાથી તેની શ્રીલંકા…

વધુ વાંચો >

અલકનંદા (નદી)

અલકનંદા (નદી) : ભારતની પવિત્ર નદીઓમાંની એક નદી. તે ઉત્તરપ્રદેશના ગઢવાલ-હિમાલય પ્રદેશમાંની ગંગા નદીની ઉપનદી છે. કામેટ શિખર પરથી વહેતી વિષ્ણુગંગા (જે ધૌલી નામથી પણ એ વિસ્તારમાં ઓળખાય છે.) અને સરસ્વતી – આ બે નદીઓનો સંગમ જોશીમઠ પાસે થાય છે અને ત્યારબાદ તે અલકનંદા નામથી ઓળખાય છે. અલકનંદા જ્યારે કર્ણપ્રયાગ…

વધુ વાંચો >

અલવર

અલવર : રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર 8,383 ચોકિમી. વસ્તી : શહેર 3,41,422; જિલ્લો 36,74,179 (2011). રાજપૂતો દ્વારા 1771માં અલવરમાં દેશી રજવાડું સ્થાપવામાં આવ્યું હતું. 1803ની સંધિ દ્વારા તે બ્રિટિશ સાર્વભૌમત્વ હેઠળ આવ્યું. 1949માં તે રાજસ્થાનમાં જોડાયું. જિલ્લાનો પૂર્વ વિસ્તાર સપાટ છે જ્યારે પશ્ચિમ વિસ્તાર અરવલ્લી પર્વતમાળાની…

વધુ વાંચો >

અલાન્દ ટાપુઓ

અલાન્દ ટાપુઓ : અલાન્દ સમુદ્રમાં બોથ્નિયાના અખાતના પ્રવેશદ્વારે ફિનલૅન્ડની નૈર્ઋત્યે આવેલ ટાપુઓનો સમૂહ. તે સ્વિડનના દરિયાકિનારેથી 40 કિમી. દૂર આવેલા ફિનલૅન્ડનો ભાગ ગણાતા આશરે 6,100 ટાપુઓથી બનેલો. વિસ્તાર : 1527 ચોકિમી. વસ્તી : 29,789 (2019). પાટનગર : મેરીહાન. કાંસ્યયુગ અને લોહયુગમાં આ ટાપુઓ પર માનવ-વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. અલાન્દ…

વધુ વાંચો >

અલાસ્કા

અલાસ્કા : અમેરિકાના સંયુક્ત રાજ્યો(U.S.A.)માંનું ઉત્તરમાં વાયવ્યે આવેલું રાજ્ય. વિસ્તાર(15,30,700 ચોકિમી.)ની દૃષ્ટિએ તે અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે; જોકે વસ્તી 7,40,339 (2023) અત્યંત છૂટીછવાયી છે. તેની પશ્ચિમે બેરિંગ સમુદ્ર અને સામુદ્રધુની, ઉત્તર અને વાયવ્યે આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે પ્રશાંત મહાસાગર અને અલાસ્કાનો અખાત અને પૂર્વે કૅનેડાનો યુકોન પ્રદેશ તથા બ્રિટિશ કોલંબિયા…

વધુ વાંચો >

અલાસ્કાનો અખાત

અલાસ્કાનો અખાત : યુનાઇટેડ સ્ટેટ્સના અલાસ્કા રાજ્યની દક્ષિણે આવેલો અખાત. એલ્યુશિયન ટાપુઓની કમાન આ અખાતનું અગત્યનું ભૂમિલક્ષણ છે. અલાસ્કાનાં અગત્યનાં બંદરોમાં એન્કોરેજ મુખ્ય છે. અલાસ્કાની રાજધાની જૂનો કૅનેડાની સરહદ ઉપર અલાસ્કાના અખાતના કિનારે આવેલી છે. ઉત્તર પ્રશાંત મહાસાગરના એક ભાગ રૂપે આવેલા આ અલાસ્કાના અખાતની પશ્ચિમ બાજુથી વિખ્યાત આંતરરાષ્ટ્રીય તિથિરેખા…

વધુ વાંચો >

અલાસ્કા પર્વતમાળા

અલાસ્કા પર્વતમાળા : યુનાઇટેડ સ્ટે્ટસના રાજ્ય અલાસ્કામાં દક્ષિણે વિસ્તરેલી પર્વતમાળા. તે સમુદ્રકિનારાને લગભગ સમાંતર પથરાયેલી છે. ઉત્તરે મેકકિન્લી પર્વતમાળા સાથે ને દક્ષિણે રોકીઝ પર્વતમાળા સાથે તે જોડાયેલી છે. નૈર્ઋત્ય તરફ સમુદ્રમાં એલ્યુશિયન પર્વતમાળા તરીકે તે વિસ્તરેલી છે, જેનાં ઊંચાં શિખરો ટાપુ સ્વરૂપે જોવા મળે છે. આ પર્વતમાળાની ઉત્તરે યુકોન અને…

વધુ વાંચો >

અલિયા બેટ

અલિયા બેટ : નર્મદા નદીના મુખ પાસેના અનેક બેટોમાંનો એક. અલિયા બેટ, વાકિસ બેટ અને ધંતૂરિયા બેટ તેમાં મુખ્ય છે. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા આ બેટ નર્મદા ઉપરાંત ભૂખી નદીના કાંપ, કાદવ, માટી, રેતી જેવા નિક્ષેપિત પદાર્થોમાંથી બનેલા છે. અલિયા બેટને કારણે નદીનો પટ બે વિભાગમાં વહેંચાઈ જાય છે.…

વધુ વાંચો >

અલીગઢ

અલીગઢ : સ્થાન, સીમા, વિસ્તાર : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. આ જિલ્લો 27.88° ઉ.અ. અને 88° – 08 મિનિટ પૂર્વ રેખાંશની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 3,650 ચોકિમી. છે. આ જિલ્લાની ઉત્તરે ગૌતમ બુદ્ધ નગર જિલ્લો, બુલંદશહેર જિલ્લો, ઈશાને બદાયું જિલ્લો, પૂર્વે કાસગંજ જિલ્લો, દક્ષિણે અને અગ્નિએ હાથરસ,…

વધુ વાંચો >