Geography
કડી
કડી : મહેસાણા જિલ્લાનો તાલુકો. તે મહેસાણાથી દક્ષિણે આવેલો છે. તાલુકાનો ઉત્તર ભાગ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ 829.6 ચોકિમી. ને વસ્તી 3,41,407 (2011) છે. તાલુકામાં 118 ગામો આવેલાં છે. 23o-18′ ઉ. અ. અને 72o-20′ પૂ. રે. ઉપર આવેલા તાલુકામથક કડીનું ક્ષેત્રફળ 2.9 ચોકિમી. અને વસ્તી 66,242 છે…
વધુ વાંચો >કડુના
કડુના : નાઇજિરિયાનું ઘટક રાજ્ય અને કડુના નદી ઉપર આવેલું મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 11o 00′ ઉ. અ. અને 7o 45′ પૂ. રે.. નાઇજિરિયાની રાજધાની લાગોસથી ઈશાને 630 કિમી. દૂર છે. વિસ્તાર : 46,053 ચોકિમી., વસ્તી : 61,13,503(2011). 1900માં નાઇજિરિયાના ગવર્નર લૉર્ડ લુગાર્ડે તેની સ્થાપના કર્યા બાદ તે 1913…
વધુ વાંચો >કણવિભંજનક્રિયા
કણવિભંજનક્રિયા : ખડકોના અપક્ષયની પ્રક્રિયા. ખડકોની સપાટીના ધોવાણ પૂર્વે વિયોજન તથા વિઘટનની પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. આ બંને પ્રક્રિયાઓ સમન્વિત (integrated) સ્વરૂપની હોય છે. વિયોજન એ ખડકોના નૈસર્ગિક વિભંજનની પ્રક્રિયા છે જ્યારે વિઘટન તેનાં ખનિજોના રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે તથા તે…
વધુ વાંચો >કતાર
કતાર (Qatar) : એશિયા ખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 25o 00′ ઉ. અ. અને 51o 10′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 11,586 ચોકિમી. અને સમુદ્રકિનારો 563 કિમી. છે. તે અરબ દ્વીપકલ્પને પૂર્વ છેડે તેમજ ઈરાની અખાતના મુખભાગ પર આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે ઈરાની અખાત,…
વધુ વાંચો >કતારગામ
કતારગામ : ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 21o 10′ ઉ. અ. અને 72o પૂ. રે. ઉપર સુરતથી 3.2 કિમી.ના અંતરે આવેલું ગામ. અગાઉ અહીં મોટું વન હતું તે કારણે તેનું કાંતારગ્રામ નામ પડ્યું હતું. તે તાપીને કાંઠે છે અને તેના ભાઠાની જમીન ફળદ્રૂપ છે; તેથી શાકભાજીનું વાવેતર વિશેષ છે. કતારગામની…
વધુ વાંચો >કથુઆ
કથુઆ (Kathua) : કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર પ્રદેશના અગ્નિ ભાગમાં આવેલો જિલ્લો, તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32o 17’થી 32o 55′ ઉ. અ. અને 75o 17’થી 75o 55′ પૂ. રે. વચ્ચેનો 2,440 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે ડોડા જિલ્લો, ઉધમપુર જિલ્લાના રામનગર અને ભદ્રેશ્વર તાલુકા,…
વધુ વાંચો >કનિષ્કપુર
કનિષ્કપુર : કુશાન સમ્રાટ કનિષ્ક પહેલાએ બંધાવેલું નગર. તે શ્રીનગરની દક્ષિણે સોળ કિલોમિટરના અંતરે આવેલું કનિખપુર અથવા કામપુર હોવાનું જણાય છે. બૌદ્ધ સંઘની ચોથી સંગીતિ (પરિષદ) કનિષ્કે અહીં યોજી હતી, જેના અધ્યક્ષપદે પ્રખર વિદ્વાન વસુમિત્ર હતા અને ઉપાધ્યક્ષપદે પ્રસિદ્ધ કવિ અશ્વઘોષ હતા. આ સંગીતિમાં 500 પંડિતોએ ભાગ લીધો હતો અને…
વધુ વાંચો >કનોજ
કનોજ : ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાનું પ્રાચીન શહેર અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગંગાની ડાબી બાજુએ, ગ્રાંડ ટ્રન્ક માર્ગથી ત્રણ કિમી. અને કાનપુરથી 81 કિમી. દૂર 28o-1´ ઉ. અ. અને 77o-56´ પૂ. રે. ઉપર આવેલું છે. કુશસ્થળ, ગાધિપુર, કુશિક, કુસુમપુર જેવાં તેનાં બીજાં નામો છે. રામાયણની આખ્યાયિકા પ્રમાણે કુશે કનોજની સ્થાપના કરી હતી.…
વધુ વાંચો >કન્નુર
કન્નુર (Kannur) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેનું જૂનું નામ કાનાનોર (cannanore) હતું. ભૌગોલિક સ્થાન : તે 11o 40’થી 12o 48′ ઉ. અ. અને 74o 52’થી 75o 56′ પૂ. રે. વચ્ચેનો 2,966 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યની…
વધુ વાંચો >કન્યાકુમારી
કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે…
વધુ વાંચો >