Geography

સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk)

સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk) : રશિયાઈ વિસ્તારના યુરલ પર્વતોમાં આવેલું યંત્રો બનાવતું ઉત્પાદનકેન્દ્ર અને વેપારી મથક. ભૌગોલિક સ્થાન : 56° 51´ ઉ. અ. અને 60° 36´ પૂ. રે.. તે મૉસ્કોથી ઈશાનમાં આશરે 1,930 કિમી.ને અંતરે યુરલ પર્વતોના પૂર્વ ઢોળાવ પર આવેલું છે. આ શહેર યુરલ વિસ્તારનું મોટામાં મોટું શહેર છે. અહીં યાંત્રિક…

વધુ વાંચો >

હજીરા

હજીરા : સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખંભાતના અખાતને કાંઠે આવેલું ગામ અને બંદર. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે.. તે તાપી નદીના જમણા કાંઠે આવેલા મુખત્રિકોણપ્રદેશની પંકભૂમિ નજીક વસેલું છે. નદીના ડાબા કાંઠા પર પ્રવાસન-મથક તરીકે જાણીતું ડુમસ આવેલું છે. હજીરાની પૂર્વમાં આશરે 30…

વધુ વાંચો >

હઝારીબાગ

હઝારીબાગ : ઝારખંડ રાજ્યમાં ઉત્તર છોટાનાગપુર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 59´ ઉ. અ. અને 85° 21´ પૂ. રે.ની આજુબાજુનો 5,965 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કોડર્મા, પૂર્વમાં ગિરિદિહ અને બોકારો, દક્ષિણમાં રાંચી તથા પશ્ચિમમાં ચત્રા જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્ય–પશ્ચિમ ભાગમાં આવેલા જિલ્લામથક…

વધુ વાંચો >

હડસન (Hudson)

હડસન (Hudson) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યના પૂર્વ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 44´ ઉ. અ. અને 74° 02´ પ. રે.. હડસન નદીના પૂર્વ કાંઠે આવેલું આ શહેર આલ્બેની શહેરથી દક્ષિણે 45 કિમી.ને અંતરે વસેલું છે. આ સ્થળે ડચ પ્રજાએ 1662માં સર્વપ્રથમ વસાહત સ્થાપી હતી. સુગંધીદાર ઘાસના ક્ષેત્રની શોધ…

વધુ વાંચો >

હડસન નદી

હડસન નદી : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલી નદી તથા મહત્વનો વેપારી જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 42° ઉ. અ. અને 74° પ. રે.. તે ઍડિરૉનડૅક પર્વતના 1,317 મીટર ઊંચાઈએ આવેલા ટિયર-ઑવ્-ધ-ક્લાઉડ્ઝ નામના સરોવરમાંથી નીકળે છે, ત્યાંથી તે દક્ષિણ તરફ વહે છે અને ન્યૂયૉર્ક શહેર નજીક આટલાંટિક મહાસાગરમાં ઠલવાય છે. તેની લંબાઈ…

વધુ વાંચો >

હડસનની સામુદ્રધુની

હડસનની સામુદ્રધુની : આટલાંટિક મહાસાગરમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 62° 30´ ઉ. અ. અને 72° 00´ પ. રે.. આ સામુદ્રધુની બેફિન ટાપુસમૂહ અને ઉત્તર ક્વિબૅક(કૅનેડા)ની મધ્યમાં આવેલી છે. તે હડસનના અખાતને લાબ્રાડોર સમુદ્ર સાથે સાંકળે છે. તેની લંબાઈ 800 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 64–240 કિમી. જેટલી છે. તેની સૌથી…

વધુ વાંચો >

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત)

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત) : કૅનેડાના ઈશાન ભાગમાં આવેલો વિશાળ સમુદ્રફાંટો. ભૌગોલિક સ્થાન : તે 60° ઉ. અ. અને 86° પ. રે.ની આજુબાજુનો આશરે 8,19,730 (આજુબાજુના અન્ય ફાંટાઓ સહિત 12,33,000) ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉપસાગર તેના દક્ષિણ ફાંટા જેમ્સના અખાત સહિત ઉત્તર–દક્ષિણ 1,690 કિમી. લાંબો અને પૂર્વ–પશ્ચિમ…

વધુ વાંચો >

હમીરપુર (હિમાચલ પ્રદેશ)

હમીરપુર (હિમાચલ પ્રદેશ) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31° 41´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 1,118 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિયાસ નદીથી અલગ પડતો કાંગરા જિલ્લો, પૂર્વમાં સરખાદથી અલગ પડતો મંડી જિલ્લો, દક્ષિણે બિલાસપુર જિલ્લો તથા પશ્ચિમે ઊના જિલ્લો…

વધુ વાંચો >

હમ્બર (નદી)

હમ્બર (નદી) : ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં હમ્બરસાઇડ પરગણામાં થઈને પૂર્વ તરફ વહેતી, ઉત્તર સમુદ્રને મળતી નદી. ભૌગોલિક સ્થાન : 53° 32´ ઉ. અ. અને 0° 08´ પૂ. રે.. તેની લંબાઈ આશરે 64 કિમી. જેટલી તથા પહોળાઈ સ્થાનભેદે 1.5 કિમી.થી 11 કિમી. જેટલી છે. ઔસ અને ટ્રેન્ટ તેની સહાયક નદીઓ છે.…

વધુ વાંચો >

હમ્બોલ્ટ ઍલેક્ઝાન્ડર ફૉન

હમ્બોલ્ટ ઍલેક્ઝાન્ડર, ફૉન (Humboldt Alexander, Von) (જ. 1769; અ. 1859) : મહાન જર્મન ભૂગોળવેત્તા. 18 વર્ષની વયે ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી, જીવવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્રમાં રસ લેતા થયા. 1790માં જ્યૉર્જ ફૉર્સ્ટર સાથે પશ્ચિમ યુરોપ, નેધરલૅન્ડ, બેલ્જિયમ, યુ.કે. અને ઉત્તર ફ્રાન્સનો પ્રવાસ ખેડેલો. 1799માં દક્ષિણ અમેરિકાના દેશોના પ્રવાસ દરમિયાન ભૂસ્તરશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને…

વધુ વાંચો >