Geography
સ્કૉશિયા સમુદ્ર (scotia sea)
સ્કૉશિયા સમુદ્ર (scotia sea) : દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના જળવિસ્તાર સાથે સંકળાયેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 56° દ. અ. અને 40° પ. રે.ની આજુબાજુનો આશરે 9 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના તળ પર લાવાનાં પ્રસ્ફુટનોથી તૈયાર થતી જતી મધ્ય મહાસાગરીય ડુંગરધારના દક્ષિણ છેડારૂપ હારમાળા આ…
વધુ વાંચો >સ્ટટગાર્ટ (Stuttgart)
સ્ટટગાર્ટ (Stuttgart) : જર્મનીમાં આવેલા બાદેન-વૂર્ટેમ્બર્ગ રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 41´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે.. તે નીકર નદીને કાંઠે આવેલું છે. અગાઉ તે વૂર્ટેમ્બર્ગ સામ્રાજ્યનું તેમજ ડ્યૂકની જાગીરનું પાટનગર રહેલું. આજે તે જર્મનીનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. કૅસલ ચૉક, સ્ટટગાર્ટ સ્ટટગાર્ટમાં આવેલી…
વધુ વાંચો >સ્ટુઅર્ટ જ્હૉન મૅકડોઅલ
સ્ટુઅર્ટ, જ્હૉન મૅકડોઅલ (જ. 1815; અ. 1866) : સ્કૉટલૅન્ડવાસી. ખૂબ જ હિંમતબાજ અને સહિષ્ણુ અભિયાનકાર. તેમણે 1862માં ઑસ્ટ્રેલિયા ખંડનું દક્ષિણથી ઉત્તર તરફનું અભિયાન કરેલું. આ અગાઉ 1858માં દક્ષિણ ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગને પણ તેઓ ખૂંદી વળેલા. આ અભિયાનને પરિણામે 1863માં દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યે નૉર્ધર્ન ટેરિટરીનો કબજો મેળવેલો. તે પછીથી જે માર્ગે…
વધુ વાંચો >સ્ટુઅર્ટ ટાપુ
સ્ટુઅર્ટ ટાપુ (Stewart Island) : ન્યૂઝીલૅન્ડના મુખ્ય ત્રણ ટાપુઓ પૈકીનો દક્ષિણે આવેલો ટાપુ. ન્યૂઝીલૅન્ડના બીજા ક્રમના દક્ષિણ ટાપુ અને સ્ટુઅર્ટ ટાપુ વચ્ચે 24 કિમી. પહોળી ફોવિયક્સની સામુદ્રધુની આવેલી છે. ભૌગોલિક સ્થાન : 47° દ. અ. અને 168° પૂ. રે.. વિસ્તાર : 1,746 ચોકિમી.. તેની ઉત્તરે ફોવિયક્સની સામુદ્રધુની અને પૂર્વ, દક્ષિણ…
વધુ વાંચો >સ્ટેટન આઇલૅન્ડ
સ્ટેટન આઇલૅન્ડ : ન્યૂયૉર્ક શહેરના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 35´ ઉ. અ. અને 74° 09´ પ. રે.. તે ન્યૂયૉર્ક ઉપસાગરમાં મૅનહટ્ટન ટાપુથી નૈર્ઋત્યમાં 8 કિમી.ને અંતરે ટાપુ રૂપે આવેલો છે. તે ન્યૂયૉર્ક શહેરનો ઝડપથી વિકસતો જતો વિસ્તાર ગણાય છે. આ ટાપુ મૅનહટ્ટન સાથે ફેરીસેવાથી સંકળાયેલો…
વધુ વાંચો >સ્ટેન-ગન
સ્ટેન-ગન : મધ્યમ કદનાં શસ્ત્રોમાં ગણાતી સ્વયંચલિત બંદૂક. તે સ્ટેન મશીન ગન (LMG) અથવા સ્ટેન મશીન કાર્બાઇન (SMC) નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 30 ઇંચની અથવા 76.2 સેન્ટિમીટર જેટલી હોય છે. આ બંદૂકની નળી (બૅરલ) 7.5 ઇંચની લંબાઈ ધરાવે છે. તેના મૅગઝીનમાં 32 જેટલી ગોળીઓ (rounds) એકસાથે…
વધુ વાંચો >સ્ટેનલી (Stanley)
સ્ટેનલી (Stanley) : (1) પર્વત : પૂર્વ આફ્રિકાના મધ્યભાગમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 4° 19´ દ. અ. અને 15° 15´ પૂ. રે.. તે ઝાયર અને યુગાન્ડા વચ્ચેની સીમા પર આવેલી રુવેન્ઝોરી હારમાળાનો એક ભાગ છે. આ હારમાળામાં ઊંચાં શિખરોના છ સમૂહો આવેલા છે. સ્ટેનલી શિખર સમૂહ સરેરાશ 4,900 મીટર…
વધુ વાંચો >સ્ટૅમ્પ ઍલ. ડડલી
સ્ટૅમ્પ, ઍલ. ડડલી (જ. 1898; અ. 1967) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવિદ. સ્ટૅમ્પે તેમના અભ્યાસકાળ દરમિયાન ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળનું શિક્ષણ મેળવેલું. 1923–1926ના સમયગાળામાં મ્યાનમારની રંગૂન યુનિવર્સિટીમાં ભૂગોળ વિષયના વ્યાખ્યાતા તરીકે અને પછીથી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. લંડન યુનિવર્સિટીમાં પણ 1926થી 1965 સુધી સેવાઓ આપેલી. દુનિયાની જાણીતી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને ક્લાર્ક, સ્ટૉકહોમ…
વધુ વાંચો >સ્ટૉકહોમ (Stockholm)
સ્ટૉકહોમ (Stockholm) : સ્વીડનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 20´ ઉ. અ. અને 18° 03´ પૂ. રે.. આ શહેર માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. સ્ટૉકહોમ આશરે 50 પુલોથી સંકળાયેલા 14 જેટલા ટાપુઓ પર…
વધુ વાંચો >સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon)
સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon) : ઇંગ્લૅન્ડના વૉરવિકશાયર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 52° 12´ ઉ. અ. અને 1° 41´ પ. રે.ની આજુબાજુનો 977 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની વસ્તી મોટે ભાગે ગ્રામીણ છે. આ સ્થળ બર્મિંગહામથી દક્ષિણે તથા…
વધુ વાંચો >