Geography

સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang)

સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang) : દક્ષિણ ચીનની સૌથી લાંબી, મહત્વની નદી. ભૌગોલિક સ્થાન : 22° 25´ ઉ. અ. અને 113° 23´ પૂ. રે. તે યુનાન(હુનાન)ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને દક્ષિણ ચીની સમુદ્રમાં ઠલવાય છે. ચીનની યાંગત્ઝે, સંગારી અને હુઆંગ હો (પીળી નદી) કરતાં તે ટૂંકી છે. તેની સહાયક નદીઓમાં પેઈ…

વધુ વાંચો >

સિક્કા

સિક્કા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં કચ્છના અખાતને પૂર્વ કિનારે આવેલું શહેર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 27´ ઉ. અ. અને 70° 07´ પૂ. રે. પર જામનગરથી 40 કિમી. પશ્ચિમ તરફ તથા ઓખાથી ઉત્તર-પૂર્વમાં 64 કિમી.ને અંતરે તથા બેડીની ખાડીના મુખથી 24 કિમી.ને અંતરે દક્ષિણ-પશ્ચિમ તરફ આવેલું…

વધુ વાંચો >

સિક્કિમ

સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા…

વધુ વાંચો >

સિડની (Sydney)

સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…

વધુ વાંચો >

સિધિ (Sidhi)

સિધિ (Sidhi) : મધ્ય પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 45´થી 23° 45´ ઉ. અ. અને 81° 10´થી 83° 00´ પૂ. રે. વચ્ચેનો 10,256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રેવા, ઈશાન અને પૂર્વમાં ઉત્તરપ્રદેશનો મિરઝાપુર જિલ્લો,…

વધુ વાંચો >

સિદ્ધપુર

સિદ્ધપુર : પાટણ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 23° 55´ ઉ. અ. અને 72° 23´ પૂ. રે.ની આજુબાજુનો 667 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની હોવાથી ખેતી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તાલુકામથક સિદ્ધપુર સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. તાલુકાની…

વધુ વાંચો >

સિદ્ધાર્થનગર

સિદ્ધાર્થનગર : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં ગોરખપુર વિભાગમાં આવેલો જિલ્લો. તે આશરે 27° 15´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે. આજુબાજુનો 2,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં મહારાજગંજ અને સંત કબીરનગર, દક્ષિણમાં બસ્તી તથા નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ગોંડા તથા પશ્ચિમમાં બલરામપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક…

વધુ વાંચો >

સિનસિનાટી (Cincinnati)

સિનસિનાટી (Cincinnati) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઓહાયો નદીકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 8´ ઉ. અ. અને 84° 30´ પ. રે.ની આજુબાજુનો 206 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ‘ધ ક્વીન સિટી’, ‘ધ ક્વીન ઑવ્ ધ વેસ્ટ’, ‘ધ સિટી ઑવ્ સેવન હિલ્સ’ જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાતું,…

વધુ વાંચો >

સિનાઈ (દ્વીપકલ્પ)

સિનાઈ (દ્વીપકલ્પ) : રાતા સમુદ્રને મથાળે આવેલો ઇજિપ્તનો દ્વીપકલ્પ. સુએઝની નહેર અને સુએઝના અખાતની પૂર્વમાં તથા પશ્ચિમ ઇઝરાયલની સીમા પર આવેલો ઇજિપ્તનો ભાગ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´ ઉ. અ. અને 34° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પ નાના નાના રણદ્વીપો…

વધુ વાંચો >

સિમલા

સિમલા : હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´થી 31° 44´ ઉ. અ. અને 77° 00´થી 78° 19´ પૂ. રે. વચ્ચેનો 5,131 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુલુ અને મંડી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં કિન્નૌર જિલ્લો,…

વધુ વાંચો >