Geography
સરાઇકેલા
સરાઇકેલા : ઝારખંડ રાજ્યના સિંઘભૂમ જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 22o 43’ ઉ. અ. અને 85o 57’ પૂ. રે.. તે જમશેદપુરથી નૈર્ઋત્ય તરફ અને ચાઈબાસાથી ઈશાન તરફ લગભગ સરખા અંતરે આવેલું છે. આ નગર સુવર્ણરેખા નદીની શાખાનદીને કાંઠે વસેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ અસમતળ છે. અહીં ચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ…
વધુ વાંચો >સરાઈ
સરાઈ : આ નામે ઓળખાતું મધ્યકાલીન મુસાફરખાનું. મુસાફરો એમાં રાતવાસો કરવા આવતા. આવી સરાઈઓ અમદાવાદ, સૂરત, દિલ્હી વગેરે સ્થળોએ આવેલી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરની પાસે આઝમ સરાઈ આવેલી છે. હાલ આ મકાન સરકારી પુસ્તક વેચાણ કેન્દ્ર તરીકે વપરાય છે. તેનું બાંધકામ ગુજરાતના સૂબા આઝમખાને ઈ. સ. 1637માં કરાવ્યું હતું. તેનું…
વધુ વાંચો >સરોવરો
સરોવરો : કુદરતી જળાશયો. બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલો જળરાશિ. ભૂપૃષ્ઠ પર કુદરતી રીતે તૈયાર થયેલા નાનામોટા પરિમાણવાળા ગર્ત કે ખાડામાં મીઠા કે ખારા પાણીથી ભરાયેલા જળરાશિને સરોવર કહે છે. મોટેભાગે તો તે બધી બાજુએથી બંધિયાર હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળઉમેરણ થતું રહે છે, તો…
વધુ વાંચો >સર્પાકાર વહન (meandering)
સર્પાકાર વહન (meandering) : નદીના જળવહનમાર્ગમાં કુદરતી સંજોગ હેઠળ વિકાસ પામતો કોઈ પણ પ્રકારનો વળાંક. તે ગોળાકાર, લંબગોળાકાર, ઓછોવત્તો અર્ધગોળાકાર કે ઓછોવત્તો કોણાકાર હોઈ શકે. નદીના આ પ્રકારના વહનને સર્પાકાર વહન કહે છે. નદીના વહનમાર્ગમાં જોવા મળતો આ પ્રકારનો વળાંક પાણીનો પથ, વહનવેગ, નદીપટનો ઢાળ, તળખડકનો પ્રકાર, પાણી સાથે વહન…
વધુ વાંચો >સર્બિયા
સર્બિયા : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 44° 00^ ઉ. અ. અને 21° 00^ પૂ. રે.ની આજુબાજુનો આશરે 88,360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ, તથા પશ્ચિમે આલ્બેનિયા અને યુગોસ્લાવિયા આવેલાં છે. તે પૂર્વ યુગોસ્લાવિયામાં આવેલું…
વધુ વાંચો >સલાયા
સલાયા : જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું નગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 69° 35´ પૂ. રે.. તે તાલુકામથક ખંભાળિયાથી વાયવ્યમાં આશરે 10 કિમી. દૂર આવેલું છે. સૌરાષ્ટ્રના મુખ્ય ભૂમિભાગના ઉત્તર કાંઠા નજીક પરવાળાંની ખડકશૃંખલા આવેલી છે. મુઘલ શાસન દરમિયાન આ કુદરતી બંદરનો ઉલ્લેખ…
વધુ વાંચો >સલ્દાન્હા
સલ્દાન્હા : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 17° 56´ પૂ. રે.. તે ટેબલના ઉપસાગરના વાયવ્યમાં 90 કિમી.ને અંતરે આવેલું, દક્ષિણ આફ્રિકાના આખાય કાંઠા પરનું એક ઉત્તમ કક્ષાનું બારું છે. સલ્દાન્હા આ વિસ્તારનું મુખ્ય મત્સ્યમથક છે. આ શહેરમાં પ્રક્રમિત માછલીઓને પૅક કરવાના…
વધુ વાંચો >સવાઈ માધોપુર
સવાઈ માધોપુર : રાજસ્થાનના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 45´થી 27° 14´ ઉ. અ. અને 75° 59´થી 77° 23´ પૂ. રે. વચ્ચેનો 10,527 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અલ્વર, ઈશાનમાં ભરતપુર, પૂર્વમાં ધોલપુર, અગ્નિકોણમાં ચંબલ નદીથી અલગ…
વધુ વાંચો >સવાના (ભૌગોલિક)
સવાના (ભૌગોલિક) : છૂટાંછવાયાં વૃક્ષો કે છોડવા-ઝાડવાં ધરાવતો અયનવૃત્તીય/ઉપઅયનવૃત્તીય ઘાસનો પ્રદેશ. મોટાભાગના સવાના પ્રદેશો અયનવૃત્તોમાં અને તે પણ રણો અને વર્ષાજંગલો વચ્ચે આવેલા હોય છે. સમશીતોષ્ણ વિસ્તારોમાં આવેલી કેટલીક ઘાસભૂમિને પણ ક્યારેક સવાના તરીકે ઓળખાવાય છે. સવાનામાં વર્ષનો મોટો ભાગ સૂકી ઋતુ પ્રવર્તે છે અને તે દરમિયાન વારંવાર દવ લાગ્યા…
વધુ વાંચો >