Geography
ઊના
ઊના : હિમાચલ પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 31o 30¢ ઉ. અ. અને 76o 15¢ પૂ. રે.ની આજુબાજુનો 1,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કાંગરા, પૂર્વે હમીરપુર, અગ્નિકોણમાં બિલાસપુર જિલ્લા તથા દક્ષિણ અને પશ્ચિમમાં પંજાબ રાજ્યની…
વધુ વાંચો >ઊના (તાલુકો)
ઊના (તાલુકો) : ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ઊના 20o 49¢ ઉ. અ. અને 71o 03¢ પૂ. રે. પર આવેલું છે. તાલુકામથકની આજુબાજુ પથરાયેલા તાલુકાનો કુલ વિસ્તાર 1,568 ચોકિમી. જેટલો છે. 2011 મુજબ તાલુકાની કુલ વસ્તી 3,60,000 જેટલી છે. જ્યારે તાલુકામથકની વસ્તી 18,722…
વધુ વાંચો >ઊનાઈ
ઊનાઈ : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાનું ગામ. વિસ્તાર 3.11 ચોકિમી. વસ્તી 6,104 (2011). વાંસદાથી વ્યારા જતો રાજ્ય ધોરીમાર્ગ અહીંથી પસાર થાય છે. બિલિમોરાથી વઘાઈ જતી રેલવે પર બીલીમોરાથી પૂર્વે 42 કિમી. પર સ્ટેશન છે. તે અંબિકા નદીના ડાબે કાંઠે આવેલું યાત્રાધામ છે. ઊના પાણીના ઝરા માટે તે જાણીતું…
વધુ વાંચો >ઊંઝા
ઊંઝા : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ગામ. 1858માં બંધાયેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકને કારણે તે પ્રસિદ્ધ થયેલું છે. તાલુકામથક સિદ્ધપુરથી તે 13 કિમી. અને મહેસાણાથી 20 કિમી. દૂર 23o 48′ ઉ. અ. અને 72o 24′ પૂ. રે. ઉપર આવેલું છે. અમદાવાદ-દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ…
વધુ વાંચો >ઋષિકેશ
ઋષિકેશ : ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં ગંગાને કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 30o 07′ ઉ. અ., 78o 19′ પૂ. રે. તાજેતરનાં વર્ષોમાં વ્યસ્ત બની રહેલા એક નૂતન શહેર તરીકે વિકસતું ગયેલું ઋષિકેશ હરિદ્વારથી ઉત્તર તરફ 24 કિમી.ને અંતરે આવેલું છે. તેનું ધાર્મિક મહત્ત્વ ગંગા નદી સાથે સંકળાયેલું છે. અહીં…
વધુ વાંચો >એકોન્કાગુઆ
એકોન્કાગુઆ : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે વિસ્તરેલી ઍન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર. તે સમુદ્રની સપાટીથી આશરે 6,960 મીટરની ઊંચાઈ ધરાવે છે. ચિલીની પૂર્વે આર્જેન્ટીના દેશની સરહદે આવેલું, પશ્ચિમ ગોળાર્ધનું આ સર્વોચ્ચ શિખર એક મૃત જ્વાળામુખી છે. ફિટ્ઝજિરાલ્ડ નામના પર્વતારોહકની આગેવાની હેઠળ ઈ. સ. 1897માં આ સર્વોચ્ચ શિખરનું સફળ આરોહણ થયું હતું.…
વધુ વાંચો >એગમૉન્ટ પર્વત
એગમૉન્ટ પર્વત : ‘દક્ષિણનું ગ્રેટબ્રિટન’ અને ‘ભૂસ્તરશાસ્ત્રીઓનું સ્વર્ગ’ મનાતા ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુઓમાં આવેલા અનેક સક્રિય અને શાંત જ્વાળામુખી પર્વતો પૈકીનો એક. હોકની ખાડીના કિનારે 39o દ. અક્ષાંશ ઉપર તે આવેલો છે. તેની ઊંચાઈ 2,542 મીટર છે. લાવા, રાખ, ગંધક અને બીજાં ખનિજતત્વો ધરાવતા આ જ્વાળામુખી નજીક ગરમ પાણીના, ‘ગીઝર’ તરીકે…
વધુ વાંચો >એજિયન સમુદ્ર
એજિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના ક્રીટ અને ર્હોડ્સ ટાપુઓની ઉત્તરે ગ્રીસ અને તુર્કીની વચ્ચે આવેલો સમુદ્રવિસ્તાર. 2,14,000 ચો.કિમી. તે લગભગ 640 કિમી. લંબાઈ અને સ્થાનભેદે 195થી 400 કિમી. પહોળાઈ ધરાવતો સમુદ્ર છે. તેની વધુમાં વધુ ઊંડાઈ, ક્રીટની પૂર્વે 3,436 મી. છે. એજિયન સમુદ્રમાંથી મારમરા સમુદ્રમાં થઈને કાળા સમુદ્રમાં પહોંચી શકાય…
વધુ વાંચો >એઝૉર્ઝ
એઝૉર્ઝ : પોર્ટુગલની પશ્ચિમે 1,190 કિમી.ના અંતરે, ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા નવ ટાપુઓનું જૂથ. તે ‘વેસ્ટર્ન આઇલૅન્ડ’ના નામથી પણ ઓળખાય છે. પોર્ટુગલના દરિયાઈ સાહસિક ડિયાગો ડી સેનિલે 1427માં તેની શોધ કરી હતી. તેના સાન્તા મારિયા ટાપુ પર 1432માં સર્વપ્રથમ વસવાટ શરૂ થયો હતો. 1480માં આ ટાપુઓનો ઔપચારિક રીતે પોર્ટુગલે કબજો લીધો…
વધુ વાંચો >એઝૉવ સમુદ્ર
એઝૉવ સમુદ્ર : રશિયાની દક્ષિણે આવેલો કાળા સમુદ્રનો ઉત્તર તરફનો ફાંટો. આટલાંટિક મહાસાગરના તટપ્રદેશનો અંત:સ્થલીય ખીણનો તે સમુદ્ર છે. કર્ચ સામુદ્રધુની પાસે કાળા સમુદ્રને તે મળે છે. સ્થાનિક પ્રજા તેને ‘mother of waters’ તરીકે ઓળખે છે. વિશ્વના અન્ય સમુદ્રોની સરખામણીમાં આ સમુદ્ર છીછરામાં છીછરો છે, જેને કારણે મોટા કદનાં વહાણોની…
વધુ વાંચો >