Geography

લોમ

લોમ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ટોગોનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 08´ ઉ. અ. અને 1° 13´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને મથાળે નૈર્ઋત્ય ટોગોમાં આવેલું મેરીટાઇમ વિસ્તારનું મુખ્ય મથક છે. પાટનગર હોવા ઉપરાંત તે બંદર, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તથા આ વિસ્તાર માટેનું…

વધુ વાંચો >

લૉમ્બાર્ડી

લૉમ્બાર્ડી : ઉત્તર ઇટાલીમાં આવેલો વિસ્તાર. જૂના વખતમાં અહીં વસતી લૉમ્બાર્ડી જાતિ પરથી આ નામ ઊતરી આવેલું છે. આ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 23,861 ચોકિમી. જેટલું અને સમગ્ર વિસ્તારની વસ્તી કુલ 90,28,913 (1998) જેટલી છે. વસ્તીગીચતા પ્રતિ ચોકિમી. 378. અહીં બર્ગેમો, બ્રેસ્કિયા, કોમો, ક્રેમોના, મૅન્ટોવા, મિલાનો, પૅવિયા, સોન્ડ્રિયો અને વૅરેસ નામના…

વધુ વાંચો >

લૉમ્બૉક (Lombok)

લૉમ્બૉક (Lombok) : ઇન્ડોનેશિયામાં આવેલી લઘુ સુન્દા ટાપુશ્રેણીમાં બાલી અને સુંબાવા ટાપુઓ વચ્ચે રહેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 45´ દ. અ. અને 116° 30´ પૂ. રે.ની આજુબાજુનો 4,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આવેલા બાલી ટાપુથી લૉમ્બૉકની સામુદ્રધુની દ્વારા અને પૂર્વ તરફ આવેલા સુંબાવા ટાપુથી…

વધુ વાંચો >

લૉર્ડ હોવે ટાપુ

લૉર્ડ હોવે ટાપુ : ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી દૂર, સિડનીથી આશરે 702 કિમી. ઈશાન તરફ આવેલો ટાપુ. ભૌ. સ્થાન : 31° 33´ 04´´ દ. અ. અને 159° 04´ 26´´ પૂ. રે. તેનો વિસ્તાર 1,654 હેક્ટર જેટલો છે. તેની ઉત્પત્તિ જ્વાળામુખીજન્ય આ ટાપુનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોવરૂ (866 મી.) છે તે…

વધુ વાંચો >

લૉશબર્ગ બોગદું (Lotschberg Tunnel)

લૉશબર્ગ બોગદું (Lotschberg Tunnel) : દક્ષિણ-મધ્ય સ્વિટ્ઝર્લૅન્ડના બર્નેસ આલ્પ્સના પર્વતની આરપાર જંગફ્રૉથી પશ્ચિમે પસાર થતું રેલ-બોગદું. ભૌગોલિક સ્થાન : 46° 25´ ઉ. અ. અને 7° 45´ પૂ.રે.. 14.6 કિમી. લાંબું 1200 મીટરની ઊંચાઈએ બનાવેલું આ બોગદું 1913માં ખુલ્લું મૂકવામાં આવેલું.  1906થી 1911 દરમિયાન આશરે 4.5 વર્ષ તેનું નિર્માણકાર્ય ચાલેલું, તેમાં…

વધુ વાંચો >

લૉસ ઍન્જલસ

લૉસ ઍન્જલસ : યુ.એસ.નું વસ્તીની દૃદૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 03´ ઉ. અ. અને 118° 14´ પ. રે.. તે કૅલિફૉર્નિયા રાજ્યનું સૌથી મોટું શહેર ગણાય છે. તેની પશ્ચિમે પૅસિફિક મહાસાગર અને પૂર્વમાં ગેબ્રિયલ પર્વત આવેલા છે, તેમની વચ્ચેના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર સમુદ્રસપાટીથી 83…

વધુ વાંચો >

લૉસેન (Lausanne)

લૉસેન (Lausanne) : પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40°36´ ઉ. અ. અને 6°40´ પૂ. રે.. તે જિનીવા સરોવરને ઉત્તર કાંઠે વસેલું છે. આ શહેરને વૌદ (Vaud) રાજ્યના પાટનગર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. વિશેષે કરીને આ શહેર અહીંના વિસ્તારનું મુખ્ય પ્રવાસી મથક હોવા ઉપરાંત વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર…

વધુ વાંચો >

લોહરદગા

લોહરદગા : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 23° 26’ ઉ. અ. અને 84° 41’ પૂ. રે.ની આજુબાજુનો 1,494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છોટા નાગપુર વિભાગમાં આવેલો છે. તે રાજ્યમાં બીજા ક્રમે આવતો નાનામાં નાનો જિલ્લો છે. તેની ઉત્તરે પાલામાઉ, પૂર્વમાં રાંચી તથા…

વધુ વાંચો >

લોહિત

લોહિત : ભારતના છેક ઈશાન છેડે આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 00’ ઉ. અ. અને 96° 40’ પૂ. રે.ની આજુબાજુનો 11,402 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ચીન, પૂર્વ અને અગ્નિ તરફ મ્યાનમાર, દક્ષિણે રાજ્યનો તિરાપ જિલ્લો તથા પશ્ચિમે દિબાંગ…

વધુ વાંચો >

લૉંગ આઇલૅન્ડ (Long Island)

લૉંગ આઇલૅન્ડ (Long Island) : ન્યૂયૉર્ક(યુ.એસ.)નો અગ્નિ ભાગ રચતો ટાપુ. ભૌગોલિક સ્થાન : 40° 50^ ઉ. અ. અને 73° 00^ પ. રે. તે પરાં અને નાનામોટા નિવાસી વિસ્તારોમાં વહેંચાયેલો છે. આ ઉપરાંત, તેમાં ખેતરો, માછીમારી કરતા વિભાગો અને તેના પૂર્વ ભાગમાં વિહારધામો પણ છે; જ્યારે તેનો પશ્ચિમતરફી ભાગ ન્યૂયૉર્ક શહેરનો…

વધુ વાંચો >