Geography

લદ્દાખ

લદ્દાખ : જમ્મુ–કાશ્મીર રાજ્યનો જિલ્લો. તે રાજ્યના સમગ્ર ઈશાનભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 34° 15´ ઉ. અ.થી 36° 1૦´ ઉ. અ. અને 74° 5૦´ પૂ. રે.થી 8૦° 1૦´ પૂ. રે. વચ્ચેનો 82,665 ચોકિમી. જેટલો (રાજ્યના બાકીના 13 જિલ્લાઓના સામૂહિક વિસ્તાર કરતાં પણ બમણો) વિસ્તાર ધરાવે છે.…

વધુ વાંચો >

લલિતપુર

લલિતપુર : ઉત્તરપ્રદેશના છેક નૈર્ઋત્ય ખૂણામાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. તે 24° 11´ થી 25° 13´ ઉ. અ. અને 78° 11´ થી 79° ૦´ પૂ. રે. વચ્ચેનો 5,૦39 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રાજ્યનો ઝાંસી જિલ્લો આવેલો છે, જિલ્લાની બાકીની બધી જ સીમા…

વધુ વાંચો >

લ’વૉવ (L’Vov)

લ’વૉવ (L’Vov) : યૂક્રેનનું મુખ્ય શહેર. યૂક્રેનિયન ભાષામાં તે ‘લ વિવ’, ‘લ્ય વિવ’ કે ‘લ્ય વૉવ’ નામોથી ઓળખાય છે; જર્મન ભાષામાં તે લૅમ્બર્ગ નામથી જાણીતું છે. ભૌગોલિક સ્થાન : 49° 50´ ઉ. અ. અને 24° 00´ પૂ. રે.. તે કીવથી પશ્ચિમે 475 કિમી.ને અંતરે, વેસ્ટર્ન બગ અને મેસ્ત્ર નદીઓ વચ્ચેના…

વધુ વાંચો >

લવૉંગ ગાઇ (La-Vong’gi)

લવૉંગ ગાઇ (La-Vong’gi) : પાપુઆ ગિની(ઇન્ડોનેશિયા)ના ભાગરૂપ બિસ્માર્ક ટાપુસમૂહમાં આવેલો સક્રિય જ્વાળામુખી-રચિત ટાપુ. તે 3° 00´ દ. અ. અને 47° 30´ પૂ. રે.ની આજુબાજુનો 1,190 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીં નાળિયેરીનાં અનેક ઝુંડ આવેલાં  છે. પહાડી પ્રકારની વનસ્પતિથી આ ટાપુ ભરપૂર રહેતો હોવાથી તે બારેમાસ હરિયાળો રહે છે.…

વધુ વાંચો >

લંકા

લંકા : જુઓ શ્રીલંકા.

વધુ વાંચો >

લંડન

લંડન ઇંગ્લૅન્ડના અગ્નિભાગમાં ટેમ્સ નદીને કિનારે આવેલું મહાનગર. દુનિયાનાં પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 51° 30´ ઉ. અ. અને 0° 10´ પૂ. રે. પરનો 1,580 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આશરે 2,000 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવતું આ શહેર ગ્રેટ બ્રિટનના યુનાઇટેડ કિંગ્ડમનું તથા…

વધુ વાંચો >

લાઇટનિંગ રિજ

લાઇટનિંગ રિજ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઓપલ(એક ઉપરત્ન, લસણિયા, ક્ષીરસ્ફટિકની ખાણોનું મથક. તે સિડનીથી વાયવ્યમાં આશરે 770 કિમી., વૉલગેટથી ઉત્તરે 75 કિમી. તથા દક્ષિણ ક્વીન્સલૅન્ડની સીમાથી દક્ષિણે 50 કિમી.ના અંતરે આવેલું છે. તે ન્યૂ સાઉથવેલ્સમાં ઓપલની પ્રાપ્તિ માટેનું સારી ઉત્પાદનક્ષમતા ધરાવતું ખાણક્ષેત્ર ગણાય છે; એટલું જ નહિ,…

વધુ વાંચો >

લાઇન ટાપુઓ

લાઇન ટાપુઓ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા, પરવાળાંથી બનેલા ઓછી ઊંચાઈ ધરાવતા છૂટાછવાયા અગિયાર ટાપુઓ. ભૌગોલિક સ્થાન : તે 0° 05´ ઉ. અ. અને 157° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 329 ચોકિમી. (વસ્તીવાળા આઠ ટાપુઓ અને 247 ચોકિમી. વિસ્તારના વસ્તીવિહીન ત્રણ ટાપુઓ) જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિષુવવૃત્તની બંને…

વધુ વાંચો >

લાઇપઝિગ

લાઇપઝિગ : જર્મનીના અગ્નિભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 20´ ઉ. અ. અને 12° 23´ પૂ. રે.. પ્રાંતનો કુલ વિસ્તાર 4,966 ચોકિમી. જેટલો છે. તે લાઇપઝિગ પ્રાંતની રાજધાનીનું સ્થળ પણ છે તથા આર્થિક અને વાણિજ્યવિભાગનું મુખ્ય મથક પણ છે. આ શહેર બર્લિનથી નૈર્ઋત્યમાં…

વધુ વાંચો >

લાઇબેરિયા

લાઇબેરિયા : પશ્ચિમ આફ્રિકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 4° 15´થી 8° 30´ ઉ. અ. અને 7° 30´ થી 11° 30´ પ. રે. વચ્ચેનો 1,11,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દેશની પૂર્વ–પશ્ચિમ લંબાઈ 370 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ 338 કિમી. છે, દરિયાકિનારાની લંબાઈ 507 કિમી.…

વધુ વાંચો >