Geography

રીયુનિયન

રીયુનિયન : હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન :  21° 00´ દ. અ. અને 56° 00´ પૂ. રે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 650 કિમી. તથા મૉરિશિયસથી નૈર્ઋત્યમાં 180 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુ જ્વાળામુખી-પ્રસ્ફુટનની ક્રિયાથી તૈયાર થયેલો છે. તેનો વિસ્તાર 2,512 ચોકિમી. જેટલો છે. સેન્ટ ડેનિસ તેનું પાટનગર (વસ્તી…

વધુ વાંચો >

રીવિયેરા

રીવિયેરા : ભૂમધ્ય સમુદ્રના ઉત્તર કિનારા પરની આશરે 6°થી 10° પૂ. રે. વચ્ચેની સાંકડી ભૂમિપટ્ટી. તે દક્ષિણ ફ્રાન્સના હાયેર્સથી વાયવ્ય ઇટાલીના લા સ્પેઝિયા સુધી વિસ્તરેલી છે. તેના પીઠપ્રદેશની ભૂમિ પરથી આલ્પ્સ પર્વતો શરૂ થાય છે. વાસ્તવમાં અહીંના દરિયાકિનારે દુનિયાના ઘણા ભાગોમાંથી, વિશેષે કરીને યુરોપમાંથી હજારો પ્રવાસીઓ સ્વાસ્થ્ય સુધારવા અને મનોરંજન…

વધુ વાંચો >

રુઆન્ડા-ઉરુન્ડી

રુઆન્ડા-ઉરુન્ડી : મધ્ય આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ વીસમી સદીના મધ્યકાળ વખતે બેલ્જિયમના શાસન હેઠળ હતો. 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જ્યારે તેને વાલીપણા હેઠળનો પ્રદેશ બનાવ્યો ત્યારે રુઆન્ડા-ઉરુન્ડીનો વિસ્તાર આશરે 54,000 ચોકિમી. જેટલો હતો અને વસ્તી 50 લાખ જેટલી હતી. ત્વા પિગ્મીઓ રુઆન્ડા-ઉરુન્ડીના સર્વપ્રથમ વસાહતીઓ હતા. હુતુ અથવા…

વધુ વાંચો >

રુમાનિયા

રુમાનિયા પૂર્વ યુરોપમાં આવેલાં બાલ્કન રાજ્યો પૈકીનો મોટામાં મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે 43° 30´થી 48° 30´ ઉ. અ. અને 20° 00´થી 30° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2,37,500 ચોકિમી. જેટલો લગભગ ગોળાકાર વિસ્તાર આવરી લે છે. દેશના અગ્નિકોણને બાદ કરતાં બાકીની બધી જ દિશાઓમાં તે ભૂમિભાગોથી ઘેરાયેલો છે.…

વધુ વાંચો >

રુરકી

રુરકી : ઉત્તરાંચલ રાજ્યના હરદ્વાર જિલ્લાનું તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 29° 52´ ઉ. અ. અને 77° 5૩´ પૂ. રે.. તે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું છે. અહીં ફળદ્રૂપ જમીન છે તથા ઉપલી ગંગા નહેર પસાર થતી હોવાથી પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે. આ તાલુકામાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી…

વધુ વાંચો >

રુવેન (Rouen)

રુવેન (Rouen) : ફ્રાન્સના પાટનગર પૅરિસની વાયવ્યમાં આવેલું શહેર તથા નદીનાળ બંદર. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 1° 05´ પૂ. રે.. આ શહેરની દક્ષિણે સર્પાકારે વહેતી સીન નદી આવેલી છે, તેની પશ્ચિમે 87 કિમી.ને અંતરે લ હાવ્ર (Le Havre) અને અગ્નિ દિશા તરફ 140 કિમી.ને અંતરે પૅરિસ…

વધુ વાંચો >

રુવેનઝોરી પર્વતમાળા

રુવેનઝોરી પર્વતમાળા : યુગાન્ડા અને ઝાઇરની સરહદે આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 0° 40´ ઉ. અ. અને 29° 0´ પૂ. રે.. ટૉલેમીએ તેના લખાણમાં જેનો ઉલ્લેખ ‘Mountains of the Moon’ તરીકે કરેલો છે તે જ આ પર્વતમાળા હોવી જોઈએ. અહીંનાં હિમાચ્છાદિત શિખરોમાંથી પાણી નીકળે છે અને નાઈલને જઈ મળે છે.…

વધુ વાંચો >

રુહર

રુહર : જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલો કોલસાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલો વિશાળ ઔદ્યોગિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 27´ ઉ. અ. અને 6° 44´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,330 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે રહાઇન નદીની સહાયક નદી રુહરની નજીક વિસ્તરેલો હોવાથી તેનું નામ રુહર પડેલું છે. આખોય વિસ્તાર…

વધુ વાંચો >

રુહર (નદી)

રુહર (નદી) : જર્મનીના વેસ્ટફાલિયામાંના રોથરબર્ગ પર્વતોમાંથી નીકળતી નદી. દુનિયાભરમાં અને વિશેષે કરીને યુરોપમાં જાણીતી બનેલી રુહર ખીણમાં થઈને તે 232 કિમી. જેટલું અંતર કાપે છે. આ નદી પશ્ચિમ તરફ વહીને દુઇસબર્ગ નજીક રહાઇન નદીને મળે છે. રુહર નામની બીજી એક નદી બેલ્જિયમની સીમા પરથી નીકળે છે, તે ‘રોઅર’ (Roer)…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ ટાપુ (1)

રૂઝવેલ્ટ ટાપુ (1) : ઍન્ટાર્ક્ટિકામાં એડ્વર્ડ 7 લૅન્ડના કિનારાથી દૂર, વ્હેલ્સના અખાતની દક્ષિણે ન્યૂઝીલૅન્ડની રૉસ જાગીર હેઠળની રૉસ હિમછાજલી(Ross Ice Shelf)ના ઈશાન ભાગમાં આવેલો ટાપુ. 145 કિમી. લાંબો અને 56 કિમી. પહોળો આ હિમાચ્છાદિત ટાપુ યુ.એસ.ના અભિયંતા રિચાર્ડ ઇવલીન બાયર્ડ દ્વારા 1934માં શોધાયેલો. ટાપુની સરેરાશ ઊંચાઈ 500 મીટરથી થોડીક વધુ…

વધુ વાંચો >