Geography
રાંગામાટી (Rangamati)
રાંગામાટી (Rangamati) : બાંગ્લાદેશના પૂર્વ છેડા પર ચિતાગોંગ ઉપવિભાગના ચિતાગોંગ હિલ જિલ્લાનું વડું વહીવટીમથક. તે કર્ણફૂલી નદીથી પૂર્વમાં વસેલું છે, અને નદીમાર્ગે તથા સડકમાર્ગે ચિતાગોંગ સાથે જોડાયેલું છે. આ નગર ડાંગર છડવાની મિલોનું, સુતરાઉ વણાટનું તેમજ કૃષિબજાર માટેનું મથક બની રહેલું છે. અહીં હૉસ્પિટલ તથા ચિતાગોંગ યુનિવર્સિટી સંલગ્ન સરકારી કૉલેજ…
વધુ વાંચો >રાંચી
રાંચી : ઝારખંડ રાજ્યનો મોટામાં મોટો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 85° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,698 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હઝારીબાગ અને ચત્રા, પૂર્વમાં પુરુલિયા (પ. બં.) અને પશ્ચિમ સિંગભૂમ, દક્ષિણે પશ્ચિમ…
વધુ વાંચો >રિગા
રિગા : લૅટવિયાનું પાટનગર અને તે દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 57° 00´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે. તે બાલ્ટિક સમુદ્રના ભાગરૂપ રિગાના અખાતના દક્ષિણ છેડે ડ્વિના (ડૌગોવા) નદીના મુખ પર આવેલું છે. તે એક મહત્વનું જહાજી મથક હોવા ઉપરાંત લૅટવિયામાં થતા ઔદ્યોગિક ઉત્પાદનનો 50 %થી…
વધુ વાંચો >રિગાનો અખાત
રિગાનો અખાત : ઉત્તર ગોળાર્ધમાં આવેલા બાલ્ટિક સમુદ્રના પૂર્વ ભાગમાં વિસ્તરેલો અખાત. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 23° 35´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તે લૅટવિયાના ઉત્તર કિનારાથી, ઍસ્ટોનિયાના પશ્ચિમ કિનારાથી તથા ઉત્તર-વાયવ્ય તરફ આવેલા ટાપુથી ઘેરાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 18,000 ચોકિમી. જેટલું છે. તેની…
વધુ વાંચો >રિચમંડ (1)
રિચમંડ (1) : બૃહદ્ લંડન વિસ્તારનો એક શહેરી વિભાગ. તે લંડનના બહારના ભાગમાં આવેલો મ્યુનિસિપલ અધિકૃત વહીવટી વિભાગ છે. સ્થાનિક દૃષ્ટિએ તે ‘રિચમંડ અપૉન ટેમ્સ’ તરીકે ઓળખાય છે. આ વિભાગ ટેમ્સ નદીની બંને બાજુ વિસ્તરેલો છે. તેમાં જૂના બર્નેસ, ટ્વિકનહામ, કેવ, ટેડિંગટન અને હેમ્પ્ટનનો પણ સમાવેશ થઈ જાય છે. આ…
વધુ વાંચો >રિચર્ડ્ઝ બે
રિચર્ડ્ઝ બે : દક્ષિણ આફ્રિકાના ઈશાન કિનારે નાતાલમાં આવેલું નગર તથા તે જ નામ ધરાવતું ખાડી સરોવર. ભૌગોલિક સ્થાન : શહેર : 28° 47´ દ. અ. અને 32° 06´ પૂ. રે.; સરોવર : 28° 50´ દ. અ. અને 32° 02´ પૂ. રે.. અહીં ઊંડા જળનું બારું આવેલું હોવાથી દક્ષિણ આફ્રિકાનાં…
વધુ વાંચો >રિપબ્લિક ઑફ ધ કૉંગો
રિપબ્લિક ઑફ ધ કૉંગો : કૉંગોનું વિભાગીકરણ થતાં કૉંગો – બ્રાઝવિલે તરીકે ઓળખાતો દેશ. ભૌગોલિક સ્થાન : 4 ઉ. અ.થી 5 દ. અ. અને 11 પૂ. રે.થી 19 પૂ. રે.ની વચ્ચે આવેલો દેશ. ઉપ-સહરાન આફ્રિકાના મધ્ય-પશ્ચિમ ભાગ કે જ્યાં વિષુવવૃત પસાર થાય છે ત્યાં સ્થિત છે. આ દેશની દક્ષિણે અને પૂર્વે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ…
વધુ વાંચો >રિયાધ
રિયાધ : સાઉદી અરેબિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા તે જ નામ ધરાવતો વિસ્તાર. આ વિસ્તાર મધ્ય અરબ દ્વીપકલ્પના નજ્દ વિભાગમાં આવેલો છે. તે વાદી હનીફાહ, વાદી અયસાન અને વાદી અલ-બાથાની મધ્યમાં રહેલા ઉચ્ચપ્રદેશ વિભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 24° 45´ ઉ. અ. અને 46° 40´ પૂ.…
વધુ વાંચો >રિયાલ્તો ટાપુઓ (Rialto Islands)
રિયાલ્તો ટાપુઓ (Rialto Islands) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ઍડ્રિયાટિક સમુદ્રના ઉત્તર છેડે આવેલો નાનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 45° 38´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે.. ઇટાલીનું વેનિસ શહેર તેના પર વસેલું છે. આ ટાપુઓ કાંપ તેમજ દરિયાઈ નિક્ષેપોથી તૈયાર થયેલા છે અને નજીકની મુખ્ય ભૂમિથી પૂર્વ તરફ આશરે…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે (નદી)
રિયો ગ્રાન્ડે (નદી) : ઉત્તર અમેરિકાની લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક. તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગને વીંધીને 3,034 કિમી.ની લંબાઈમાં વહે છે. લંબાઈની દૃષ્ટિએ અહીં તે પાંચમા ક્રમે આવે છે. આ નદી મેક્સિકોના અખાતમાં ઠલવાય છે. તે અગાઉ ટેક્સાસમાં આવેલો અલ પાસો વટાવ્યા પછી યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની 1,996 કિમી. જેટલી…
વધુ વાંચો >