Geography
પુષ્કલાવતી
પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું.…
વધુ વાંચો >પુસાન
પુસાન : દક્ષિણ કોરિયાનું સેઉલથી બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 35o 10′ ઉ. અ. અને 129o 05′ પૂ. રે. કોરિયા દ્વીપકલ્પના અગ્નિકિનારા પર તે આવેલું છે. આ બારું ઘણું મોટું છે, ત્યાં એકસાથે આશરે 80 જેટલાં મોટાં વહાણોનો સમાવેશ થઈ શકે છે અને…
વધુ વાંચો >પુંચ
પુંચ : જમ્મુ-કાશ્મીર રાજ્યના 20 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 33 25´ ઉ. અ.થી 34 0´ ઉ. અ. અને 73 25´ પૂ. રે.થી 74 પૂ. રે. અને પશ્ચિમે પાકિસ્તાન હસ્તક કાશ્મીરનો ભાગ આવેલો છે. આ જિલ્લાની પૂર્વે કુલગામ જિલ્લો, સોફિયન જિલ્લો અને બડગામ જિલ્લો, દક્ષિણે…
વધુ વાંચો >પૂર
પૂર : પાણીના ઊંચા અધિપ્રવાહ(overflow)ને કારણે સામાન્યત: શુષ્ક ભૂમિ પર થતું આપ્લાવન (inundation). મોટાભાગનાં પૂર નુકસાનકર્તા હોય છે. તેના દ્વારા મકાનો અને બીજી સંપત્તિનો વિનાશ થાય છે અને ભૂમિનું ઉપરનું પડ ઘસડાઈ જતાં ભૂમિ ખુલ્લી થાય છે. લોકોની તૈયારી ન હોય ત્યારે એકાએક આવતાં પ્રચંડ પૂરથી પુષ્કળ પ્રમાણમાં હાનિ પહોંચે…
વધુ વાંચો >પૂરનિયંત્રણ
પૂરનિયંત્રણ : પૂરથી થતી જાનહાનિ તથા માલમિલકતોનું થતું નુકસાન અટકાવવા અમલમાં મુકાતી કાર્યવહી. નદીનો પ્રવાહ તેના કાંઠાની માઝા વટાવી ઉપર થઈને વહે ત્યારે તેને પૂર કહે છે. એ પૂરનાં પાણી નદીકાંઠાનાં ગામો, ખેતરો, તથા કારખાનાંઓ વગેરેમાં ભરાઈ જાય છે. ઓચિંતા પૂરથી માલમિલકત, રસ્તાઓ, ખેતરોમાંનો ઊભો પાક, સંદેશાવ્યવહાર, રેલવે વગેરેને નુકસાન…
વધુ વાંચો >પૂર્ણિયા
પૂર્ણિયા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – જમીન : તે 25 15´ ઉ. અ.થી 26 35´ ઉ. અ. અને 87 0´ પૂ. રે.થી 88 32´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ દેશ, પૂર્વે અને અગ્નિએ પશ્ચિમ બંગાળ, પશ્ચિમે ભાગલપુર અને દક્ષિણે ભાગલપુર તથા…
વધુ વાંચો >પૂર્વ ગોદાવરી
પૂર્વ ગોદાવરી (જિલ્લો) : આંધ્રપ્રદેશ રાજ્યના સમુદ્રકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 16 30´ ઉ. અ.થી 18 20’ ઉ. અ. અને 81 31’ પૂ. રે.થી 82 30’ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે વિશાખાપટ્ટનમ્ જિલ્લો, વાયવ્યે ઓડિશા રાજ્યનો મલકાનગિરિ જિલ્લો, તથા છત્તીસગઢ રાજ્યના ખમ્મામ જિલ્લા અને સુકમા…
વધુ વાંચો >પૂર્વ ઘાટ (Eastern Ghats)
પૂર્વ ઘાટ (Eastern Ghats) : દ્વીપકલ્પીય ભારતના પૂર્વ કિનારાને લગભગ સમાંતર, બંગાળાના ઉપસાગરની સામેના અંદર તરફના ભૂમિભાગમાં વિસ્તરેલા પહાડી પ્રદેશની તૂટક શ્રેણી. તેમાં હારમાળા સ્વરૂપનો વિશિષ્ટ ભૂમિ-આકાર જોવા મળતો નથી. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓએ બંગાળાના ઉપસાગરને મળતાં અગાઉ પૂર્વ ઘાટને કોરી કાઢ્યો છે અને વહનમાર્ગો બનાવ્યા છે. આ કારણથી પહાડોની…
વધુ વાંચો >પૂર્વ ચંપારણ
પૂર્વ ચંપારણ : જુઓ ચંપારણ.
વધુ વાંચો >પૂર્વ મેદિનીપુર
પૂર્વ મેદિનીપુર : પશ્ચિમ બંગાળ રાજ્યનો જિલ્લો. તેનું જિલ્લામથક ટામલુક (Tamluk) છે. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 21 93´ ઉ. અ. અને 87 77´ પૂ. રે. પર સ્થિત છે. મેદિનીપુર વિભાગના દક્ષિણ છેડે તે આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે અને ઉત્તરે પશ્ચિમ મેદિનીપુર જિલ્લો, પૂર્વે હાવરા જિલ્લો, દક્ષિણે અને અગ્નિએ 24…
વધુ વાંચો >