Forestry

ઉદ્યાનવિદ્યા

ઉદ્યાનવિદ્યા (gardening) વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

કાંટાળાં વન

કાંટાળાં વન : બ્રશ કે છાંછાળાં (bristle) તેમજ સીમિત વૃદ્ધિવાળાં વૃક્ષ કે ક્ષુપ(shrub)ના વનસ્પતિ-સમૂહના વિસ્તારો. આવાં વનનાં વૃક્ષ કે ક્ષુપ કંટકમય હોય તે સામાન્ય બાબત હોવાથી વ્યાપક અર્થમાં કાંટાળાં વનમાં અંગ્રેજીમાં જેને ‘થૉર્ન ફૉરેસ્ટ’ તેમજ ‘સ્ક્રબલૅન્ડ’ કહે છે તે બંનેનો સમાવેશ થઈ જાય છે. આબોહવા : કાંટાળાં વનો શીતોષ્ણ કટિબંધ…

વધુ વાંચો >

કૉમિફોરા : જુઓ ગૂગળ

કૉમિફોરા : જુઓ ગૂગળ

વધુ વાંચો >

કૉર્બેટ જિમ

કૉર્બેટ, જિમ (જ. 25 ઑગસ્ટ 1875, નૈનિતાલ; અ. 19 એપ્રિલ 1955, કૉલૉની ઑવ્ કેન્યા) : કુમાઉં(ઉત્તર પ્રદેશ)ના માનવભક્ષી વાઘોના અઠંગ શિકારી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ અંગ્રેજ શિકારી. પિતા ક્રિસ્ટોફર ટપાલખાતાના અધિકારી. કૉર્બેટે મૅટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ લઈ અઢાર વરસની વયે રેલવેમાં નોકરી લીધી. હિમાલયના પ્રદેશમાં  વૅકેશન ગાળતાં જંગલજીવનનો સીધો પરિચય…

વધુ વાંચો >

ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા

ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા : વનવિસ્તારના અધિકારીઓની તાલીમ માટેની સરકાર હસ્તકની સંસ્થા. વનવિસ્તારની તાંત્રિક વ્યવસ્થામાં વનખંડ અધિકારીઓ (rangers) ઘણી અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. તેઓ વનસંરક્ષણમાં, વનવિકાસનાં કામોમાં તેમજ વનવિસ્તરણ માટેની વિવિધ પ્રક્રિયાઓમાં વન અંગેનાં કામો પરની ક્ષેત્રીય કક્ષાની દેખરેખ, તેની તાંત્રિક ચકાસણી, માપચકાસણી, તે માટેની નાણાકીય ચુકવણી, હિસાબી…

વધુ વાંચો >

નગોડ

નગોડ : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitex negundo Linn. (સં. निर्गुण्डी ;  હિં. शंबाऱु, शिवारी, निसिन्दा ; બં. નિસિન્દા, નિર્ગુન્ડી. મ. निसिन्दा, निगुडी, निर्गुण्डी, ગુ. નગોડ) છે. તે મોટું, સુરભિત (aromatic). 4.5 મી. ઊંચું ક્ષુપ છે. તેની ઉપશાખાઓ સફેદ ઘન રોમિલ (tomentose) હોય છે. કેટલીક…

વધુ વાંચો >

નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન

નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન : દેશનાં વનોનું સંરક્ષણ અને વનીકરણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ શકે તે માટે ભારત સરકારે સ્થાપેલી સંસ્થા. તાલીમ પામેલ મહેકમ(staff)ની અગત્ય નજર સમક્ષ રાખીને સરકારે અધિકારીઓ માટેની તાલીમ દહેરાદૂન ખાતે ઇન્ડિયન ફૉરેસ્ટ કૉલેજમાં આપવાની શરૂ કરી હતી. જ્યારે પરિક્ષેત્ર (range) કક્ષાએ કામો સોંપવામાં આવે તો તે…

વધુ વાંચો >

ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વનસંશોધન સંસ્થા)

ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વનસંશોધન સંસ્થા) : ભારતમાં વન અંગેનાં સંશોધનો સાથે સંકળાયેલી સંસ્થા. આ કાર્ય ભારતમાં લગભગ 1906માં આરંભાયું હોવાનો ઉલ્લેખ છે. આ કામગીરી દહેરાદૂન ખાતે ‘ઇમ્પીરિયલ ફૉરેસ્ટ કૉલેજ’ નામના વન મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સંસ્થામાં વનવિજ્ઞાન(forestry), વનપ્રબંધ (forest management), વનપ્રાણીશાસ્ત્ર, વનવનસ્પતિશાસ્ત્ર, વનઅર્થશાસ્ત્ર અને વનરસાયણશાસ્ત્ર…

વધુ વાંચો >

મધ

મધ : મધમાખીઓ દ્વારા વિવિધ પુષ્પોમાંથી ચુસાયેલા રસમાંથી તૈયાર થયેલ સ્વાદિષ્ટ અને સુગંધિત પદાર્થ (સં. મધુ.; મ. ગુ. મધ; હિં. મધુ., શહદ; ક. જેનુ તપ્પ; તે. તેની મલા; ત. તેન; અં. હની; લૅ. મેલ). મધપૂડામાં વસતી કામદાર માખીઓ ઇયળમાંથી બહાર નીકળ્યા પછી શરૂઆતના દિવસોમાં મધપૂડાનું સફાઈનું, ઇયળોને ખોરાક આપવાનું, મધપૂડામાં…

વધુ વાંચો >