Film
ઉમરાવજાન
ઉમરાવજાન : મુઘલ શાસન દરમિયાન ભારતમાં વિકસેલી અને ફેલાયેલી મુઘલ સંસ્કૃતિના ઓગણીસમી સદીના સમયગાળાનું ચિત્રણ આપતું મહત્વનું હિંદી કથાચલચિત્ર. નિર્માણ વર્ષ : 1981; અવધિ : 150 મિનિટ; કથા : મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવજાન અદા’ પર આધારિત; પટકથા, દિગ્દર્શન અને નિર્માણ : મુઝફ્ફરઅલી; છબીકલા : પ્રવીણ ભટ્ટ; સંકલન :…
વધુ વાંચો >ઉમાશશી
ઉમાશશી (જ. 1915 કોલકાતા, પશ્ચિમબંગાળ; અ. 6 ડિસેમ્બર, 2000, કોલકાતા) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના…
વધુ વાંચો >ઉસકી રોટી (1969)
ઉસકી રોટી (1969) : પ્રયોગશીલ હિન્દી ચલચિત્ર. વિખ્યાત લેખક તથા નાટ્યકાર મોહન રાકેશની એક ટૂંકી વાર્તા પર આધારિત આ ચલચિત્ર દિગ્દર્શક મણિ કૌલની સર્વપ્રથમ મહત્વની પ્રયોગશીલ સિનેકૃતિ છે. છબીકલા : કે. કે. મહાજન; શ્વેતશ્યામ; અભિનય : ગરિમા (બાલો) ટ્રક-ડ્રાઇવરની પત્નીના પાત્રમાં. પંજાબના ગ્રામવિસ્તારના શીખ ટ્રક-ડ્રાઇવરને ધોરી માર્ગ પર નિયમિત રીતે…
વધુ વાંચો >એ એઇટ ઍન્ડ અ હાફ (1963)
એ એઇટ ઍન્ડ અ હાફ (1963) : શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઑસ્કાર એવૉર્ડ પ્રાપ્ત કરનાર ચિત્રપટ. મૂળ ઇટાલિયન ફિલ્મ ‘ઑટો ઇ મેઝો’(Otto E Mezzo)નું અંગ્રેજી સંસ્કરણ. નિર્માતા : એન્જેલો રીઝોલી; કથાલેખક અને દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની; પટકથા : ફ્રેડરિકો ફેલિની, ઍન્તોનિયો ફ્લેઇનો, ટુલિયો પીનેલી તથા બ્રુનેલો રોન્દી; સંગીત : નીનો…
વધુ વાંચો >ઍટેનબરો, રિચાર્ડ (સર)
ઍટેનબરો, રિચાર્ડ (સર) (જ. 29 ઑગસ્ટ 1923, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 ઑગસ્ટ 2014 લંડન, ઇગ્લેન્ડ) : બ્રિટિશ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. તેમની ફિલ્મ-કારકિર્દી ચાર મહત્વના તબક્કામાં વહેંચાયેલી છે. 1942થી 1953 સુધીમાં નબળા, ડરપોક યુવાનની ભૂમિકાવાળાં પાત્રો તેમણે ભજવ્યાં. 1953થી 1960 સુધીનાં ચિત્રોમાં સખત, કઠોર અને રુક્ષ પાત્રોની ભૂમિકા ભજવી.…
વધુ વાંચો >ઍનિમલ (ફિલ્મ)
ઍનિમલ (ફિલ્મ) : ‘ઍનિમલ’ એ 2023ના ડિસેમ્બરમાં રજૂ થયેલી એક અત્યંત સફળ હિન્દી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન સંદીપ રેડી વાંગાએ કર્યું છે. ફિલ્મની અદાકારી રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને ત્રીપ્તી દીમરીએ કરી છે. ફિલ્મનાં ગીતો જુદા જુદા ગાયકોએ ગાયાં છે જેમાં એ. આર. રહેમાનનો પણ સમાવેશ…
વધુ વાંચો >ઍન્તૉનિયોની માઇકલએન્જેલો
ઍન્તૉનિયોની માઇકલએન્જેલો (જ. 29 સપ્ટેમ્બર 1912, ફેરારા, ઇટાલી; અ. 20 જુલાઈ 2007, રોમ, ઇટાલી) : ઇટાલિયન ફિલ્મસર્જક. બૉલોના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સાથે 1935માં સ્નાતક થયા. કારકિર્દીની શરૂઆત વર્તમાનપત્ર માટેનાં લખાણોથી થઈ. શરૂઆતમાં મેન્ટલ હૉસ્પિટલ ઉપર એક વૃત્તચિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો. 1935થી 1939 સુધી બૅન્કમાં નોકરી કરી. 1939માં રોમમાં વસવાટ…
વધુ વાંચો >ઍન્થની ક્વીન
ઍન્થની ક્વીન (જ. 21 એપ્રિલ 1915, મિહવાવા, મેક્સિકો; અ. 3 જૂન 2001, બોસ્ટન, માસાચૂસેટસ, યુ. એસ.) : અમેરિકી ચિત્રઅભિનેતા. મૂળ નામ ઍન્તૉનિયો ક્વિનોનેસ. સુવિખ્યાત અમેરિકન અભિનેતા. બાળ-અભિનેતા તરીકેની પશ્ચાદભૂમિકા ધરાવતા આ અભિનેતાનો પુખ્ત વયે પહોંચ્યા પછીનો પહેલો અભિનય ‘પેરોલ’ સિનેકૃતિ(1936)માં. ત્યારબાદ બહુસંખ્ય અભિનયની તેમની કારકિર્દી હોવા છતાં ‘ઑક્સ બો ઇન્સિડેન્ટ’…
વધુ વાંચો >એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ
એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ (લાસ્ટ ટ્રેન ફ્રૉમ મારિયેનબાદ) (1961) : વિખ્યાત ફ્રેન્ચ ચલચિત્ર. દિગ્દર્શક : આલાં રેને. નિર્માતા : પિયરે કોરોઉ (પ્રીસીટેલ), રેમૉન્ડ ફ્રોમેન્ટ (ટેરાફિલ્મ). પટકથા : એલાં રૉબ ગ્રીયે. સંગીત : ફ્રાન્સિસ સિરીઝ. અભિનયવૃંદ : ડેલ્ફીન સીરીગ, જ્યૉર્જિયો આલ્બર્ટાઝી, સાચા પીટોઇફ. કથાના પ્રસંગો – ઘટનાઓની સૂક્ષ્મ વાસ્તવિકતા પર લક્ષ્ય…
વધુ વાંચો >