Film

માકર્સ બ્રધર્સ

માકર્સ બ્રધર્સ (જ. હયાત : 1891થી 1979 વચ્ચે ન્યૂયૉર્ક સિટી) : હાસ્યકાર અભિનેતાઓનો પરિવાર. તેમાં 4 ભાઈઓનો સમાવેશ થાય છે : જુલિયસ (1895–1977) અથવા ગ્રૂચો; લિયોનાર્દ (1891–1961) અથવા ચિકો; આર્થર (1893–1961) અથવા હાર્પો અને હર્બર્ટ (1901–79) અથવા ઝિપ્પો. તેમણે તેમની કારકિર્દીનો આરંભ કર્યો નૃત્ય-નાટક-સંગીતના મનોરંજક કાર્યક્રમોથી; તે વૃંદ ‘સિક્સ મ્યૂઝિકલ…

વધુ વાંચો >

માર્ટિન, સ્ટીવ

માર્ટિન, સ્ટીવ (જ. 1945, વાકૉ, ટેક્સાસ) : ફિલ્મ અભિનેતા. ટેલિવિઝન માટેના કૉમેડી-લેખક તરીકે તેમને 1968માં ‘ધ સ્મૉધર્સ બ્રધર્સ કૉમેડી અવર’ બદલ ઍમી ઍવૉર્ડ મળ્યો હતો અને 1975માં ‘વૅનડાઇક ઍન્ડ કંપની’ બદલ ઉક્ત ઍવૉર્ડ માટે તેમનું નામાંકન (nomination) પણ થયું હતું. તેમણે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો ‘ધી ઍબ્સન્ટ-માઇન્ડેડ વેટર’થી 1977માં; ઉત્તમ…

વધુ વાંચો >

માલવપતિ મુંજ (1976)

માલવપતિ મુંજ (1976) : ગુજરાતી ચલચિત્ર. સુપ્રસિદ્ધ ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’ પર આધારિત, ધંધાદારી ગુજરાતી રંગભૂમિનું નાટક ‘માલવપતિ મુંજ’ સ્વ. પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે તૈયાર કર્યું હતું. આ નાટક શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા 1924માં ભજવાયું હતું અને ત્યારે તે લોકપ્રિય પણ નીવડ્યું હતું. આ પ્રસિદ્ધ…

વધુ વાંચો >

માસ્ત્રોઇયાની, માર્સેલો

માસ્ત્રોઇયાની, માર્સેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્ટાના લીરી, ઇટાલી; અ. 1996) : ત્રણ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ રહેલા ઇટાલિયન અભિનેતા. વિવેચકોએ એકમતે તેમના વિશે કહ્યું હતું કે ‘તેઓ જેટલું પોતાના હોઠ વડે કહે છે, તેનાથી વધુ તેમની ભાવપૂર્ણ આંખો દ્વારા કહે છે.’ ગરીબ કિસાન પરિવારમાં જન્મેલા માર્સેલો બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

મિકી માઉસ

મિકી માઉસ (Mickey Mouse) : વિશ્વમાં કાર્ટૂન-ચિત્રોના પિતામહ ગણાતા વૉલ્ટ ડિઝનીએ કાર્ટૂન-ચિત્રો માટે સર્જેલું ઉંદરનું એક અત્યંત લોકપ્રિય પાત્ર. 1928માં આ પાત્રનું સર્જન થયું; પણ આટલાં વર્ષો પછીયે તેની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. જોકે આ પાત્રના સર્જન પછી પ્રારંભે વૉલ્ટ ડિઝનીને ઘણી ટીકાઓ અને મજાકના ભોગ બનવું પડ્યું. હતું.…

વધુ વાંચો >

મિનેલી, લિઝા

મિનેલી, લિઝા (જ. 12 માર્ચ 1946, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં અભિનેત્રી અને ગાયિકા. રૂપેરી પડદા પર સૌપ્રથમ વાર તેમણે પોતાનાં માતાએ તૈયાર કરેલા ચલચિત્ર ‘ઇન ધ ગુડ ઓલ્ડ સમરટાઇમ’(1949)માં અભિનેત્રી તરીકે દેખા દીધી. 1965માં ‘ફલૉરા, ધ રેડ મિનૅસ’માંના અભિનય બદલ ટૉની ઍવૉર્ડનાં વિજેતા બન્યાં. આ પદક મેળવનારાં તે સૌથી…

વધુ વાંચો >

મિફ્યુન, તોશિરો

મિફ્યુન, તોશિરો (જ. 1 એપ્રિલ 1920, ત્સિંગતાઓ, ચીન; અ. 24 ડિસેમ્બર 1997, ટોકિયો, જાપાન) : જાપાની અભિનેતા. ચીનમાં વસતા જાપાની પરિવારમાં જન્મેલા આ પ્રતિભાશાળી અભિનેતાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની લશ્કરમાં રહીને ફરજ બજાવી હતી. એ પછી ‘કલાકાર શોધ-સ્પર્ધા’માં ભાગ લઈને તેમણે 1946માં ‘ધિસ ફૂલિસ ટાઇમ્સ’ ચિત્રમાં કામ કરીને અભિનયની કારકિર્દીનો…

વધુ વાંચો >

મિર્ચ મસાલા

મિર્ચ મસાલા : કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત બહુચર્ચિત ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1985. નિર્માણ-કંપની : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. કથા : ચુનીલાલ મડિયા. પટકથા : હૃદય લાની અને ત્રિપુરારિ શર્મા. ગીતરચના : બાબુભાઈ રાણપરા.  ચિત્રાંકન : જહાંગીર ચૌધરી. સંગીત : રજત ધોળકિયા. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ઓમ પુરી,…

વધુ વાંચો >

મિલ્સ, જૉન (સર)

મિલ્સ, જૉન (સર) (લૂઈ અર્નેસ્ટ વૉટ્સ) (જ. 22 ફેબ્રુઆરી 1908, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 2005, દેનહામ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના નામી અભિનેતા અને દિગ્દર્શક. તેમણે સૌપ્રથમ પ્રારંભ કર્યો રંગભૂમિ પરના અભિનયથી 1929માં. 1930ના દશકા દરમિયાન હળવી કૉમેડી તથા સંગીતનાટિકાઓમાંના અભિનયથી તેઓ બેહદ લોકપ્રિય નીવડ્યા. તેમને સવિશેષ નામના મળી ફિલ્મ-અભિનેતા તરીકે.…

વધુ વાંચો >

મિલ્સ, હૅલી

મિલ્સ, હૅલી (જ. 18 એપ્રિલ 1946, લંડન, ઇંગ્લૅન્ડ) : આંગ્લ ફિલ્મ-અભિનેત્રી. તેઓ અભિનયના સંસ્કારોવાળા પરિવારમાં ઊછર્યાં હતાં. તેમણે ફિલ્મ-અભિનયના ક્ષેત્રે પ્રારંભ કર્યો. તેમના પિતા જૉન મિલ્સ સાથે 1959માં ‘ટાઇગર બૅ’થી. 1960માં રજૂ થયેલી ‘પૉલિયાન્ના’ના અભિનય બદલ તેમને સ્પેશિયલ ઑસ્કાર ઍવૉર્ડ અપાયો હતો. ત્યારપછી તે ‘ધ પૅરન્ટ ટ્રૅપ’ (1961), ‘વ્હિસલ ડાઉન…

વધુ વાંચો >