English literature
સ્ટોન ઇરવિંગ
સ્ટોન, ઇરવિંગ (જ. 1903, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; અ. 1989) : અમેરિકાના લોકપ્રિય નવલકથાકાર અને નાટ્યલેખક. તેમણે કૅલિફૉર્નિયા, બર્કલી તથા સાઉથ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓ ખાતે અભ્યાસ કર્યો. કેટલીક વાર તે બિનકથાત્મક (non-fiction) નવલકથાના લેખક-સર્જક તરીકેનો યશ પામ્યા છે; તેના પ્રારંભરૂપ નવલકૃતિ તે વાન ગૉગના જીવન પર આધારિત કથા ‘લસ્ટ ફૉર લાઇફ’ (1934);…
વધુ વાંચો >સ્ટ્રેચી (ગાઇલ્સ) લિટન
સ્ટ્રેચી, (ગાઇલ્સ) લિટન (જ. 1 માર્ચ 1880, લંડન; અ. 21 જાન્યુઆરી 1932, હેમ સ્પ્રે હાઉસ, બર્કશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ચરિત્રકાર અને વિવેચક. પિતા લશ્કરમાં વહીવટી અધિકારી હતા. ભારતમાં તેમણે 30 વર્ષ સુધી સેવા આપેલી. સ્ટ્રેચી ભાઈબહેનોમાં અગિયારમું સંતાન હતા. તેમનું નામ તે સમયના વાઇસરૉય લિટનના નામ પરથી પાડવામાં આવેલું. સ્ટ્રેચીના…
વધુ વાંચો >સ્નો ચાર્લ્સ પર્સી ફર્સ્ટ બૅરન સ્નો ઑવ્ લેસ્ટર
સ્નો, ચાર્લ્સ પર્સી, ફર્સ્ટ બૅરન સ્નો ઑવ્ લેસ્ટર (જ. 15 ઑક્ટોબર 1905, લેસ્ટર, લિસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1 જુલાઈ 1980, લંડન) : બ્રિટિશ સાહિત્યકાર અને વૈજ્ઞાનિક. પિતા દેવળમાં સંગીતકાર. 1950માં પામેલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લિસ્ટર યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને 1930માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1930–1950 સુધી ક્રાઇસ્ટ કૉલેજના…
વધુ વાંચો >સ્પેન્સર એડમન્ડ
સ્પેન્સર, એડમન્ડ (જ. 1552/1553, લંડન; અ. 13 જાન્યુઆરી 1599, વેસ્ટમિન્સ્ટર, લંડન) : અંગ્રેજ કવિ. ‘ધ ફેરી ક્વીન’ નામના સુદીર્ઘ કાવ્ય અને ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા’ નામના પદ્યબંધથી સુપ્રસિદ્ધ. તેમના જીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે. તેમનો નાતો મિડલૅન્ડ્ઝના સ્પેન્સર (Spencer) પરિવાર સાથે હતો. આ કુટુંબની ત્રણ સન્નારીઓ- કૅરી, કૉમ્પ્ટન અને સ્ટ્રેન્જને…
વધુ વાંચો >સ્મિથ ઝેદી
સ્મિથ, ઝેદી (જ. 1975, લંડન) : બ્રિટિશ મહિલા નવલકથાકાર. મૂળ નામ સેદી સ્મિથ. માતા જમૈકાનાં વતની અને પિતા અંગ્રેજ. 14 વર્ષની ઉંમરે પોતાના નામ Sadieનો સ્પેલિંગ તેમણે Zadie રાખ્યો. નાનપણમાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખતા. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. 1998માં બી.એ.ની ઉપાધિ મેળવી. ઝેદી સ્મિથ આ ગાળામાં ‘વ્હાઇટ…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હર્નાન્દેઝ યોઝ
હર્નાન્દેઝ, યોઝ (જ. 10 નવેમ્બર 1834, ચેક્રા દ પ્યુરેડન, બિયોનેસ એરિસ; અ. 21 ઑક્ટોબર 1886, બેલ્ગ્રેનો, બિયોનેસ એરિસ) : આર્જેન્ટિન કવિ, આર્જેન્ટિના અને પમ્પાસનાં ઘાસનાં મેદાનોમાં ઘોડા પર સવાર થઈને ઘેટાં ચારતી વિચરતી જાતિના હૂબહૂ ચિત્રણ માટે જાણીતા. યોઝ હર્નાન્દેઝ માંદગીના કારણે 14 વર્ષની વયે તેમણે બિયોનેસ એરિસ છોડ્યું અને…
વધુ વાંચો >હર્બર્ટ જ્યૉર્જ
હર્બર્ટ જ્યૉર્જ (જ. 3 એપ્રિલ 1593, મૉન્ટ્ગોમેરી, વેલ્સ; અ. 1 માર્ચ 1633, બેમેર્ટન, વિલ્ટશાયર) : અંગ્રેજી આધ્યાત્મિક કવિ. જાણીતા તત્વજ્ઞાની તથા કવિ ઍડવર્ડ હર્બર્ટના નાના ભાઈ. શબ્દોની પસંદગીની પ્રભાવકતા તથા શુદ્ધતા માટે નોંધપાત્ર. તેમની માત્ર 3 વર્ષની વયે પિતાનું અવસાન થયું. 1608માં માતાએ ફરી લગ્ન કર્યાં. ઘર, વેસ્ટમિન્સ્ટર શાળા અને…
વધુ વાંચો >હલ સારા જૉસેફ (બ્યુલ)
હલ, સારા જૉસેફ (બ્યુલ) (જ. 24 ઑક્ટોબર 1788, ન્યૂ પૉટ, ન્યૂ હેમ્પશાયર, અમેરિકા; અ. 30 એપ્રિલ 1879, ફિલાડેલ્ફિયા) : અમેરિકાની મહિલાવાદી નેત્રી, કવયિત્રી, નવલકથાકાર અને સંપાદક. અઢારમી સદીના આરંભે અમેરિકામાં મહિલાશિક્ષણ નહિવત્ હતું ત્યારે ભાઈ હોરેશિયો પાસે વાંચન-લેખન શીખી, મોડેથી સ્નાતક બન્યાં તેમજ થોડા સમય માટે શિક્ષિકા બન્યાં. 25ની વયે…
વધુ વાંચો >હાર્ડી ટૉમસ
હાર્ડી, ટૉમસ (જ. 2 જૂન 1840, અપર બોખેમ્પ્ટન, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1928, ડોર્ચેસ્ટર, ડોર્સેટ) : અંગ્રેજ કવિ અને રાષ્ટ્રના મુખ્ય પ્રાદેશિક નવલકથાકારો પૈકીના નૈર્ઋત્ય વાળા ઇંગ્લૅન્ડના વેસેક્સ નામના એક કાલ્પનિક પ્રદેશની પૃષ્ઠ ભૂમિકામાં લખાયેલી નવલકથાઓના રચયિતા. ‘ધ રીટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878), ‘ધ મેયર ઑવ્ કેસ્ટરબ્રિજ’ (1886), ‘ટેસ…
વધુ વાંચો >