Economics

ઉત્પાદન (અર્થશાસ્ત્ર)

ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

ઉદ્યોગીકરણ

ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…

વધુ વાંચો >

ઉપભોક્તા(ગ્રાહક)ની સર્વોપરિતા

ઉપભોક્તા(ગ્રાહક)ની સર્વોપરિતા : બજારતંત્રનાં વલણો પર સીધી અસર કરવાની અબાધિત શક્તિ. ઉપભોક્તા(ગ્રાહક)વર્ગ આર્થિક સાધનોની વહેંચણી તથા તેમના ઉત્પાદનનું કદ અને સ્વરૂપ નિર્ધારિત કરવા કરી શકે છે. કોઈ પણ અર્થતંત્રમાં જે કેટલાક પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે તેમાંનો એક પ્રશ્ન છે : કઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવું ? મૂળભૂત…

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર)

ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં નૈતિક અને રાજકીય તત્વચિંતનના ક્ષેત્રે પ્રભાવક બનેલી વિચારસરણી પશ્ચિમી તત્વજ્ઞાનના ઉપયોગિતાવાદ(utilitarianism)ના સિદ્ધાંત મુજબ કોઈ પણ કાર્ય નૈતિક ર્દષ્ટિએ યોગ્ય (right) છે કે અયોગ્ય (wrong) છે તે અંગેનો નિર્ણય તે કાર્યોનાં પરિણામો નૈતિક રીતે સારાં (good) છે કે ખરાબ (bad) છે તેને આધારે જ કરવો જોઈએ.…

વધુ વાંચો >

ઋણમોકૂફી

ઋણમોકૂફી (moratorium) : ઋણની સમયસરની ચુકવણીની ફરજમાંથી અમુક સમય માટે દેવાદારોને અપાતી વૈધિક મુક્તિ. દેશના આંતરિક દેવાદારોને આવી મુક્તિ સરકારના ફરમાન દ્વારા આપવામાં આવે છે, તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તર પર તે ઋણ આપનાર સંસ્થા બે પક્ષ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર આપે છે. ફરજિયાત ધોરણે ભરતી કરાયેલા (conscripted) સૈનિકોને આવી સવલત…

વધુ વાંચો >

એકમલક્ષી અર્થશાસ્ત્ર

એકમલક્ષી અર્થશાસ્ત્ર (micro-economics) : દરેક આર્થિક ઘટકના વર્તનનો સ્વતંત્ર અને મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં થતો અભ્યાસ. સમગ્ર અર્થતંત્ર કે કોઈ એક આર્થિક પદ્ધતિ(system)નો એકસાથે સર્વાંગીણ અભ્યાસ કરવાને બદલે તેના દરેક વિભાગ કે ઘટકને અન્યથી જુદો પાડી, તેમાંથી માત્ર કોઈ એક એકમ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી પ્રક્રિયા કે વર્તનનું વિશ્લેષણ એટલે એકમલક્ષી આર્થિક…

વધુ વાંચો >

એક્ઝિમ બૅન્ક

એક્ઝિમ બૅન્ક (Exim Bank  Export Import Bank of India) : ભારતની આયાત-નિર્યાત બૅન્ક. તે રાષ્ટ્રના આયાત-નિર્યાત વ્યાપારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતી, નિર્યાત-સંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંકલન કરનારી અને નિર્યાતપ્રોત્સાહક શાખ-સગવડો પૂરી પાડનારી ભારતની અગ્રિમ નાણાકીય સંસ્થા છે. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની નાણાકીય સંકલનની કાર્યવહી માટે લોકસભાએ પસાર કરેલા વિશિષ્ટ કાયદાની રૂએ એક્ઝિમ બૅન્ક…

વધુ વાંચો >

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ : વિનિમય બજારમાં દરમિયાનગીરી કરવાના હેતુથી મધ્યસ્થ અંકુશ હેઠળ ભેગું કરવામાં આવેલું અસ્કામતોનું અલાયદું ભંડોળ. દેશના ચલણના વિનિમયદરમાં ટૂંકા ગાળામાં થતી અનિચ્છનીય ઊથલપાથલને અટકાવવા માટે સોના તથા વિદેશી ચલણ જેવી અસ્કામતોનો તેમાં સમાવેશ થતો હતો. 1930 પછી સુવર્ણધોરણની વ્યવસ્થા રદ થયા પછી દેશનો હૂંડિયામણનો દર બજારનાં પરિબળો…

વધુ વાંચો >

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો (Edgeworth Francis Ysidro) (જ. 8 ફેબ્રુઆરી 1845, આયર્લેન્ડ; અ. 13 ફેબ્રુઆરી 1926, ઑક્સફર્ડ, ઑક્સફર્ડશાયર, ઇગ્લેન્ડ) : નવ્ય પ્રશિષ્ટવાદ (neo-classical) વિચારસરણીના સુવિખ્યાત અંગ્રેજ ગાણિતિક અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી. તેમની કેટલીક મૌલિક પરિકલ્પનાઓએ આર્થિક વિશ્લેષણની પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. ડબ્લિન તથા ઑક્સફૉર્ડમાં શિક્ષણ. પ્રથમ વર્ગમાં ઑનર્સ પદવી 1869માં મેળવી.…

વધુ વાંચો >

એન્જેલ, નૉર્મન (સર)

એન્જેલ, નૉર્મન (સર) (જ. 26 ડિસેમ્બર 1873, હોલબીચ, ઇંગ્લૅન્ડ; અ. 7 ઑક્ટોબર 1967, સરે, ઇનગ્લેન્ડ) : 1933માં શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર બ્રિટનના અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય શાંતિનો પુરસ્કર્તા. મૂળ નામ રાલ્ફ નૉર્મન લેન. અમેરિકાના લાંબા સમયના નિવાસ દરમિયાન દેશ દેશ વચ્ચે લોકોમાં પ્રવર્તતા ભ્રમ વિશે તે જાગ્રત થયા અને તેના આધારે…

વધુ વાંચો >