Economics

લૉઇડ્ઝ વીમા નિગમ

લૉઇડ્ઝ વીમા નિગમ : બ્રિટનનું જાણીતું વીમા નિગમ. ઇંગ્લૅન્ડમાં રાજકીય અને વાણિજ્ય વ્યવહારોમાં અલિખિત નિયમો અને રૂઢિઓનું વર્ચસ્ છે. આ વ્યવહારોમાં ભાગ લેતી વ્યક્તિઓનું ઊંચું ચારિત્ર્ય આ વ્યવહારોને સુપેરે ચલાવે છે. જો ઇંગ્લૅન્ડમાં રાજકીય ક્ષેત્રે તેના અલિખિત બંધારણનું ઉદાહરણ આપી શકાય તો વાણિજ્ય ક્ષેત્રમાં તેના વીમા વ્યવસાયીઓ/ધંધાદારીઓના મંડળ લૉઇડ્ઝનું ઉદાહરણ…

વધુ વાંચો >

લોન

લોન : ધંધાદારી અથવા સામાન્ય વ્યક્તિ પાસે પોતાની આગવી મૂડી અપર્યાપ્ત હોય ત્યારે અન્ય પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં. સામાન્ય રીતે ધંધા માટે લોન લેવામાં આવે છે, પરંતુ ઊંચી અને ટકાઉ કિંમતની અસ્કામતો જેવી કે જમીન, મકાન અને મોટરકાર ખરીદવા માટે પણ લોન લેવાનું ચલણ છે. આર્થિક વ્યવહારની આ પ્રકારની લેવડદેવડ…

વધુ વાંચો >

વકીલ, સી. એન.

વકીલ, સી. એન. (જ. 22 ઑગસ્ટ 1895, હાંસોટ, દક્ષિણ ગુજરાત; અ. 26 ઑક્ટોબર 1979, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ. આખું નામ ચંદુલાલ નગીનલાલ વકીલ. પિતા નગીનલાલ સામાન્ય નોકરી કરતા હતા. તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1916માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર મુખ્ય…

વધુ વાંચો >

વટાવગૃહ (Discount House)

વટાવગૃહ (Discount House) : વિનિમયપત્ર પાકે તે અગાઉ તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદવાનો ધંધો કરતાં લંડનનાં વ્યાપારીગૃહો. ઇંગ્લૅન્ડમાં મોટાભાગની પ્રવૃત્તિઓ રૂઢિગત રીતે ચાલે છે. લંડનનું નાણાંબજાર વિશ્વમાં જૂનામાં જૂનું નાણાંબજાર છે. આ બજારમાં પણ રૂઢિઓ ક્રમશ: તૈયાર થઈ જેના એક ભાગસ્વરૂપ વટાવગૃહ છે. નાણાંબજારની પ્રવૃત્તિઓનું એકમ નાણું છે.…

વધુ વાંચો >

વપરાશ (consumption)

વપરાશ (consumption) : વ્યક્તિઓ, સંસ્થાઓ તથા સરકારે તેમની વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે કરેલો ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ. સમગ્ર અર્થતંત્રમાં વપરાશની ચીજવસ્તુઓ તથા સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વપરાશી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં ઉત્પાદન તથા રોજગારીની સપાટી નક્કી કરવાની દૃષ્ટિએ વપરાશ પાછળ થતું ખર્ચ અગત્યનું છે. લોકો જ્યારે…

વધુ વાંચો >

વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ

વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ : આંતરરાષ્ટ્રીય સ્તર પર મજૂરમંડળો વચ્ચે સહકાર સ્થાપવા માટે રચવામાં આવેલી મજૂરમંડળોની સંસ્થા. સ્થાપના 1949. તે પૂર્વે 1945માં આ જ હેતુને સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની મજૂરમંડળોની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી, જેનું મૂળ નામ વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ (WFTU) રાખવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

વલણ-પૃથક્કરણ

વલણ-પૃથક્કરણ : નિશ્ચિત સમયગાળા દરમિયાન બનેલી શ્રેણીબંધ ઘટનાઓએ પકડેલા માર્ગનું વિશ્લેષણ. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ કેટલીક ઘટનાઓની હારમાળા સર્જાય છે અને તે એક તરફની ચોક્કસ દિશા પકડે છે. દા. ત., કોઈ એક ચીજના એક નંગના ભાવ ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂ. 5, બીજા વર્ષે…

વધુ વાંચો >

વસ્તી

વસ્તી પૃથ્વી પર વસવાટ કરતી જનસંખ્યા. વીસમી સદીમાં વિશ્વના દેશોએ બે વિશ્વયુદ્ધો જોયાં, તેની ગંભીરતા જાણી અને અનુભવી. અનેક દેશોને ઓછુંવત્તું સહન કરવું પડ્યું. શાંતિ જાળવી રાખવામાં યુદ્ધ કેટલું નુકસાનકારક છે તેનો પણ ખ્યાલ આવ્યો. અણુબૉમ્બથી થયેલી ખુવારી તેમજ તેની દૂરગામી અસરો જોયા પછીથી વિશ્વના દેશો યુદ્ધનો વિરોધ કરતા રહ્યા…

વધુ વાંચો >

વસ્તીવિદ્યા (Demography)

વસ્તીવિદ્યા (Demography) : જીવન-મરણ, આરોગ્ય, વગેરે અંગેનું આંકડાશાસ્ત્ર. તે માનવવસ્તીના આંકડાશાસ્ત્ર (demography) તરીકે જાણીતું છે. તેમાં જન્મ-મરણના દર ઉપરાંત લોકોની હેરફેર અને વસ્તીના ફેરફાર પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. 1. વસ્તીવિદ્યાનો ઇતિહાસ અને તેનાં લક્ષણો : પૃથ્વી પર છેલ્લાં વીસથી પચીસ લાખ વર્ષોથી માનવજાતિ વસે છે…

વધુ વાંચો >

વસ્તી (પરિસ્થિતિવિદ્યા)

વસ્તી (પરિસ્થિતિવિદ્યા) સજીવની કોઈ એક જાતિનો સમૂહ. કોઈ પણ સજીવની વસ્તીનો પરિસ્થિતિવિદ્યાની દૃષ્ટિએ પણ અભ્યાસ કરવામાં આવે છે; જેમાં એક જ જાતિઓની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે સમુચ્ચયન (aggregation), સજીવનું આંતર-અવલંબન તેમજ વિવિધ પરિબળો કે જે આ પ્રક્રિયાઓ પર અસર કરે છે, તેમનો અભ્યાસ કરવામાં આવે છે. તે આધુનિક પરિસ્થિતિવિદ્યાનું અગત્યનું…

વધુ વાંચો >