Economics

જૉબર

જૉબર : લંડન શૅરબજારનો સભ્ય. તે શૅર અને જામીનગીરીઓમાં વાસ્તવિક લે-વેચ કરે છે; પરંતુ રોકાણકાર સાથે સીધેસીધા સંપર્કમાં આવતો નથી. ફક્ત શૅરદલાલો સાથે જ વહેવાર અને વેપાર કરે છે. દલાલો રોકાણકારો વતી કાર્ય કરે છે. જૉબર અમુક શૅરના લૉટ કે અમુક ગ્રૂપ માટે જ કાર્ય કરે છે; જેમ કે, ગિલ્ટ-એજેડ…

વધુ વાંચો >

જૉહૉક્સ લિયોન

જૉહૉક્સ લિયોન (જ. 1 જુલાઈ 1879, પૅરિસ; અ. 28 એપ્રિલ 1954, પૅરિસ) : ફ્રાન્સના સમાજવાદી મજૂર-નેતા તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા (1951). સોળમા વર્ષે દીવાસળીના કારખાનામાં કામદાર તરીકે દાખલ થયા. 1906માં દીવાસળીના કામદારોના રાષ્ટ્રીય સ્તરના મજૂરમંડળના મંત્રી બન્યા. 1909માં કૉન્ફેડરેશન જનરલ દ ટ્રાવલના મહામંત્રી નિમાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પૂર્વે…

વધુ વાંચો >

ઝૉલવરાઇન સંઘ

ઝૉલવરાઇન સંઘ : જર્મન ભાષામાં ‘ઝૉલવરાઇન’ (zollverein) તરીકે જાણીતો (જર્મન) જકાતી સંઘ. તેની સ્થાપના પ્રશિયાના નેતૃત્વ હેઠળ 1834માં કરવામાં આવી, પરિણામે તે સમયના જર્મનીમાં આવેલાં મોટાભાગનાં રાજ્યો વચ્ચેની જકાતી દીવાલ નાબૂદ કરવામાં આવી અને મુક્ત વ્યાપારનો વિસ્તાર રચવામાં આવ્યો. મુક્ત અર્થતંત્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ફ્રેડરિક લિસ્ટ જેવા જર્મન અર્થશાસ્ત્રીઓના પ્રભાવ…

વધુ વાંચો >

ટંકશાળ

ટંકશાળ : દેશ માટે કાયદેસરના ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળનું અધિકૃત તંત્ર. ધાતુઓના ગઠ્ઠાઓને પિગાળીને સળિયામાં ઢાળવા, સળિયાના સપાટ સમતલ પટ્ટા બનાવીને પછી પટ્ટીઓ બનાવવી, પટ્ટીઓમાંથી ચપટી ગોળાકાર ચકતીઓ કાપીને તેમનું વજન બંધબેસતું કરવું, ચકતીઓને તેજાબ વડે સાફ કરીને તેમની કિનારીઓ બનાવવી તથા યાંત્રિક પ્રહાર દ્વારા તેમની ઉપર છાપ ઉપસાવવી…

વધુ વાંચો >

ટાઉસિગ, ફ્રૅન્ક વિલિયમ

ટાઉસિગ, ફ્રૅન્ક વિલિયમ (જ. 8 ડિસેમ્બર 1859, સેન્ટ લુઈ, અમેરિકા; અ. 11 નવેમ્બર 1940, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : જાણીતા અમેરિકન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. વતન પ્રાગથી દેશાંતર કરીને અમેરિકામાં વસેલા સફળ ડૉક્ટર અને વ્યાપારીના પુત્ર. 1879માં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા પછી ઇંગ્લૅન્ડ અને યુરોપનો પ્રવાસ ખેડ્યો અને તે…

વધુ વાંચો >

ટિન્બર્જન, યાન

ટિન્બર્જન, યાન (જ. 12 એપ્રિલ 1903, ધ હેગ, અ. 9 જૂન 1994) : વિખ્યાત ડચ અર્થશાસ્ત્રી અને 1969ના અર્થશાસ્ત્ર માટેના પ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા તથા નિકોલાસ ટિન્બર્જનના ભાઈ. 1929માં લંડન યુનિવર્સિટીમાંથી ‘મિનિમમ પ્રૉબ્લેમ્સ ઇન ફિઝિક્સ ઍન્ડ  ઇકૉનૉમિક્સ’ વિષય પર લખેલા મહાનિબંધ પર પીએચ.ડી. પ્રાપ્ત કરી. 1929–45 દરમિયાન નેધરલૅન્ડ્ઝમાં સેન્ટ્રલ બ્યૂરો…

વધુ વાંચો >

ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર)

ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર) : વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધિ માટે ઉપયોગમાં લેવાતાં સાધન અને પદ્ધતિનું સર્વસ્પર્શી જ્ઞાન. માનવજીવનને સ્પર્શતા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનાં સ્તર અને ગુણવત્તાને સુધારવા માટે ઉપયોગી નીવડતાં જ્ઞાનકૌશલ્ય તથા પ્રક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. માનવજાત દ્વારા પોતાની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે આજદિન સુધી ઉપયોગમાં લેવાયેલી શોધખોળોનો…

વધુ વાંચો >

ટેલર-પ્રથા

ટેલર-પ્રથા : બેરર–ચેકની ચુકવણી માટેની એક પદ્ધતિ. ગ્રાહકોએ પોતાના ચેક વટાવવા માટે બૅંકના કાઉન્ટર ઉપર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેના વિકલ્પમાં ટેલરપદ્ધતિ શરૂ થઈ છે. પ્રાયોગિક ધોરણે ભારતની કેટલીક વાણિજ્ય–બૅંકોએ ટેલરપદ્ધતિનો વિકાસ શરૂ કરેલ છે. પરંતુ દરેક બૅંકની પદ્ધતિ અલગ અલગ હોય છે. મુખ્ય પદ્ધતિમાં સતત ચાલુ…

વધુ વાંચો >

ટૉની, રિચર્ડ હેન્રી

ટૉની, રિચર્ડ હેન્રી (જ. 30 નવેમ્બર 1880, કૉલકાતા; અ. 16 જાન્યુઆરી 1962) : અર્થશાસ્ત્રના ઇતિહાસના મીમાંસક. પિતા કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજના આચાર્ય તથા સંસ્કૃતના પંડિત હતા. ઑક્સફર્ડ (ઇંગ્લૅન્ડ) ખાતે શિક્ષણ પૂરું કર્યા પછી ‘વર્કર્સ એજ્યુકેશન ઍસોસિયેશન’ના સક્રિય સભાસદ બન્યા અને 1928થી 1944 દરમિયાન તે સંસ્થાના પ્રમુખ રહ્યા. દરમિયાન ઑક્સફર્ડ ખાતે કામદારો…

વધુ વાંચો >

ટોબિન, જેમ્સ

ટોબિન, જેમ્સ (જ. 5 માર્ચ 1918, શામ્પેન, ઇલિનૉઇસ, યુ.એસ.) : અર્થશાસ્ત્રના 1981ના નોબેલ પુરસ્કારના વિજેતા. 1939માં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી તથા 1947માં તે જ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1950–61 દરમિયાન અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસર અને સાથોસાથ અમેરિકાની વિખ્યાત સંશોધનસંસ્થા કાઉત્સ ફાઉન્ડેશન ફૉર ઇકૉનૉમિક…

વધુ વાંચો >