Economics

અર્થપરાયણ માનવી

અર્થપરાયણ માનવી : ટાંચાં સાધનોના ઇષ્ટ અને મહત્તમ ઉપયોગ વડે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી તેની વપરાશ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષી મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાના ધ્યેયને વરેલો માનવી. પૃથ્વી પર જન્મેલા દરેક માનવીને ઓછાવત્તા પ્રમાણમાં જરૂરિયાતો તો હોય છે જ અને સભ્યતા તથા સંસ્કૃતિના વિકાસ સાથે તેની જરૂરિયાતોમાં વધારો પણ…

વધુ વાંચો >

અલઘ વાય. કે.

અલઘ, વાય. કે. (જ. 14 ફેબ્રુઆરી 1939, ચકવાલ-પંજાબ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેળવણીકાર તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી. પૂરું નામ યોગેન્દ્રકુમાર ભગતરામ અલઘ. માતાનું નામ પ્રકાશ. ભારતમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં રાજસ્થાન યુનિવર્સિટીના એમ.એ. થયા પછી અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં શરૂઆતમાં એમ.એ. અને ત્યારબાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1964-65માં તે યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

અલ્પવિકાસ

અલ્પવિકાસ : અર્થતંત્રની સ્થગિતતા કે પરિવર્તનના અભાવમાંથી સર્જાતી આર્થિક પરિસ્થિતિ. દેશના અર્થતંત્રમાં પ્રાપ્ય સાધનોનો ઇષ્ટ તથા મહત્તમ ઉપયોગ કરવાથી આર્થિક વિકાસની જે સપાટી પ્રાપ્ત થઈ શકે તેનાથી નિમ્ન સ્તર અર્થતંત્રના અલ્પવિકાસનો નિર્દેશ કરે છે. અલ્પવિકાસ એ એક સાપેક્ષ ખ્યાલ છે. આર્થિક પરિબળોના સંદર્ભમાં વિકાસની ભિન્ન ભિન્ન અપેક્ષિત સપાટી ધ્યાનમાં લઈને…

વધુ વાંચો >

અલ્પહસ્તક ઇજારો

અલ્પહસ્તક ઇજારો (oligopoly) : વેચનારાઓની અલ્પસંખ્યા ધરાવતું બજાર – આવા બજારને ‘અલ્પસંખ્યક વેચનારાઓ વચ્ચેની હરીફાઈ’ (competition among a few) એવું નામ આપવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારો – આ બે અંતિમ પરિસ્થિતિ વચ્ચે દેખાતી અપૂર્ણ હરીફાઈને તેના વિશિષ્ટ સ્વરૂપે અલ્પહસ્તક ઇજારામાં જોવા મળે છે. કુલ પુરવઠાનો મહત્વનો ભાગ…

વધુ વાંચો >

અવમૂલ્યન

અવમૂલ્યન (devaluation) : દેશના ચલણના બાહ્ય મૂલ્યમાં સત્તાવાર રીતે કરવામાં આવતો ઘટાડો (devaluation). 1973 પહેલાં દુનિયાના મોટા ભાગના દેશો પોતાના ચલણનું મૂલ્ય સોનામાં અને અમેરિકાના ડૉલર જેવા વિદેશી ચલણમાં સત્તાવાર રીતે નક્કી કરતા. આ રીતે નક્કી કરવામાં આવતા ચલણના મૂલ્યમાં અવમૂલ્યનને પરિણામે દેશના ચલણના એક એકમનું મૂલ્ય સોના અને વિદેશી…

વધુ વાંચો >

અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર

અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર (unorganised or informal sector) : સામાજિક પ્રક્રિયાઓ અને પરિબળો પર અસર કરવામાં મહદ્અંશે અશક્તિમાન તથા આર્થિક, સામાજિક અને રાજકીય વંચિતતાથી સતત પીડાતા, ભિન્ન ભિન્ન વ્યવસાયોમાં વીખરાયેલા ઉપેક્ષિત સમૂહો. વિશાળ સંખ્યા ધરાવતા આવા અસંગઠિત સમૂહો અલ્પવિકસિત સમાજનું એક લક્ષણ છે. વાસ્તવમાં સંઘશક્તિના અભાવ ઉપરાંત ન્યાયોચિત અને કાયદામાન્ય અધિકારોના ઉપભોગથી…

વધુ વાંચો >

અસ્કામત

અસ્કામત : વ્યક્તિ દ્વારા અંગત રીતે અથવા સમૂહ દ્વારા સંયુક્ત રીતે જેના પર માલિકીહક પ્રસ્થાપિત કરી શકાય તથા જેનું મૂલ્ય નાણાં દ્વારા આંકી શકાય તેવી કોઈ પણ ભૌતિક કે અભૌતિક, સ્થાવર કે જંગમ, કાયમી કે કામચલાઉ મિલકત. આવી મિલકતના માલિકીહક્કોનું આદાનપ્રદાન કે સ્થાનાંતરણ પણ થઈ શકે છે. ભૌતિક અસ્કામતોમાં દૃશ્ય…

વધુ વાંચો >

અંકટાડ

અંકટાડ (UNCTAD) (1964) : વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે જીવનધોરણને લગતા તફાવતની ચર્ચા કરી તે ઘટાડવાના ઉપાયો શોધવા માટે આયોજિત કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરિષદ (1964). ‘અંકટાડ’ના ટૂંકા નામે ઓળખાતી વ્યવસ્થાનું પૂરું નામ ‘યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ’ (UNCTAD) છે. 1964માં જિનીવા ખાતે રાષ્ટ્રસંઘના ઉપક્રમે તેનું અધિવેશન મળ્યું, જેમાં…

વધુ વાંચો >

અંકુશો, આર્થિક

અંકુશો, આર્થિક : આર્થિક નિર્ણયો મુક્ત રીતે લેવાની તથા (તે ધોરણે પોતાની) આર્થિક પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની વ્યક્તિની તથા અન્ય આર્થિક ઘટકોની સત્તા પર કાપ મૂકી તે દ્વારા પસંદગી કરવાની સ્વતંત્રતા પર મુકાતું નિયંત્રણ. આર્થિક અંકુશો એ નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો અમલમાં મૂકવાની આર્થિક ઘટકોની સ્વરૂપગત સાર્વભૌમતાનું ઓછાવત્તા પ્રમાણમાં હનન…

વધુ વાંચો >

અંતર્મુખી વિકાસનીતિ

અંતર્મુખી વિકાસનીતિ : જુઓ, આયાત અવેજીકરણ

વધુ વાંચો >