Economics

ખાનગી ક્ષેત્ર

ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક…

વધુ વાંચો >

ખેતધિરાણ

ખેતધિરાણ : ખેતીમાં માલના ઉત્પાદન અને વેચાણ વચ્ચેના સમયમાં મળતું અને લેવાતું ધિરાણ. સાધનોનું રોકાણ થાય અને ઉત્પન્ન થયેલો માલસામાન છેવટના ગ્રાહકોને વેચાય તે બે વચ્ચે અન્ય ઉદ્યોગોની માફક ખેતીમાંય સમયનો ગાળો રહે છે. આ ગાળાને પૂરવાને માટે કૃષિક્ષેત્રે મૂડી જરૂરી બને છે. આ નાણાકીય મૂડી ખેડૂતો પોતાની બચતમાંથી મેળવે…

વધુ વાંચો >

ખેતમજૂરો

ખેતમજૂરો : આખા વર્ષ દરમિયાનની કુલ આવકમાંથી અડધા ઉપરાંતની આવક, બીજાના ખેતરમાં શ્રમ કરીને ખેતીમાંથી વેતન તરીકે પ્રાપ્ત કરનારા. 1951માં ભારતમાં થયેલ વસ્તીગણતરીના અહેવાલમાં ખેડૂતની વ્યાખ્યા મુજબ ખેતઉત્પાદનની પ્રક્રિયાને લગતા અગત્યના નિર્ણયો જેને લેવા પડે છે તે ખેડૂત. આમ ખેડૂત એ કૃષિક્ષેત્રનો નિયોજક હોય છે જે ખેતઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમો…

વધુ વાંચો >

ખેલ-સિદ્ધાંત

ખેલ-સિદ્ધાંત (game theory) : ક્રિયાત્મક સંશોધનની વિવિધ પદ્ધતિઓમાંની એક. ધંધામાં હરીફને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક નિર્ણયો લેવાના હોય ત્યારે ખેલ-સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધન (operation research) એ સમસ્યાના ઉકેલ માટેનો વૈજ્ઞાનિક અભિગમ છે, જેમાં વિવિધ પ્રકારના ગણિતીય મૉડલોનો ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગોનું વિશ્લેષણ કરી નિર્ણય લેવાય છે. આ મૉડલોનો…

વધુ વાંચો >

ગતિવર્ધન (acceleration) (અર્થશાસ્ત્ર)

ગતિવર્ધન (acceleration) (અર્થશાસ્ત્ર) : વપરાશી ચીજવસ્તુઓની માગમાં થતા ફેરફારોની, મૂડીસાધનોની માગ પર પડતી અસર સમજાવતી સંકલ્પના (hypothesis). આ સંકલ્પના ગુણક(multiplier)ના પાયા પર રચાયેલી છે. વ્યાપારચક્રના વિશ્લેષણમાં ગુણકનો સિદ્ધાંત તેમજ ગતિવર્ધનનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી છે. ગુણકનો સિદ્ધાંત મૂળ મૂડીરોકાણની, તેની વપરાશી ખર્ચ પરની અસર દ્વારા કુલ આવક પર કેટલી અસર…

વધુ વાંચો >

ગરીબી

ગરીબી : વિશ્વની એક ટોચની આર્થિક સમસ્યા : ભારતના પ્રાણપ્રશ્નોમાં ગરીબી ટોચની અગત્ય ધરાવે છે. 1947ની પંદરમી ઑગસ્ટે દેશ આઝાદ થયો ત્યારે વ્યાપક ગરીબી હતી. આઝાદી વખતે ગરીબી જેટલા પ્રમાણમાં વ્યાપક હતી તેટલી હવે નથી, આમ છતાં ગરીબ માણસોની સંખ્યાની ર્દષ્ટિએ આ પ્રશ્નની ગંભીરતા હજુ પણ ઓછી નથી થઈ. ભારતની…

વધુ વાંચો >

ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર

ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર (જ. 1૦ એપ્રિલ 19૦1, નાગપુર; અ. 3 મે 1971) : ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં. તેમનું બાળપણ નાગપુરમાં વીતેલું, જ્યાં એમના પિતા વકીલાત કરતા હતા. તેમણે 1916માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને 1918માં ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

ગાલબ્રેથ, જ્હૉન કેનેથ

ગાલબ્રેથ, જ્હૉન કેનેથ (જ. 15 ઑક્ટોબર 1908, ઓન્ટારિયો, કૅનેડા; અ. 29 એપ્રિલ 2006 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : પ્રસિદ્ધ અમેરિકન અર્થશાસ્ત્રી, મુત્સદ્દી તથા લેખક. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૅનેડામાં. 1931માં ટૉરન્ટો યુનિવર્સિટીમાંથી પશુસંવર્ધન વિષય સાથે સ્નાતક થયા પછી, 1931–34 દરમિયાન કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કર્યું. 1934માં કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા…

વધુ વાંચો >

ગિફિન, રૉબર્ટ (સર)

ગિફિન, રૉબર્ટ (સર) (જ. 12 એપ્રિલ 1837, સ્ટ્રેધાવન, લેન્કેશાયર; અ. 12 એપ્રિલ 1910, સ્કૉટલૅન્ડ) : વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી. માગના નિયમને અનુરૂપ ન હોય તેવી વસ્તુઓનો નિર્દેશ કરી તેની કિંમતોમાં થતા ફેરફારોની તે વસ્તુઓની માગ પર થતી અનુકૂળ અસરનું વિશ્લેષણ ગિફિનના નિરીક્ષણને આભારી છે. ફ્રેન્ચ યાંત્રિકી ગણિતજ્ઞ આંત્વાન-ઑગસ્તીન કૂર્નોની પ્રાથમિક રજૂઆતને…

વધુ વાંચો >

ગીરો પ્રથા (બૅંકિંગ)

ગીરો પ્રથા (બૅંકિંગ) (mortgage) : બૅકિંગ ક્ષેત્રના સંદર્ભમાં નાણાંની ચુકવણી માટે વપરાતું સાધન. બૅંકિંગ વ્યવહાર માટેના ચેકના ઉપયોગને સ્થાને ગીરો પ્રથા દ્વારા નાણાંની ચુકવણી યુરોપના કેટલાક દેશોમાં તેમજ જાપાન, ઇઝરાયલ, ઇજિપ્ત, અલ્જીરિયા, ટ્યુનિસિયા વગેરે દેશોમાં થાય છે. જર્મનીમાં આ પ્રથા ઘણા લાંબા સમયથી પ્રચલિત છે. આ પ્રથા ચેક કરતાં સરળ,…

વધુ વાંચો >