Economics

ઔદ્યોગિક ગતિશીલતા

ઔદ્યોગિક ગતિશીલતા : બદલાતા સંજોગોમાં ઉદ્યોગોનું સ્થાનિકીકરણ (localisation), ઉત્પાદનપદ્ધતિ તથા વસ્તુના સ્વરૂપ અને તરેહમાં ફેરફાર કરવાની ઔદ્યોગિક માળખાની ક્ષમતા. ઉદ્યોગ સ્થાપવામાં આવતો હોય ત્યારે તે અંગે લેવાતા નિર્ણયો અને અખત્યાર થતી નીતિ પ્રવર્તમાન સંજોગોને અધીન હોય છે; પરંતુ ગતિશીલ અર્થતંત્રમાં સંજોગો સ્થિર કે અપરિવર્તનશીલ હોતા નથી; સમય પસાર થતાં તે…

વધુ વાંચો >

ઔદ્યોગિક ધિરાણ

ઔદ્યોગિક ધિરાણ : ઔદ્યોગિક એકમોની વિભિન્ન પ્રકારની મૂડીવિષયક જરૂરિયાતો સંતોષતી વ્યવસ્થા. વસ્તુઓના ઉત્પાદન માટે જમીન, મકાન અને યંત્રો જેવાં વાસ્તવિક સાધનોની જરૂર પડે છે. તેની ખરીદી માટે ઔદ્યોગિક એકમો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એ જરૂરી છે. આ એકમો સમક્ષ નાણાપ્રાપ્તિના બે માર્ગો છે : આંતરિક માર્ગો – એમાં ઘસારાભંડોળ…

વધુ વાંચો >

ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI)

ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI) : ભારતમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા સહકારી મંડળીઓની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાના હેતુથી ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ સંસ્થા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી પ્રેરાઈને જુલાઈ, 1948માં સ્થાપવામાં આવેલું આ નિગમ દેશની સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી સરકારપ્રેરિત નાણાસંસ્થા છે. તેની અધિકૃત મૂડી રૂ. 10 કરોડ…

વધુ વાંચો >

ઔદ્યોગિક નીતિ (ભારતમાં)

ઔદ્યોગિક નીતિ (ભારતમાં) : કોઈ એક ચોક્કસ સમયના ગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસના હેતુ પાર પાડવા માટે સરકાર દ્વારા અપનાવાતી નીતિ. આ ર્દષ્ટિએ જોતાં બ્રિટિશ અમલ દરમિયાન ઔદ્યોગિક નીતિનો અભાવ જોવા મળે છે. તે સમયની આર્થિક વિચારસરણીને પ્રભાવિત કરનારા શિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત વ્યાપારવાદના હિમાયતી હતા, પરંતુ જર્મન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લીસ્ટે ‘બાળઉદ્યોગો’(infant…

વધુ વાંચો >

ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન

ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન : નવા ઔદ્યોગિક સાહસ અથવા તો કોઈ ઔદ્યોગિક એકમના વસ્તુ-મિશ્રમાં એક નવી વસ્તુનો ઉમેરો કરતી પરિયોજનાનું મૂલ્યાંકન. ખાનગી ક્ષેત્રે શરૂ કરાતી આવી પરિયોજનાઓ નફાલક્ષી (અથવા નફા સાથે થોડી સામાજિક જવાબદારીલક્ષી) હોય છે તો જાહેર ક્ષેત્રની ઔદ્યોગિક પરિયોજનાઓ સામાજિક વળતરનો દર મળે તેવી સામાજિક ઉપયોગિતાને લક્ષતી હોય છે.…

વધુ વાંચો >

ઔદ્યોગિક પરિવાર

ઔદ્યોગિક પરિવાર : પરિવારની ભાવનાથી ચાલતું ઔદ્યોગિક સંકુલ. આ ખ્યાલના પુરસ્કર્તા સ્ટુઅર્ટ ફ્રિમૅન મુજબ જ્યારે કોઈ ઔદ્યોગિક એકમમાં વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓ નફો કમાવાની ર્દષ્ટિએ મૂળભૂત રીતે સમાન સધ્ધરતા ધરાવતી હોતી નથી. સામાન્ય રીતે દરેક વસ્તુની વેચાણ-કિંમત નક્કી કરવા માટે તે દરેકની પડતર-કિંમત…

વધુ વાંચો >

ઔદ્યોગિક પ્રવૃત્તિઓ

ઔદ્યોગિક પ્રવૃત્તિઓ : માનવીની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ જે પ્રવૃત્તિઓને પરિણામે પ્રાપ્ત થાય અગર તો તેમની ઉપયોગિતા તથા તેમના મૂલ્યમાં વધારો થાય તે પ્રવૃત્તિઓ. માનવીની જરૂરિયાતોની તમામ ચીજવસ્તુઓનું મૂળ કુદરતમાં રહેલું છે; કુદરતે તેની સાધનસંપત્તિના ભંડાર માનવીની સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે. તેમાંથી માનવી તેને જોઈતી વસ્તુઓ ઉત્પન્ન કરી લે…

વધુ વાંચો >

ઔદ્યોગિક માળખું

ઔદ્યોગિક માળખું : પ્રાકૃતિક સાધનો પર પ્રક્રિયા કરીને વાપરવા યોગ્ય માલનું અથવા વિશેષ ઉત્પાદનપ્રક્રિયા માટેના માલનું ઉત્પાદન કરનારા વિવિધ પ્રકારના ઉદ્યોગોની સંરચના. તેમાં ઉપભોગ્ય તથા ઉત્પાદક વસ્તુઓનું યંત્રશક્તિ વડે મોટા પાયા પર ઉત્પાદન કરતા એકમો ઉપરાંત કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તથા હાથકારીગરીના એકમોનો સમાવેશ થાય છે. ઉત્પાદનનું સ્વરૂપ તથા ઉત્પાદન-વ્યવસ્થા…

વધુ વાંચો >

ઔદ્યોગિક મેળો

ઔદ્યોગિક મેળો : ઔદ્યોગિક ચીજવસ્તુઓનો પ્રચાર કરવાના તથા વેચાણ વધારવાના હેતુથી ચોક્કસ સ્થળે ચોક્કસ સમય દરમિયાન યોજાતું વિશિષ્ટ પ્રદર્શન. વ્યાપાર અને વાણિજ્યની આધુનિક પ્રવૃત્તિમાં પ્રયોજિત કે ઉત્પાદિત વસ્તુના પ્રચારને સવિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને તેના પર ઉત્પાદકો દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે, જેને વેચાણખર્ચ કહેવામાં આવે છે. ઔદ્યોગિક…

વધુ વાંચો >

ઔદ્યોગિક વસાહતો

ઔદ્યોગિક વસાહતો : વિવિધ ઔદ્યોગિક એકમોના વિકાસઅર્થે ઊભો કરેલો ટેકનિકલ માર્ગદર્શન સહિત વિવિધ સામૂહિક સગવડો અને સુવિધાઓથી સુસજ્જ વિસ્તાર. ભારત તથા અન્ય અલ્પ-વિકસિત દેશોમાં નાના પાયા પરના અને કુટીર તથા ગ્રામીણ ઉદ્યોગોને મહત્વનું સ્થાન આપવામાં આવેલ છે. ભારતના 1956ના ઔદ્યોગિક નીતિના પ્રસ્તાવમાં દર્શાવવામાં આવેલ છે કે આ ઉદ્યોગો તાત્કાલિક મોટા…

વધુ વાંચો >