Disease in vegetation
સફેદ ગેરૂ
સફેદ ગેરૂ : લક્ષણો : રાઈ પાકમાં આલબુગો કેન્ડિડા (Albugo candida) નામની ફૂગથી થતો રોગ. આ રોગમાં ફૂગના આક્રમણથી પાન તેમજ થડ અને દાંડી પર સફેદ રંગનાં એકથી બે મિલીમિટર વ્યાસનાં ચાઠાં થાય છે. આવાં ચાઠાં વૃદ્ધિ પામી એકબીજાંને મળી જાય છે. ફૂગનું ફૂલો પર આક્રમણ થતાં તેમનામાં વિકૃતિ આવે…
વધુ વાંચો >સફેદ ચાંચડી (સફેદ ટપકાં)
સફેદ ચાંચડી (સફેદ ટપકાં) : તમાકુ પાકનાં ધરુવાડિયાંમાં ફેરરોપણી બાદ સર્કોસ્પોરા નિકોસિયાના નામની ફૂગથી થતો રોગ. આ પરોપજીવી ફૂગ રોગિષ્ઠ છોડના અવશેષો સાથે જમીનમાં એક ઋતુથી બીજી ઋતુ સુધી જીવંત રહે છે. તે ધરુવાડિયાં અથવા તમાકુના પાકમાં પ્રાથમિક ચેપ લગાડી રોગની શરૂઆત કરે છે. દ્વિતીય ચેપ ફૂગના વ્યાધિજનો પવન મારફતે…
વધુ વાંચો >સંતરા(નારંગી)ના રોગો
સંતરા(નારંગી)ના રોગો : સંતરાના ફૂગ અને બૅક્ટેરિયાથી થતા રોગો. (1) ફૂગથી થતા રોગો : (i) ગુંદરિયો : આ રોગ ડાળીના સડા કે ટોચના સડા તરીકે પણ જાણીતો છે. તે પાકને ઘણું નુકસાન પહોંચાડતો રોગ છે અને વધુ વરસાદવાળા વિસ્તારમાં લીંબુ (Citrus) વર્ગની જાતિઓમાં ખાસ જોવા મળે છે. આ રોગ મોસંબીમાં…
વધુ વાંચો >સાયનોવાઇરસ (cyanophage)
સાયનોવાઇરસ (cyanophage) : નીલહરિત લીલ(cyano-bacteria)ને ચેપ લગાડતો વાઇરસ. સાફરમેન અને મોરિસે (1963) સૌપ્રથમ વાર સાયનોબૅક્ટેરિયાને ચેપ લગાડતા વાઇરસોનો અભ્યાસ કર્યો હતો. તે પછી સાયનોબૅક્ટેરિયાનું ભક્ષણ કરતા અનેક વાkg’gઇરસ ઝડપભેર શોધાયા. દરિયાઈ એકકોષી સાયનોબૅક્ટેરિયાને થતા વાઇરસના ચેપની સૌપ્રથમ માહિતી 1990માં પ્રાપ્ત થઈ અને વિષાણુના પૃથક્કૃતો(isolates)નાં લક્ષણોનો અહેવાલ 1993માં આપવામાં આવ્યો. બાહ્યાકારવિદ્યાની…
વધુ વાંચો >સાયલા
સાયલા : દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં લીંબુ અને મોસંબી ઉપરની સૌથી વધુ ઉપદ્રવકારક જીવાત. સાયટ્રસ સાયલા એ લીંબુના પાકમાં જોવા મળતી એક અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત છે. તેનો સમાવેશ હેમિપ્ટેરા (Hemiptera) શ્રેણીના હૉમોપ્ટેરા (Homoptera) નામની પેટા શ્રેણીના સાયલિડી (Psyllidae) કુળમાં થયેલ છે. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડાયફોરિના સાઇટ્રી (Diaphorina citri…
વધુ વાંચો >સાવરણીનો રોગ
સાવરણીનો રોગ : બાજરીને ફૂગ દ્વારા થતો એક પ્રકારનો રોગ. કેટલાક વિસ્તારોમાં આ રોગને પીંછછારો કે કુતુલ પણ કહે છે અને તે Sclerospora graminicola (Sacc.) Schroet. નામના રોગજન (pathogen) દ્વારા થાય છે. આ રોગ ભારત તેમજ દુનિયાના બાજરી ઉગાડતા દેશોમાં જોવા મળે છે. બાજરીની સુધારેલ વધુ ઉત્પાદન આપતી જાતોને નુકસાન…
વધુ વાંચો >સીડિયમ
સીડિયમ : જુઓ જામફળ.
વધુ વાંચો >સૂકું થાળું (Playa)
સૂકું થાળું (Playa) : શુષ્ક પ્રદેશોમાં જોવા મળતું, તદ્દન ઓછી ઊંડાઈનું, છીછરું થાળું. દરિયાકિનારાના ખુલ્લા, છૂટાછવાયા તટપ્રદેશ કે નદીતટના ઓછી ઊંડાઈવાળા છીછરા વિભાગો, જે સામાન્યત: રેતાળ હોય, શુષ્ક પ્રદેશોની તદ્દન નજીક હોય, તેમને પણ સૂકા થાળા તરીકે ઓળખાવી શકાય. રણના અફાટ મેદાની વિસ્તારમાંના છીછરા થાળામાં વરસાદ પડ્યા પછી જળ એકત્રિત…
વધુ વાંચો >સૂકો સડો
સૂકો સડો : ફૂગ જેવા રોગજન (pathogen) દ્વારા વનસ્પતિ-અંગોને થતા સડાનો એક પ્રકાર. આ રોગ મુખ્યત્વે Fusarium, Cladosporium, Rhizoctonia, Macrophomina અને Sclerotium જેવી મૃદાજન્ય (soilborne) ફૂગ દ્વારા થાય છે. વનસ્પતિનાં ખોરાક-સંગ્રાહક અંગોમાં આ ફૂગનો ચેપ લાગે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત પેશીઓમાંથી કોઈ પણ પ્રકારના પ્રવાહીનું સ્રવણ થતું નથી અને અંતે…
વધુ વાંચો >