Danish literature
ઍન્ડરસન, હાન્સ ક્રિશ્ચિયન
ઍન્ડરસન, હાન્સ ક્રિશ્ચિયન (જ. 2 એપ્રિલ 1805, ઓડેન્સ; અ. 4 ઑગસ્ટ 1875, કોપનહેગન) : ડેન્માર્કના જગપ્રસિદ્ધ પરીકથાસર્જક. પિતા મોચીકામ કરતા. 1816માં પિતાનું મરણ થતાં બાળપણનો ઉછેર ખૂબ કંગાળ હાલતમાં. માતાની ઇચ્છા તેમને દરજી બનાવવાની હતી, પણ તેમને લેખન અને અભિનયનો શોખ હતો. 1819માં એ કોપનહેગન ગયા ત્યારે ખિસ્સે ખાલી હતા.…
વધુ વાંચો >જેલરપ, કાર્લ ઍડોલ્ફ
જેલરપ, કાર્લ ઍડોલ્ફ (જ. 2 જૂન 1857, ડેન્માર્ક; અ. 13 ઑક્ટોબર 1919, જર્મની) : ડેનિશ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. ડેનમાર્કમાં રોહોલ્ટના વતની. તેમનાં માતાપિતા ખ્રિસ્તી સાંપ્રદાયિક કુટુંબનાં હતાં. પિતા પાદરી હતા. પણ જેલરપે ધર્મોપદેશકની જીવનશૈલીના તમામ ખ્યાલો છોડી દીધા હતા. 1874માં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ કોપનહેગન યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ…
વધુ વાંચો >ડચ ભાષા અને સાહિત્ય
ડચ ભાષા અને સાહિત્ય : નેધરલૅન્ડ્ઝની ભાષા. ડચ ભાષા બોલનાર સમજનાર જનસંખ્યા બે કરોડથી વિશેષ છે. નેધરલૅન્ડ્ઝમાં રાષ્ટ્રીય સીમાડાના ગણ્યાગાંઠ્યા વિસ્તારોને બાદ કરતાં ડચ ભાષા બોલાય છે. દક્ષિણ આફ્રિકામાં ડચ સત્તાધીશોએ સ્થાપેલ સંસ્થાનોમાં 30 લાખથી વધુ આફ્રિકાવાસીઓ માતૃભાષા તરીકે ડચ ભાષામાં વિચાર-વિનિમય કરે છે. આ ભાષામાં ડચ, જર્મન, ફ્રેન્ચ અને…
વધુ વાંચો >ડેનિશ ભાષા અને સાહિત્ય
ડેનિશ ભાષા અને સાહિત્ય : યુરોપના ઉત્તરીય ખંડમાં આવેલો જે વિભાગ સ્કૅન્ડિનેવિયાના નામથી ઓળખાય છે તેમાં સ્વીડન, નૉર્વે, ફિનલૅન્ડ, ડેનમાર્ક અને આઇસલૅન્ડ પ્રદેશોનો સમાવેશ થાય છે. યુરોપમાં આલ્પ્સ પ્રદેશની જાતિ, ભૂમધ્ય સાગરીય જાતિ અને નૉર્ડિક અથવા ઉત્તરીય જાતિ – એમ ત્રણ જાતિઓએ વસવાટ કરવા માંડેલો. નૉર્વે-સ્વીડન-ડેનમાર્કમાં વસવાટ કરનારી નૉર્ડિક જાતિ…
વધુ વાંચો >પૉન્ટાપિડાન હેન્રિક (Pontoppidan Henrik)
પૉન્ટાપિડાન, હેન્રિક (Pontoppidan, Henrik) (જ. 24 જુલાઈ 1857, ફ્રૅડરિકા, ડેન્માર્ક; અ. 21 ઑગસ્ટ 1943, ચારલોટ્ટેન્લુન્ડ, ડેન્માર્ક) : ડેન્માર્કના વાસ્તવલક્ષી કથાલેખક. ડેન્માર્કના તત્કાલીન જીવનનું પ્રમાણભૂત નિરૂપણ કરનાર લેખક તરીકે એમને 1917નો નોબેલ પુરસ્કાર પ્રદાન થયો. આ પુરસ્કાર ડેન્માર્કના કવિ-વાર્તાકાર કાર્લ જેલરપ અને હેન્રિક પૉન્ટાપિડાનને સમાન હિસ્સે અપાયો હતો. હેન્રિકનો જન્મ ધાર્મિક…
વધુ વાંચો >યાકૉબ્સન, યેન્સ પીટર
યાકૉબ્સન, યેન્સ પીટર (જ. 7 એપ્રિલ 1847, થિસ્ટેડ, યુટ્લૅન્ડ, ડેન્માર્ક; અ. 30 એપ્રિલ 1885, થિસ્ટેડ) : ડેનિશ નવલકથાકાર અને કવિ. પ્રકૃતિવાદી ચળવળના સ્થાપક અને પુરસ્કર્તા. શુદ્ધ વિજ્ઞાનના અભ્યાસી. ચાર્લ્સ ડાર્વિનના અનુયાયી. ડાર્વિનના ‘ઑન ધી ઑરિજિન ઑવ્ સ્પીસિઝ’ (1871–73) અને ‘ધ ડિસેન્ટ ઑવ્ મૅન’ (1874) ગ્રંથોનો ડેનિશ ભાષામાં તેમણે અનુવાદ કર્યો…
વધુ વાંચો >યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen)
યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen) (જ. 20 જાન્યુઆરી 1873, ફાર્સ, ડેન્માર્ક; અ. 25 નવેમ્બર 1950, કોપનહેગન, ડેન્માર્ક) : ડેનિશ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને અનેક પૌરાણિક કથાઓના લેખક. યેન્સનને તેમની અદભુત કાવ્યાત્મક કલ્પનાશક્તિ તેમજ એ સાથે વિશાળ વ્યાપ ધરાવતી બૌદ્ધિક જિજ્ઞાસા અને તાજગીપૂર્ણ સર્જનાત્મક શૈલી માટે 1944નો સાહિત્ય માટેનો નોબેલ…
વધુ વાંચો >