Culture (General)
શર્મા, શ્રીરામ
શર્મા, શ્રીરામ (જ. 20 સપ્ટેમ્બર 1911, આંવલખેડા, જિ. આગ્રા; અ. 2 જૂન 1990) : ગાયત્રી મહાવિદ્યાના જાણીતા ઉદ્ધારક અને પ્રચારક. તેઓનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. તેમના પિતા પંડિત રૂપકિશોર શર્મા તે સમયના રાજવી કુટુંબોમાં રાજપુરોહિત તરીકે અને ભાગવતના કથાકાર તરીકે પ્રસિદ્ધ હતા. દાનકુંવરીદેવી તેમનાં માતા હતાં. શ્રીરામ શર્માની…
વધુ વાંચો >શાહ, અલીજી ગામધણી
શાહ, અલીજી ગામધણી : અમદાવાદના વિખ્યાત સંત કવિ. અમદાવાદમાં જમાલપુર રોડ પર તેમની દરગાહ આવેલી છે, તેની પાછળ આવેલી મસ્જિદમાં તુગ્રા શૈલીમાં એક લેખ છે. તેમાં અલ્લાહ મુહમ્મદ તથા તેમના ચાર મુખ્ય સહચરો હજરત અબૂબક્ર ઊર ઉસ્માન અને અલી વગેરેનાં નામોનું થુલ્થ શૈલીના તુગ્રા રૂપમાં આલેખન કરવામાં આવ્યું છે. જયકુમાર…
વધુ વાંચો >શિવકાંચી
શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં…
વધુ વાંચો >શિવરાત્રિ
શિવરાત્રિ : ગુજરાતમાં માઘ (ઉત્તર ભારતમાં ફાલ્ગુન) માસની કૃષ્ણ ચતુર્દશીએ ઊજવાતું શિવરાત્રિ વ્રતપર્વ. આને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે શિવ અને પાર્વતીનાં લગ્ન થયાં હતાં. હસ્તમેળાપ વિષ્ણુ ભગવાને કરાવ્યો હતો અને બ્રહ્માજીએ પૌરોહિત કાર્ય સંભાળ્યું હતું. આ તિથિએ શંકરે તાંડવનૃત્ય કર્યું હતું અને પોતાના ડમરુથી સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાનને ફેલાવ્યું હતું.…
વધુ વાંચો >શુચીન્દ્રમ
શુચીન્દ્રમ : કન્યાકુમારીથી લગભગ 15 કિમી. દૂર શુચીન્દ્રમ નામના સ્થાને શિવનું એક મહામંદિર આવેલું છે. અહીંના શિવલિંગ અંગે અનુશ્રુતિ છે કે બાણાસુરે તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને કોઈ કન્યા દ્વારા જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન મેળવ્યું. ત્યાર પછી તે ઘણો અત્યાચારી થઈ ગયો. ભયભીત દેવતાઓ વિષ્ણુને શરણે ગયા…
વધુ વાંચો >શૃંગેરી
શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…
વધુ વાંચો >સત્યભામા
સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન…
વધુ વાંચો >સત્યવતી
સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના…
વધુ વાંચો >સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
સદ્ગુરુ જગ્ગી વાસુદેવ (જ. 3 સપ્ટેમ્બર 1957 મહિસુર, કર્ણાટક) : ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ. પિતાનું નામ ડૉ. વાસુદેવ અને માતાનું નામ સુશીલા વાસુદેવ. બાળપણથી જ જગ્ગી અત્યંત સાહસિક હતા. ઘરની નજીક આવેલા જંગલમાં બાળક જગ્ગી વારંવાર જતા. બાળક તરીકે જગ્ગીને પ્રકૃતિ સાથે અનોખો લગાવ હતો. અવારનવાર એવું થતું કે…
વધુ વાંચો >સપ્તદ્વીપ
સપ્તદ્વીપ : પુરાણોમાં વર્ણવેલા સાત દ્વીપ : જંબૂદ્વીપ, કુશદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. શાલ્મલિદ્વીપને ક્યાંક શાલભક્તિ પણ કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપમાં ભારત આવે છે. સનાતનીઓ કર્મકાંડમાં સંકલ્પ લેતી વખતે આ દ્વીપનો નિર્દેશ કરે છે. જંબૂદ્વીપને આઠ લાખ માઈલ લાંબો અને એટલો જ પહોળો કહેવામાં આવ્યો છે. આ દ્વીપ…
વધુ વાંચો >