Culture (General)

લીસિયમ

લીસિયમ : (1) પ્રાચીન ઍથેન્સની વ્યાયામશાળા. ત્યાં છોકરાઓ અને યુવકો શારીરિક તાલીમ લેતા તથા પ્રસિદ્ધ શિક્ષકોનાં વ્યાખ્યાનો સાંભળતા હતા. તે વ્યાયામશાળા ઍથેન્સની દીવાલોની બહાર, લિસસ નદીના કિનારે આવેલી હતી. તે દેવ એપૉલો લિકિયોસના પવિત્ર ઉપવન પાસે હતી, અને તેના નામથી ઓળખાતી હતી. આશરે ઈ. પૂ. 335માં ઍરિસ્ટૉટલે ત્યાં લીસિયમ નામની…

વધુ વાંચો >

લુ શિંગ, પિન્યિન લુ ક્ષિંગ

લુ શિંગ, પિન્યિન લુ ક્ષિંગ : ચીનની દંતકથામાં આવતી ફુ-શાઉ-લુ નામની તારકત્રયી પૈકીના એક દેવ. આ એક એવા દેવ છે જે માણસોના વેતનમાં વધારો કે નોકરીના સ્થાનમાં બઢતી આપે છે. તે સમૃદ્ધિ(લુ)ના દેવ છે. ખરેખર તો લુ શિંગ મોટા વિદ્વાન હતા. તેમનું નામ શી ફેન હતું. ઈ. પૂ.ની બીજી સદીમાં…

વધુ વાંચો >

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય : યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણ અમેરિકાના પ્રદેશ તથા સમગ્ર કૅરિબિયન ટાપુઓની સંગીત-નૃત્ય-કલા. આ વિશાળ વિસ્તારના સંગીતનો ભૌગોલિક દૃષ્ટિએ નહિ, પણ મહદ્ અંશે વંશીય (ethnic) ઘટકોની દૃષ્ટિએ વિચાર કરવામાં ઔચિત્ય રહેલું છે. આ વંશીય ઘટકો તે યુરોપિયન (મુખ્યત્વે ઇબેરિયન), અમેરિન્ડિયન, આફ્રિકન તથા મેસ્ટિઝો (એટલે કે ‘મિશ્ર’). લૅટિન…

વધુ વાંચો >

વિહારપરંપરા

વિહારપરંપરા : બૌદ્ધ સાધના અને શિક્ષણ માટેની સ્થાયી વ્યવસ્થા. બુદ્ધનિર્વાણ પછીના ‘ધર્મકાલ’માં બૌદ્ધ સંઘોરૂપી પ્રાચીન શિક્ષણકેન્દ્રોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થયા. બુદ્ધના ઉપદેશથી ઘણા લોકો ભિક્ષુવ્રત ગ્રહણ કરીને બૌદ્ધ સંઘમાં જોડાયા. કેટલાક કિશોરો પણ ભિક્ષુ બની વિહારોમાં રહેવા લાગ્યા. શ્રીમંતો અને રાજાઓ તરફથી મળતાં ઉદાર દાનોથી દેશમાં ઘણાં નગરોમાં વિહારો સ્થપાયા.…

વધુ વાંચો >

વૅલેન્ટાઇન ડે

વૅલેન્ટાઇન ડે : પ્રેમ અને લાગણીના ઉત્સવ તરીકે, 14મી ફેબ્રુઆરીએ દુનિયાના અનેક દેશોમાં, હોંશભેર ઊજવાતો દિવસ. આ દિવસે લોકો, સવિશેષ યુવક-યુવતીઓ પોતપોતાનાં પ્રિય પાત્રોને, મિત્રોને કે કુટુંબના સભ્યોને ‘વૅલેન્ટાઇન’ના અભિવાદન-સંદેશા મોકલે છે. કેટલાક સંદેશા-પત્રોમાં કાવ્યો, હાસ્યપ્રધાન ચિત્રો કે કહેવતો પણ હોય છે. આ દિવસે ઠેર ઠેર મિજબાનીઓ અને નૃત્ય-સમારંભો યોજાય…

વધુ વાંચો >

વોરા (દાઊદી વોરા સહિત)

વોરા (દાઊદી વોરા સહિત) : પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે વેપારધંધો કરતી એક જાતિ. વોરા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં હોય છે. મુસ્લિમ વોરા મોટેભાગે ગુજરાતમાં રહે છે. ‘વોરા’ શબ્દની વ્યુત્પત્તિ અને વોરા જાતિના મૂળ વિશે બે મત પ્રવર્તે છે. એક મતાનુસાર ગુજરાતી ભાષાના શબ્દ ‘વહોરવું’ ઉપરથી ‘વોરા’ અથવા ‘વહોરા’ શબ્દ બન્યો…

વધુ વાંચો >

વૌઠા

વૌઠા : અમદાવાદ જિલ્લાનું જાણીતું ધાર્મિક સ્થાન. ધોળકાથી આશરે 16 કિમી. દૂર ધોળકા તાલુકાની તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 37´ ઉ. અ. અને 72° 31´ પૂ. રે.. સાબરમતી, હાથમતી, વાત્રક અને તેની શાખાઓ – ખારી, મેશ્ર્વો, શેઢી અને માજમ – એ સાત નદીઓના…

વધુ વાંચો >

શબ્દપ્રમાણ

શબ્દપ્રમાણ : પ્રાચીન ભારતીય દાર્શનિકોએ સ્વીકારેલું એક પ્રમાણ. શબ્દપ્રમાણનું લક્ષણ છે  આપ્તોપદેશ. અર્થાત્, આપ્તવચન શબ્દપ્રમાણ છે. વેદ, શાસ્ત્ર અથવા જ્ઞાની મનુષ્યે કહેલું વાક્ય શબ્દપ્રમાણ છે. અશ્રદ્ધેય વ્યક્તિએ કહેલું વાક્ય પ્રમાણ નથી. ચાર્વાક સિવાય બધા ભારતીય દાર્શનિકો શબ્દપ્રમાણને સ્વીકારે છે; પરંતુ તે સ્વતંત્ર પ્રમાણ છે કે અનુમાનપ્રમાણમાં જ તે સમાવિષ્ટ છે…

વધુ વાંચો >

શયતાન/સેતાન

શયતાન/સેતાન : અલ્લાનો વિરોધ કરનારું તત્વ. ‘શયતાન’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘દુષ્ટ’ થાય છે. ઇસ્લામી વિચારસરણીમાં શયતાન એક એવો જીન હતો જે બીજા બધા જીનો(ફિરસ્તાઓ)નો શિક્ષક હતો. કુરાનમાં જણાવ્યા પ્રમાણે જ્યારે અલ્લાએ મનુષ્ય-(આદમ)નું સર્જન કર્યું ત્યારે બધા જીનોને આજ્ઞા આપી કે તેઓ મનુષ્યને નમન કરે; પરંતુ શયતાને જવાબ…

વધુ વાંચો >

શર્મા, શ્રીમન્નથુરામ

શર્મા, શ્રીમન્નથુરામ (જ. 10 ઑક્ટોબર 1858, મોજીદડ, લીંબડી, સૌરાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 1941, બીલખા) : સૌરાષ્ટ્રના મહાન સંત. તેમનો જન્મ ઔદીચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પીતાંબર રાવળ અને માતાનું નામ નંદુબા હતું. તેમણે મોજીદડ અને ચુડાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ચોટીલા પાસેના મેવાસા ગામે જ્યોતિષનો…

વધુ વાંચો >