Choreography
શાહ, વાજિદઅલી
શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે…
વધુ વાંચો >શાંતા ધનંજયન
શાંતા ધનંજયન (જ. 12 ઑગસ્ટ 1943, મલેશિયા) : જાણીતાં નૃત્યાંગના. નૃત્યકલા સૌંદર્યને નિખારતું કલાકાર દંપતી. ‘શાંતા અક્કા’ દીદી નામે લોકપ્રિય થયેલાં. મલિયાળી નાયર પરિવારની આ સુપુત્રીને ત્રણ વર્ષની ઉંમરથી જ નૃત્યની લગની લાગી હતી. પિતા એ. રાઘવ મેનન અને માતા કલ્યાણીએ દીકરીમાં રહેલું હીર પિછાણ્યું અને તેને આઠમે વર્ષે મદ્રાસ(ચેન્નાઈ)ની…
વધુ વાંચો >શિયરર, મોઇરા
શિયરર, મોઇરા (જ. 17 જાન્યુઆરી 1926, સ્કૉટલૅન્ડ) : વિશ્વપ્રસિદ્ધ બૅલે નર્તકી. સેડ્લર્સ વેલ્સ અને રૉયલ બૅલેમાં તેમણે બૅલે-નર્તનનો અભ્યાસ કર્યો. 1941માં તેઓ ‘ઇન્ટરનૅશનલ બૅલે કંપની’માં નર્તકી તરીકે જોડાયાં. હવે તેમણે ‘કોપેલિયા’ અને ‘ગીઝાલે’ તથા ચાઇકૉવ્સ્કીના બૅલે ‘સ્વાન લેઇક’ અને ‘સ્લીપિન્ગ બ્યૂટી’માં પ્રમુખ ‘સ્લીપીન્ગ બ્યૂટી’ બૅલેમાં મુખ્ય નર્તકી તરીકે મોઇરા શિયરર,…
વધુ વાંચો >સચિન શંકર
સચિન શંકર (જ. 24 સપ્ટેમ્બર 1924, બનારસ; અ. 10 મે 2005) : નૃત્યકલાના પ્રસિદ્ધ કલાકાર ને તજ્જ્ઞ. વિદ્યા અને કલાને વરેલ શંકર પરિવારમાં આ આધુનિક નૃત્ય-નાટિકાના રચયિતાનો જન્મ થયો હતો. ગૌર પડછંદ દેહાકૃતિ પિતા જિતેન્દ્ર શંકર અને નકશીદાર સૌમ્ય ચહેરો માતા કાલીદેવી તરફથી તેમને વારસામાં મળ્યાં હતાં. તેમને પોતાના વિશાળ…
વધુ વાંચો >સારાભાઈ મૃણાલિની
સારાભાઈ મૃણાલિની : જુઓ મૃણાલિની સારાભાઈ.
વધુ વાંચો >સિતારાદેવી
સિતારાદેવી (જ. 22 ઑક્ટોબર 1922, કોલકાતા) : ભારતીય ચલચિત્રનાં અભિનેત્રી અને વિખ્યાત ભારતીય શાસ્ત્રીય નર્તકી. તેમનો જન્મ ધનતેરસને દિવસે થયો હોવાથી બધાં તેમને લાડમાં ‘ધન્નો’ કહેતાં. બાળપણથી તે શેતાન અને નટખટ હતાં. નેપાળી રાજ્યના દરબારી સંગીતકાર તથા પારંપરિક કથાકાર-કથકનર્તક સુખદેવ મહારાજ તેમના પિતા. તેમણે કોલકાતામાં રાધાકૃષ્ણ નૃત્ય-મંદિરની સ્થાપના કરી હતી.…
વધુ વાંચો >સિંઘ સિંઘજિત
સિંઘ, સિંઘજિત (જ. 3 નવેમ્બર 1932, ઇમ્ફાલ, મણિપુર) : જાણીતા મણિપુરી નૃત્યકાર ને મૃદંગવાદક. ઇમ્ફાલ શહેરના રાજવી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સિંઘજિતને માતામહની જેમ મંદિરમાં ઉત્કૃષ્ટ મૃદંગવાદક બનવાની આકાંક્ષા હતી, તેથી આઠ વર્ષની ઉંમરે તેની તાલીમ લેવાની શરૂઆત કરી. મણિપુરમાં સંકીર્તન અથવા મૃદંગ સાથે નૃત્ય કરવું એ મંદિરના પ્રાંગણ સુધી…
વધુ વાંચો >સિંહ ગુરુ બિપિન
સિંહ, ગુરુ બિપિન (જ. 23 ઑગસ્ટ 1918, સિંગારી, જિલ્લો કચાર, આસામ; અ. 9 જાન્યુઆરી 2000, આસામ) : મણિપુરી નૃત્યશૈલીના અગ્રણી કલાકાર. પિતા પુખરમ્બમ્ લૈખોમસના સિંહ અચ્છા કવિ અને કલાકાર હતા. માતા ઇન્દુબાલા દેવી રાસલીલામાં નૃત્ય કરતાં. થોક ચોમ ગિરક પ્રખ્યાત મૃદંગવાદક હતા. તે બિપિન સિંહ સાથે એક જ ઘરમાં રહેતા…
વધુ વાંચો >સુધારાણી રઘુપતિ
સુધારાણી રઘુપતિ (જ. 21 માર્ચ 1944, પોલ્લાચી, બૅંગલુરુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત નૃત્યાંગના. માતાનું નામ શકુંતલા. પિતાનું નામ હ. લ. જગન્નાથ. સુધારાણીએ કુમળી વયથી જ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નૃત્યાચાર્યો કીટ્ટપ્પા પિલ્લૈ, યુ. એસ. કૃષ્ણરાવ અને મૈલાપોર ગૌરી અમ્મા પાસેથી નૃત્યનાં ઉચ્ચતમ તત્ત્વોની તાલીમ લીધી. વળી કર્ણાટકી સંગીતના વિખ્યાત વાયોલિનવાદક ટી. ચૌદિયા…
વધુ વાંચો >સુબ્રમણ્યમ્ પદ્મા
સુબ્રમણ્યમ્, પદ્મા (જ. 4 ફેબ્રુઆરી 1943) : વિખ્યાત નૃત્યાંગના, નૃત્ય-સંગીતનાં આયોજક, દિગ્દર્શક અને આચાર્યા, સંશોધક અને લેખિકા. બાળપણથી જ વિશ્વવિખ્યાત ફિલ્મ-દિગ્દર્શક પિતા કે. સુબ્રમણ્યમ્ અને હાર્મોનિયમ, વીણા અને વાયોલિન-વાદક, નૃત્યાંગના અને સંસ્કૃત તેમજ તમિળ ભાષામાં કાવ્યરચના કરનાર માતા મીનાક્ષી સુબ્રમણ્યમ્ દ્વારા કલાસંસ્કૃતિનાં સિંચન થયાં હતાં. પારંપરિક નાટ્યકલા અને તેના કલાકારોને…
વધુ વાંચો >