Choreography

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય : યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણ અમેરિકાના પ્રદેશ તથા સમગ્ર કૅરિબિયન ટાપુઓની સંગીત-નૃત્ય-કલા. આ વિશાળ વિસ્તારના સંગીતનો ભૌગોલિક દૃષ્ટિએ નહિ, પણ મહદ્ અંશે વંશીય (ethnic) ઘટકોની દૃષ્ટિએ વિચાર કરવામાં ઔચિત્ય રહેલું છે. આ વંશીય ઘટકો તે યુરોપિયન (મુખ્યત્વે ઇબેરિયન), અમેરિન્ડિયન, આફ્રિકન તથા મેસ્ટિઝો (એટલે કે ‘મિશ્ર’). લૅટિન…

વધુ વાંચો >

વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ)

વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ) (જ. 16 ઑક્ટોબર 1878, ચેન્નારા, જિ. માલપુરમ, કેરળ; અ. 13 માર્ચ 1958) : કથકલીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સપાટી પર મશહૂર કરનાર કેરળના બહુમુખી કલાકાર તથા અગ્રણી સાહિત્યકાર. કેરળ સાહિત્યિક-ત્રિપુટીમાંના એક. તેઓ ‘મહાકવિ’ તરીકે જાણીતા હતા, ત્રિપુટીના અન્ય બે સાહિત્યકારો તે ઉલ્વુળ પરમેશ્વર આયૈર અને કુમારન આશાન.…

વધુ વાંચો >

વૈજયંતીમાલા

વૈજયંતીમાલા (જ. 13 ઑગસ્ટ 1936, ચેન્નાઈ, તામિલનાડુ) : હિંદી ચલચિત્રજગતની અભિનેત્રી અને નૃત્યાંગના. હિંદી ચિત્રોમાં સફળતાનાં શિખરો સર કરનાર આ પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ 1951માં ફિલ્મ ‘બહાર’ સાથે હિંદી ચલચિત્રોમાં પગ મૂક્યો હતો. ‘બહાર’નું નિર્માણ તમિળ ચલચિત્ર પરથી કરવામાં આવ્યું હતું. કુશળ નર્તકી વસુંધરાદેવીનાં પુત્રી વૈજયંતીમાલાએ હિંદી ચિત્રોમાં આવતા પહેલાં…

વધુ વાંચો >

વૈંપટિ, ચિન્ન સત્યમ્

વૈંપટિ, ચિન્ન સત્યમ્ (જ. 15 ઑક્ટોબર 1929, કુચીપુડી ગામ) : દક્ષિણ ભારતની કુચીપુડી નૃત્યશૈલીને શાસ્ત્રીય દરજ્જો અપાવનાર નૃત્યકાર. પિતા વેંકટ ચેલ્લૈયા અને માતા વરલક્ષ્મમ્મા. બાળપણથી અન્ય કલાકારો સાથે સતત રહીને નૃત્યનાટિકાઓમાં સક્રિય ભાગ લીધો. નૃત્યની પ્રારંભિક તાલીમ બે પિતરાઈ ભાઈઓ તાડેપલ્લે પેરૈયા શાસ્ત્રી તથા વેંકટ પેદા સત્યમ્ પાસેથી લીધી. વળી…

વધુ વાંચો >

શર્મા, વેદાંત સત્યનારાયણ

શર્મા, વેદાંત સત્યનારાયણ (જ. 1934, કુચિપુડી ગામ, આંધ્રપ્રદેશ) : કુચિપુડી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર. પિતાનું નામ સુબ્બયા અને માતાનું નામ વેંકટરત્નમ્. સોળમી સદીમાં ભક્તકવિ સિદ્ધેન્દ્ર યોગીએ ભાગવતના પ્રસંગો પર આધારિત નાટિકાઓ રચી અને તેમને ભજવવા બ્રાહ્મણ યુવકોને તૈયાર કર્યા. તેમની પ્રસ્તુતિથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને આખું ગામ તેમને ભેટ આપ્યું…

વધુ વાંચો >

શંભુ મહારાજ

શંભુ મહારાજ (જ. 1904; અ. 4 નવેમ્બર 1970) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના વિખ્યાત નૃત્યકાર. પિતાનું નામ કાલકાપ્રસાદ. શંભુ મહારાજ તેમના સૌથી નાના પુત્ર હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી; પણ કાકા બિંદાદીન મહારાજ(1829-1915)નું ખૂબ હેત મળ્યું. આઠ-દસ વર્ષના થયા ત્યાં બિંદાદીન મહારાજનો પણ સ્વર્ગવાસ થયો. પણ પિતાતુલ્ય કાકાએ બાળક…

વધુ વાંચો >

શાહ, ધરમશી મૂળજીભાઈ

શાહ, ધરમશી મૂળજીભાઈ (જ. 5 એપ્રિલ 1920, ભાવનગર) : ગુજરાતના નૃત્યકાર અને વાદ્યવિશારદ. રાષ્ટ્રીય સંસ્થા દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાંથી વિનીત (1939); 1940-41માં શાંતિનિકેતન (પં. બંગાળ)માં સંગીત અને નૃત્યનો અભ્યાસ; 1943-44 દરમિયાન ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, અલમોડામાં નૃત્યનો અભ્યાસ. પછી તેમણે પંડિત સુંદરલાલ ગાંગાણી પાસેથી કથક નૃત્ય, જી. રામગોપાલ (ચેન્નાઈ) પાસેથી ભરતનાટ્યમ્, કુંજુનાયક વાલંકડા…

વધુ વાંચો >

શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન

શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન (જ. ?) : ભરતનાટ્યમનાં નિષ્ણાત નૃત્યાંગના. વડોદરા ખાતે પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., ટૅક્સેશનમાં એલએલ.બી. તથા એલએલ.બી.(સ્પેશિયલ)ની પદવીઓ મેળવ્યા બાદ, 1965થી તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સમાં ભરતનાટ્યમમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ ‘ગુજરાતનાં પ્રથમ નૃત્યકાર છે, કે જેમને તેમના ‘ગુજરાતનું રાસનૃત્ય’ …

વધુ વાંચો >

શાહ, વાજિદઅલી

શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે…

વધુ વાંચો >

શિયરર, મોઇરા

શિયરર, મોઇરા (જ. 17 જાન્યુઆરી 1926, સ્કૉટલૅન્ડ) : વિશ્વપ્રસિદ્ધ બૅલે નર્તકી. સેડ્લર્સ વેલ્સ અને રૉયલ બૅલેમાં તેમણે બૅલે-નર્તનનો અભ્યાસ કર્યો. 1941માં તેઓ ‘ઇન્ટરનૅશનલ બૅલે કંપની’માં નર્તકી તરીકે જોડાયાં. હવે તેમણે ‘કોપેલિયા’ અને ‘ગીઝાલે’ તથા ચાઇકૉવ્સ્કીના બૅલે ‘સ્વાન લેઇક’ અને ‘સ્લીપિન્ગ બ્યૂટી’માં પ્રમુખ ‘સ્લીપીન્ગ બ્યૂટી’ બૅલેમાં મુખ્ય નર્તકી તરીકે મોઇરા શિયરર,…

વધુ વાંચો >