Choreography

રાવલ, (શ્રીમતી) નીલા રમેશ

રાવલ, (શ્રીમતી) નીલા રમેશ (જ. 18 ફેબ્રુઆરી 1944, સૂરત) : જાણીતાં નૃત્યાંગના અને નૃત્ય-શિક્ષિકા. જીવનભારતી (સૂરત) શાળામાં અભ્યાસ કરીને 1960માં એસ.એસ.સી. થયાં. મોટાં બહેન કુ. ભક્તિબહેન શાહ (ચિત્રકાર) સાથે મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી પેઇન્ટિંગ્સ તેમજ 3 વર્ષની શિલ્પકલાની પરીક્ષા પાસ કરી. 6 વર્ષ સુધી નૃત્યનિકેતનમાં ગુરુજી કટ્ટીકૃષ્ણન્…

વધુ વાંચો >

રાવ, વિજયરાઘવ

રાવ, વિજયરાઘવ (જ. 3 નવમ્બર 1925, ચેન્નાઈ) : વિખ્યાત વાંસળી-વાદક, નૃત્યકાર તથા નૃત્યનિર્દેશક. પિતાનું નામ રામારાવ તથા માતાનું નામ સુબ્બૈયમ્મા. આંધ્રપ્રદેશના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ આકર્ષાયા. સદભાગ્યે પરિવારમાં સંગીતનો માહોલ હતો, જેનો લાભ તેમને બાલ્યાવસ્થાથી જ મળતો રહ્યો હતો. 1946માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

રેળે, કનક

રેળે, કનક (જ. 11 જૂન 1936, મુંબઈ) : અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ કૃષ્ણરાજ દિવેચા તથા માતાનું નામ મધુરી દિવેચા. મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી કુટુંબમાં જન્મેલ કનકમાં કલા વિશે જન્મજાત અભિરુચિ હતી. ખૂબ નાની વયમાં પિતાનું છત્ર ગુમાવ્યા છતાં તેના અભ્યાસ કે નૃત્યકલાના અભિગમને વિકસાવવામાં કોઈ ઊણપ ન આવી. ભરતનાટ્યમના વિદ્વાન ગુરુ…

વધુ વાંચો >

રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’

રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’ (જ. 1878, રિચમંડ, વર્જિનિયા; અ. 1949) : અમેરિકાના ખ્યાતનામ ટૅપ-નર્તક. મૂળ નામ લ્યૂથર રૉબિન્સન. લાડકું નામ ‘કિંગ ઑવ્ ટૅપૉલોજી’. તેમણે 8 વર્ષની વયે વ્યવસાયી ધોરણે નર્તક તરીકે લુઇવિલે, કેન્ટકીમાં કામ કરવા માંડ્યું. પછી તેઓ લોકપ્રિય સંગીત-નાટકોમાં નર્તક તરીકે કામ કરવા 1891માં ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. 1928માં તેમણે બ્રૉડવેના…

વધુ વાંચો >

રોશનકુમારી

રોશનકુમારી : ભારતનાં નૃત્યાંગના. અંબાલાનાં મશહૂર પાર્શ્વગાયિકા ઝોહરાબેગમ તથા તબલા અને પખવાજ-વાદક ફકીર અહમદનાં પુત્રી રોશનકુમારીને કથક નૃત્ય શીખવા માટે બાળપણથી પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં તેમને કે. એસ. મોરે અને પછી જયપુર ઘરાણાના પંડિત હનૂમાનપ્રસાદ અને ગુરુ સુંદરપ્રસાદ હેઠળ તાલીમ મળી. તે પછી પતિયાલાના ગુલામહુસેનખાંએ પણ તેમને પ્રશિક્ષણ આપ્યું. કથક સાથે…

વધુ વાંચો >

લક્ષ્મી શંકર

લક્ષ્મી શંકર (જ. 16 જૂન 1926, તાતાનગર) : વિખ્યાત નૃત્યકાર તથા સંગીતકાર. કલાક્ષેત્રે વિખ્યાત શંકર પરિવારનાં કુલવધૂ. ઉદયશંકર અને અમલાદેવી તેમનાં જેઠ-જેઠાણી અને સિતારવાદક રવિશંકર ને નૃત્યકાર સચીનશંકર તથા દેવેન્દ્રશંકર તેમના દિયર થાય. તેમનાં લગ્ન કલાવિવેચક અને ‘સંચારિણી’ સંસ્થાના સંચાલક રાજેન્દ્રશંકર સાથે થયેલાં. આમ પરિવારનું સંગીતમય વાતાવરણ તેમનો પ્રેરણાસ્રોત બન્યું.…

વધુ વાંચો >

લચ્છુ મહારાજ

લચ્છુ મહારાજ (જ. 19૦1, લખનૌ; અ. 19 જુલાઈ 1972, લખનૌ) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના શ્રેષ્ઠ જ્ઞાતા તથા સમર્થ ગુરુ. મૂળ નામ વૈજનાથ. પિતાનું નામ કાલિકાપ્રસાદ, જેઓ પોતે જાણીતા તબલાનવાઝ હતા. લચ્છુ મહારાજનું બાળપણ વતન લખનૌમાં વીત્યું. કથક નૃત્યશૈલીની પ્રાથમિક તાલીમ તેમણે તેમના કાકા અને લખનૌ ઘરાનાના પ્રતિષ્ઠાપક તથા જનક…

વધુ વાંચો >

લાખિયા, કુમુદિની

લાખિયા, કુમુદિની (જ. 17 મે 1930, મુંબઈ) : કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક. મૂળ નામ કુમુદિની જયકર. પિતાનું નામ દિનકર તથા માતાનું નામ લીલા. પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્વનું સ્થાન અપાતું હતું. માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી.…

વધુ વાંચો >

લીટલ બેલે ટ્રૂપ (સ્થાપના 1952)

લીટલ બેલે ટ્રૂપ (સ્થાપના 1952) : ભારતીય નૃત્યનાટિકાઓ ભજવતી ભારતની અગ્રણી કલાસંસ્થા. જાણીતા નૃત્યકાર અને કોરિયૉગ્રાફર શ્રી ઉદય શંકર પાસે અલ્મોડાના કલ્ચર સેન્ટરમાં તાલીમ લઈને શ્રી શાંતિ બર્ધને લીટલ બેલે ટ્રૂપની સ્થાપના કરી. શ્રી શાંતિ બર્ધને મણિપુરી અને ટીપેરાની નૃત્યશૈલીનો અભ્યાસ કર્યો હતો. 1944થી શરૂ કરી ઉદય શંકર દિગ્દર્શિત ‘ભુખા…

વધુ વાંચો >

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય : યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણ અમેરિકાના પ્રદેશ તથા સમગ્ર કૅરિબિયન ટાપુઓની સંગીત-નૃત્ય-કલા. આ વિશાળ વિસ્તારના સંગીતનો ભૌગોલિક દૃષ્ટિએ નહિ, પણ મહદ્ અંશે વંશીય (ethnic) ઘટકોની દૃષ્ટિએ વિચાર કરવામાં ઔચિત્ય રહેલું છે. આ વંશીય ઘટકો તે યુરોપિયન (મુખ્યત્વે ઇબેરિયન), અમેરિન્ડિયન, આફ્રિકન તથા મેસ્ટિઝો (એટલે કે ‘મિશ્ર’). લૅટિન…

વધુ વાંચો >