Chemistry
ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis)
ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis) (જ. 8 ફેબ્રુઆરી 1866, ઇલિઝાવેટગ્રાટ, રશિયા; અ. 12 ફેબ્રુઆરી 1947, ઍન આર્બર, મિશિગન, યુ.એસ.) : રસાયણશાસ્ત્રમાં મુક્ત મૂલકો(free radicals)ના આદ્ય સંશોધક અને જન્મે રશિયન પણ અમેરિકન રસાયણવિદ. તેમણે મુક્ત મૂલકોના અભ્યાસનો પ્રારંભ કર્યો અને 1900માં સૌપ્રથમ પ્રમાણભૂત મુક્ત મૂલક ટ્રાઇફિનાઇલ મેળવ્યો. તેમના પિતાની ઝારવિરોધી ચળવળના કારણે…
વધુ વાંચો >ગોલ્ડ (સોનું)
ગોલ્ડ (સોનું) : આવર્તક કોષ્ટકના 11મા (અગાઉના IB) સમૂહમાં આવેલું ધાતુતત્વ. તે સંજ્ઞા Au, પરમાણુ ક્રમાંક 79 અને પરમાણુભાર 196.967 ધરાવતું તત્વ. તે ઘેરા પીળા રંગની, ચળકતી, નરમ, કીમતી ધાતુ છે. મુક્ત સ્થિતિમાં મળી આવતું હોવાને કારણે સોનું પુરાણકાળથી કલાત્મક નમૂના, પૂજા માટેનાં પાત્રો, આભૂષણો અને ચલણી સિક્કામાં વપરાતું આવ્યું…
વધુ વાંચો >ગૌડ, રામદાસ
ગૌડ, રામદાસ (જ. 1881 જૌનપુર; અ. 1937 બનારસ) : મૂળ રસાયણશાસ્ત્રી અને હિંદીને માધ્યમ બનાવી વૈજ્ઞાનિક વિષયો પર લખનારા પ્રસિદ્ધ તજજ્ઞ. અભ્યાસ બનારસ અને અલાહાબાદમાં થયો અને 1903માં મ્યોર સેંટ્રલ કૉલેજ, અલાહાબાદમાં બી.એ. થયા. ત્યારબાદ અનેક શિક્ષણસંસ્થાઓમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી, પરંતુ અસહકાર આંદોલન ફેલાતાં એમણે વિશ્વવિદ્યાલયની નોકરી છોડી…
વધુ વાંચો >ગૌણ નીપજનું વ્યવસ્થાપન
ગૌણ નીપજનું વ્યવસ્થાપન : રાસાયણિક ઉદ્યોગમાં ઉત્પાદન દરમિયાન મુખ્ય નીપજની સાથે ઉત્પન્ન થતી ગૌણ નીપજનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની વ્યવસ્થા. કાર્બનિક રસાયણમાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજની સાથે ગૌણ નીપજ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે અકાર્બનિક રસાયણમાં તેનું ઉત્પાદન બહુ ઓછી પ્રક્રિયામાં જોવા મળે છે. ક્યુમીન સાથે હવા અને ઉદ્દીપકની હાજરીમાં…
વધુ વાંચો >ગૌણ સલ્ફાઇડ નિક્ષેપો
ગૌણ સલ્ફાઇડ નિક્ષેપો (secondary sulphide deposits) : ભૂગર્ભજળસપાટીથી નીચેના કેટલાક વિભાગોમાં અનુકૂળ સંજોગો હેઠળ ઉદભવતા સલ્ફાઇડજન્ય નિક્ષેપો. ભૂપૃષ્ઠના ખડકો પર લાંબા ગાળાની ખવાણની ક્રિયાની અસર થાય છે ત્યારે તેમાંના ખનિજ-ઘટકો વિભંજન – વિઘટન પામીને છૂટા પડી જાય છે. મોટા ભાગનાં દ્રવ્યો જળવહન દ્વારા સ્થાનાંતરિત થાય છે; પરંતુ ખડકોમાં ધાતુખનિજ-દ્રવ્ય હોય…
વધુ વાંચો >ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન)
ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન) (જ. 2 ઑગસ્ટ 1788, ગોટિંજન, જર્મની; અ. 13 એપ્રિલ 1853, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન રસાયણશાસ્ત્રી. હાઇડલબર્ગના રસાયણ તથા ઔષધવિજ્ઞાન-(medicine)ના પ્રાધ્યાપક. તેમણે પોટૅશિયમ ફેરિસાઇનાઇડ નામનું અકાર્બનિક લવણ સૌપ્રથમ શોધ્યું હતું. આ ઉપરાંત ખનિજશાસ્ત્ર ઉપર પણ તેમણે લેખો લખ્યા છે. વળી તેમણે પાચનક્રિયા, પિત્તાશય, (gall bladder) તથા રક્ત…
વધુ વાંચો >ગ્રીઝ
ગ્રીઝ : જાનવરોનાં અંગઉપાંગમાંથી કાઢેલ અખાદ્ય ચરબી અથવા પેટ્રોલમાંથી મેળવેલું કે સંશ્લેષણ દ્વારા મેળવેલું પ્રગાઢક (thickening agent) ઉમેરેલું તેલ. ગ્રીઝનો વિશાળ સમૂહ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (ક) ખનિજતેલ તથા ઘન ઊંજણોનું મિશ્રણ; (ખ) મીણ, ચરબી, રાળ (resin), તેલ તથા પિચનાં વિવિધ મિશ્રણો, (ગ) સાબુ ઉમેરી ઘટ્ટ બનાવેલ ખનિજતેલ.…
વધુ વાંચો >ગ્રીન્યાર (Grignard) પ્રક્રિયકો
ગ્રીન્યાર (Grignard) પ્રક્રિયકો : આલ્કિલ કે ઍરાઇલ હેલાઇડનાં મૅગ્નેશિયમ સાથે બનતાં કાર્બ-મૅગ્નેશિયમ હેલાઇડ સંયોજનો. વિક્ટર ગ્રીન્યારે આ પ્રક્રિયકો શોધ્યા તથા સંશ્લેષણ માટે વાપર્યા. તેના વ્યાપક ઉપયોગ માટે તેમને 1912નો નોબેલ પુરસ્કાર મળેલો. ગ્રીન્યાર પ્રક્રિયકો વિવિધ પ્રક્રિયામાં સાવચેતીપૂર્વક વાપરી શકાય તેટલા સ્થાયી છે. તેમનું સામાન્ય સૂત્ર R – Mg – X …
વધુ વાંચો >ગ્રીન્યાર પ્રક્રિયા
ગ્રીન્યાર પ્રક્રિયા : આલ્ડિહાઇડ તથા કીટોનમાં ગ્રીન્યાર પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ફૉર્માલ્ડિહાઇડ દ્વારા પ્રાથમિક આલ્કોહૉલ, અન્ય આલ્ડિહાઇડ દ્વારા દ્વિતીયક આલ્કોહૉલ તથા કીટોન દ્વારા તૃતીયક આલ્કોહૉલ બને છે. આ પ્રક્રિયાનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થાય છે અને બધા પ્રકારનાં આલ્કોહૉલ સંયોજનો આ રીતે બનાવી શકાયાં છે. ઉપરના સમીકરણમાં R આલ્કિલ…
વધુ વાંચો >ગ્રીન્યાર, વિક્ટર
ગ્રીન્યાર, વિક્ટર (જ. 6 મે 1871, ચેસ્બર્ગ ફ્રાન્સ; અ. 13 ડિસેમ્બર 1935, લિયોં) : ગ્રીન્યાર પ્રક્રિયકની શોધ માટે રસાયણવિજ્ઞાનનો 1912નો નોબેલ પુરસ્કાર (પૉલ સૅબેત્યેર સાથે) મેળવનાર ફ્રેન્ચ રસાયણજ્ઞ. કાર્બ-મૅગ્નેશિયમ સંયોજનોના તેમના સંશોધનકાર્યે કાર્બનિક રસાયણમાં સંશોધનની નવી ક્ષિતિજો ખોલી. 1898માં તેમણે ફિલિપ બાર્બ્યેના વિદ્યાર્થી તરીકે આલ્કાઇલ ઝિંક સંયોજનોનો અભ્યાસ શરૂ કર્યો.…
વધુ વાંચો >