Chemistry
ક્યુરારી
ક્યુરારી (curare) : દક્ષિણ અમેરિકાનાં કેટલાંક વૃક્ષોમાંથી મળતું 40 જેટલાં આલ્કેલૉઇડનું અત્યંત વિષાળુ મિશ્રણ. સાપના ઝેરમાં પણ તે હોય છે. તે પેશીને શિથિલ કરનાર (muscle relaxant) છે. ઍમેઝોન અને ઓરિનોકો નદીના પ્રદેશના ઇન્ડિયનો જંગલી પ્રાણીઓના શિકાર માટે તીરના ફળાને વિષાળુ બનાવવા તેનો ઉપયોગ કરતા. તેમની ભાષામાંના ‘વૂરારી’ (woorari) એટલે વિષ…
વધુ વાંચો >ક્યુરી મેરી
ક્યુરી, મેરી (જ. 7 નવેમ્બર 1867, વૉર્સો, પોલૅન્ડ; અ. 4 જુલાઈ 1934, પૅરિસ) : રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની. જન્મનામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી (Henri) બૅકરલ…
વધુ વાંચો >ક્રાઉન ઈથર
ક્રાઉન ઈથર : (XCH2CH2) એકમોનું પુનરાવર્તન થતું હોય તેવાં દીર્ઘચક્રીય (macrocyclic) કાર્બનિક સંયોજનો [X = O, N, S, P વગેરેમાંથી કોઈ પણ વિષમ પરમાણુ (heteroatom) હોય. કેટલાક ક્રાઉન ઈથરમાં (XCH2)n અથવા (XCH2CH2CH2)n એકમો પણ હોઈ શકે. તેમની નામ પાડવાની પદ્ધતિ હજુ સુધી સારી રીતે વિકાસ પામેલી નથી પણ પ્રચલિત પદ્ધતિ…
વધુ વાંચો >ક્રિપ્ટૉન
ક્રિપ્ટૉન (Kr) : આવર્ત કોષ્ટકમાં 0 સમૂહ(ઉમદા વાયુઓ)ના નિષ્ક્રિય વાયુરૂપ (અધાતુ) રાસાયણિક તત્વ. ગ્રીક શબ્દ ક્રિપ્ટૉસ (hidden) પરથી તેને નામ મળેલું છે. 1898માં સર વિલિયમ રામ્સે અને મૉરિસ ડબ્લ્યૂ. ટ્રાવર્સે પ્રવાહી હવાના નિસ્યંદન દરમિયાન નિયૉન અને ઝિનૉનની સાથે તેને શોધી કાઢ્યો. તે હવા કરતાં આશરે ત્રણગણો ભારે છે અને રંગવિહીન,…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી
ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી (crystal field theory – CFT) : સંકીર્ણ સંયોજનોમાં રાસાયણિક આબંધન (bonding) માટેનો મુખ્યત્વે આયનિક અભિગમ, જે જૂના સ્થિરવૈદ્યુતિક (electrostatic) સિદ્ધાન્તને પુનર્જીવિત (revitalize) કરે છે. તેની મદદથી સંક્રાંતિક ધાતુ-આયનોનાં સંયોજનોનાં શોષણ-વર્ણપટો અને ચુંબકીય ગુણધર્મો સમજાવી શકાય છે તેમજ વિવિધ લિગેન્ડો (સંલગ્નીઓ, Ligands) સાથે જુદી જુદી ધાતુઓનાં સંકીર્ણોની સ્થિરતા,…
વધુ વાંચો >