Botany
સુખડચંદન
સુખડચંદન : જુઓ ચંદન
વધુ વાંચો >સુગંધી તેલ (essential oil)
સુગંધી તેલ (essential oil) : ખાસ કરીને કોનિફેરસ અને સાઇટ્રસ વર્ગની, વાનસ્પતિક જાતિ(સ્પીસીઝ)ના સુગંધીધારક છોડમાંથી મેળવાતા સુગંધીદાર, અતિબાષ્પશીલ અને નિસ્યંદિત થઈ શકે તેવા તૈલી પદાર્થો. જુદાં જુદાં ટર્પીનનાં મિશ્રણરૂપ આ તેલો વનસ્પતિનાં પર્ણો, ડાળીઓ (twigs), પુષ્પકળીઓ (blossoms), ફળ, પ્રકાંડ (stem), રસ (sap), રેસાઓ, મૂળિયાં જેવા વિવિધ ભાગોમાંથી મળી આવે છે.…
વધુ વાંચો >સુપોષણ (Eutrophication)
સુપોષણ (Eutrophication) : દૂષિત પદાર્થોને કારણે જલાવરણમાં પોષક દ્રવ્યોની માત્રાના અતિરેકથી લીલ/સેવાળ વગેરેની નિરંકુશ અતિવૃદ્ધિ થતાં જલ-નિવસનતંત્રમાં ઉદભવતી વિકૃત પરિસ્થિતિ. નિસર્ગમાં આ પરિસ્થિતિ ચાલતી રહે છે; પરંતુ મનુષ્ય દ્વારા નિસર્ગ સાથે થતા હસ્તક્ષેપને કારણે અને પ્રદૂષણમાં થતા વધારાને કારણે સુપોષણની પ્રક્રિયા વધી રહી છે. કુદરતી પ્રક્રિયાને પરિણામે સરોવર તથા નદીના…
વધુ વાંચો >સુબાબુલ (લાસો બાવળ)
સુબાબુલ (લાસો બાવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucaena glauca Benth. (ગુ. લાસો બાવળ, વિલાયતી બાવળ; તે. કાનીટી; ત. તગરાઈ; મલ. તકારાન્નીરામ; અં. વ્હાઇટ પોપીનેક, લેડ ટ્રી) છે. તે એક મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે…
વધુ વાંચો >સુલતાન ચંપો
સુલતાન ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ગટ્ટીફેરીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Calophyllum inophyllum Linn. (સં. નાગચંપા; હિં., બં. સુલતાન ચંપા; મ. ઊંડી, સુરંગી; તે. પૌના; તા. પુન્નાઈ, પિન્નાય; ક. વુમા, હોન્ને; મલા. પુન્ના; અં. ઍલેક્ઝેન્ડ્રિયન લોરેલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત, ઉપ-સમુદ્રતટીય (sub-maritime) વૃક્ષ છે અને સુગંધિત પુષ્પો…
વધુ વાંચો >સુષુપ્તતા
સુષુપ્તતા : વૃદ્ધિ માટેનાં બધાં જ પર્યાવરણીય પરિબળો પૂરાં પાડવા છતાં જીવંત બીજના અંકુરણ અને કલિકાના વિકાસના અવરોધની પરિઘટના. બીજ-પરિપક્વન દરમિયાન શુષ્કતાના પ્રતિચારરૂપે ભ્રૂણ સુષુપ્ત અવસ્થામાં પ્રવેશે છે. પરિપક્વ બીજના ભ્રૂણની વૃદ્ધિના પુનરારંભને અંકુરણ કહે છે. તેનો આધાર વાનસ્પતિક વૃદ્ધિ માટે જરૂરી હોય તેવાં જ પર્યાવરણીય પરિબળો ઉપર રહેલો છે.…
વધુ વાંચો >સૂક્ષ્મ પોષકો
સૂક્ષ્મ પોષકો : વનસ્પતિ-પોષણ માટે અતિઅલ્પ પ્રમાણમાં જરૂરી ખનિજ-તત્વો. આ ખનિજ-તત્વો ઘણુંખરું ઉત્સેચકના ઘટક તરીકે કાર્ય કરે છે; કેટલીક વાર તે ઉત્સેચકની ક્રિયાશીલતા માટે કે અન્ય દેહધાર્મિક કાર્ય માટે આવશ્યક હોય છે. સામાન્યત: ખનિજ આવશ્યક તત્વોને વનસ્પતિપેશીમાં રહેલી તેમની સાપેક્ષ સાંદ્રતાને આધારે બૃહત્પોષકો (macronutrients) અને સૂક્ષ્મ પોષકોમાં વર્ગીકૃત કરવામાં આવે…
વધુ વાંચો >સૂરણ
સૂરણ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amorphophallus campanulatus Blume ex Decne (ગુ., મ. સૂરણ; હિં. જંગલી સૂરન, સૂરન, ઝમીનકંદ; બં. ઓલ; ક. સુવર્ણ ગેડ્ડા; તે. માનશીકંદ, પોટીગુંડા, થીઆકંદ; મલ., તા. ચેના, કચુલ, કરનાઈકિલંગુ, શીનાઈ કીઝાન્ગુ; અ. એલિફંટ-ફૂટ યામ) છે. તે કંદિલ (taberous), મજબૂત 1.0…
વધુ વાંચો >સૂર્યમુખી
સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર,…
વધુ વાંચો >સેકેરમ
સેકેરમ : જુઓ શેરડી.
વધુ વાંચો >