Bengali literature

દાસ, કમલ

દાસ, કમલ (જ. 2 ઑક્ટોબર 1921, કૉલકાતા; અ. 1994) : બંગાળી લેખિકા. કૉલકાતામાં શિક્ષણ. દેવેશ દાસ સાથે લગ્ન. એમણે આઈ.એ.એસ. થઈને સરકારી ઉચ્ચ અમલદાર તરીકે નોકરી સ્વીકારી. એમણે પુષ્કળ પ્રવાસ ખેડ્યો છે. ઉત્તરે મેરુ દક્ષિણે બરણ (1980), કૅક, ચૉકલેટ ઓર રૂપકથા (1981), પ્રવાસના પુસ્તકો છે. ‘જાના અંજાના’ (1977), ‘અમૃતસ્ય પુત્રી’…

વધુ વાંચો >

દાસગુપ્ત, આલોકરંજન

દાસગુપ્ત, આલોકરંજન (જ. 6 ઑક્ટોબર 1933, કૉલકાતા) : બંગાળીના અગ્રણી કવિ. તેમની કૃતિ ‘મરમી બરાત’ને સાહિત્ય અકાદમીનો 1992ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે શાંતિનિકેતનમાં લીધું. ત્યાંના આશ્રમજીવનનો તેમના વ્યક્તિત્વ તેમજ કવિતા પર સ્થાયી પ્રભાવ રહ્યો. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું અને જાદવપુર યુનિવર્સિટીમાં જોડાયા અને…

વધુ વાંચો >

દાસગુપ્તા, બુદ્ધદેવ

દાસગુપ્તા, બુદ્ધદેવ (જ. 11 ફેબ્રુઆરી 1944, પુરુલિયા) : બંગાળી કવિ અને ફિલ્મનિર્દેશક. તે સત્યજિત રાય, ઋત્વિક ઘટક અને મૃણાલ સેન પછીના મહત્વપૂર્ણ ચલચિત્રસર્જક લેખાય છે. કારકિર્દીનો આરંભ અધ્યાપનથી કર્યો હતો. કૉલકાતા યુનિવર્સિટીમાં 1968થી 1976 સુધી અર્થશાસ્ત્ર ભણાવ્યું. 1978થી ચલચિત્રોની દુનિયામાં આવ્યા. પ્રથમ મહત્વના ચલચિત્ર ‘દૂરત્વ’માં સત્યજિત રાયની ફિલ્મોમાં જોવા મળતી…

વધુ વાંચો >

દાસગુપ્તા, શશીભૂષણ

દાસગુપ્તા, શશીભૂષણ (જ. 1911, કૉલકાતા; અ. 21 જુલાઈ 1964, કૉલકાતા) : બંગાળી લેખક, સંશોધક, વિવેચક અને ચિંતક. કૉલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી ફિલસૂફીનો વિષય લઈને બી.એ. થયા. વિશ્વવિદ્યાલયમાં  પ્રથમ આવ્યા ને ક્લિન્ટ સ્મારક પારિતોષિક મેળવ્યું. 1935માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી બંગાળી વિષય લઈને એમ.એ.ની પરીક્ષા આપી. તેમાં પણ તેઓ પ્રથમ આવ્યા ને કૉલકાતા…

વધુ વાંચો >

દાસ, જીવનાનંદ

દાસ, જીવનાનંદ [જ. 17 ફેબ્રુઆરી 1899, બારીસાલ (હાલ બાંગ્લાદેશ); અ. 22 ઑક્ટોબર 1954, કૉલકાતા] : બંગાળી લેખક. બારીસાલમાં જન્મ. પૂર્વ બંગાળમાં પ્રાકૃતિક સૌંદર્યના વાતાવરણમાં બાલ્ય વિતાવ્યું. માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ કૉલકાતામાં લીધું અને ત્યાં જ કાયમી વસવાટ કર્યો. એમનું સાહિત્યિક ઘડતર ત્યાં જ થયું. એમણે પોતાની આસપાસના જનજીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું.…

વધુ વાંચો >

દેવસેન, નવનીતા

દેવસેન, નવનીતા (જ. 13 જાન્યુઆરી 1938, કૉલકાતા) : બંગાળી લેખિકા. કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી તથા બંગાળી વિષય લઈને એમ.એ. થયાં અને યુનિવર્સિટીમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવ્યો. વધુ અભ્યાસ માટે અમેરિકા ગયાં, અને ત્યાં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં 1963માં તુલનાત્મક સાહિત્ય પર શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તે પછી તેમણે સ્નાતકોત્તર ફેલો તરીકે 1964–66…

વધુ વાંચો >

દે, વિષ્ણુ

દે, વિષ્ણુ (જ. 18 જુલાઈ 1909, કૉલકાતા; અ. 3 ડિસેમ્બર 1982, કૉલકાતા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બંગાળી કવિ. માધ્યમિક શિક્ષણ કૉલકાતાની સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની સેંટ પોલ કૉલેજમાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય લઈને એમ.એ થયા. 1935માં કૉલકાતાની રિપન કૉલેજમાં અંગ્રેજીના…

વધુ વાંચો >

દ્વિજ માધવ

દ્વિજ માધવ (સોળમી સદી) : બંગાળી લેખક. એણે ‘ચંડીમંગલ’ કાવ્યની રચના કરી છે. કાવ્યમાં પોતાની માહિતી આપતાં કહ્યું છે કે એ હુગલી નદીને કિનારે આવેલા સતગાંવનો રહેવાસી હતો. પણ એનું કુટુંબ પછી પૂર્વ બંગાળમાં જઈને વસ્યું હતું અને કાવ્યની રચના પણ ત્યાં જ કરી હતી. એ કાવ્યમાં સામાન્ય રીતે ‘ચંડીમંગલ’માં…

વધુ વાંચો >

ન હન્યતે

ન હન્યતે (1974) : પ્રસિદ્ધ બંગાળી લેખિકા મૈત્રેયીદેવીની અમર કૃતિ. 1976ના શ્રેષ્ઠ બંગાળી ગ્રંથ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા તે પુરસ્કૃત થયેલી. પ્રગટ થયેલી તેની અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની બધી ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એનો અંગ્રેજી અનુવાદ લેખિકાએ પોતે કર્યો છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ન હન્યતે’…

વધુ વાંચો >

નાન્દી, મતિ

નાન્દી, મતિ (જ. 10 જુલાઈ 1931, કૉલકાતા; અ. 3 જાન્યુઆરી 2010) : જાણીતા બંગાળી નવલકથાકાર. તેમને તેમની ચિંતનાત્મક નવલકથા ‘સાદા ખામ’ માટે 1991ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે તત્કાલીન કૉલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં બી. એ. (ઑનર્સ) તેમજ એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. તેઓ બંગાળી અને અંગ્રેજી એ બંને ભાષાઓના…

વધુ વાંચો >