Bengali literature
ગીતાંજલિ
ગીતાંજલિ (1910) : રવીન્દ્રનાથ ઠાકુરનો 157 બંગાળી ઊર્મિગીતો અને કાવ્યોનો સંગ્રહ. રવીન્દ્રનાથે એનો જાતે અંગ્રેજી અનુવાદ કરેલો; જે 1912માં ઇન્ડિયા સોસાયટી લંડન તરફથી પ્રકાશિત થયેલો. એ પુસ્તક માટે એમને 1913માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એ જ નામની સમગ્ર બંગાળી કૃતિનો એ અનુવાદ નથી; પરંતુ ગીતાંજલિમાંથી 51, ગીતિમાલ્યમાંથી 18, નૈવેદ્યમાંથી 16,…
વધુ વાંચો >ગુહા, નરેશ
ગુહા, નરેશ (જ. માર્ચ 1923, બાંગ્લાદેશ; અ. 4 જાન્યુઆરી 2009) : પશ્ચિમ બંગાળના પ્રખ્યાત કવિ, અનુવાદક, વિદ્વાન અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કવિતાસંગ્રહ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કોલકાતા યુનિવર્સિટી અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી, ઇલિનૉઇ, અમેરિકામાં પ્રતિભાશાળી શૈક્ષણિક કારકિર્દી બાદ ફુલબ્રાઇટ સ્કૉલરશિપ તથા રૉકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ…
વધુ વાંચો >ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી)
ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી) : બંગાળી લોકકથાનું પાત્ર. અઢારમી સદીના મધ્યભાગ દરમિયાન નવદ્વીપના રાજા કૃષ્ણચન્દ્ર રાયનો તીવ્ર બુદ્ધિ ધરાવતો વિખ્યાત દરબારી. રાજાને જ્યારે જ્યારે કોઈ સમસ્યાના ઉકેલમાં મૂંઝવણ થતી, ત્યારે ગોપાલ ભાંડની સલાહ પ્રમાણે સમસ્યા ઉકેલતા. અકબરના દરબારના બીરબલ અથવા દક્ષિણના તેનાલીરામ જેવી જ એની પ્રતિભા હતી. એ પોતાની અવનવી…
વધુ વાંચો >ગોવિંદદાસ
ગોવિંદદાસ (જ. 1530, શ્રીખંડ, જિ. બર્ધમાન; અ. 1613) : સોળમી સદીના બંગાળી વૈષ્ણવ કવિ. તેમના પિતાનું નામ ચિરંજીવ સેન અને માતાનું નામ સુનંદા હતું. તેમના ભાઈ રામચંદ્ર શક્તિના ઉપાસક હતા. તેવી રીતે તેઓ પણ પહેલાં શક્તિના ઉપાસક હતા, પણ 1577 અને 1580માં તેમના વૈષ્ણવ ગુરુ શ્રીનિવાસ આચાર્ય પાસે તેમણે વૈષ્ણવ…
વધુ વાંચો >ગોસ્વામી, જય
ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…
વધુ વાંચો >ઘરે ફેરાર દિન (1962)
ઘરે ફેરાર દિન (1962) : અમીય ચક્રવર્તી(જ. (1901)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને માટે એમને 1963નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિનાં 72 કાવ્યો, એ યુરોપનું ભ્રમણ કરી આવ્યા તે પછી રચાયેલાં છે. એમનાં પ્રારંભિક કાવ્યોમાં રવીન્દ્રનાથના પ્રભાવને કારણે સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે એમણે બાહ્ય ભૌતિક સૃષ્ટિને બદલે માનવીની…
વધુ વાંચો >ઘરે બાહિરે (1919)
ઘરે બાહિરે (1919) : રવીન્દ્રનાથ ઠાકુરની બંગભંગ આંદોલનની ભૂમિકા પર રચાયેલી નવલકથા. બંગભંગ આંદોલનનો જે અંશ રવીન્દ્રનાથને અરુચિકર લાગ્યો તેનું એમાં નિરૂપણ થયું છે. નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે — સંદીપ, નિખિલ અને નિખિલની પત્ની વિમલા. બંગભંગ આંદોલનનું વરવું રૂપ એમણે સંદીપના પાત્ર દ્વારા આલેખ્યું છે. એ બંગભંગના આંદોલનનો ઉપયોગ…
વધુ વાંચો >ઘોષ, અમિતાભ
ઘોષ, અમિતાભ (જ. 11 જુલાઈ 1956, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી સાહિત્યના જાણીતા બંગાળી નવલકથાકાર. તેમની અતિપ્રચલિત નવલકથા ‘ધ શૅડો લાઇન્સ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું બાળપણ ઢાકા અને કોલંબો(હવે શ્રીલંકા)માં વીત્યું હતું. દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સામાજિક નૃવિજ્ઞાન…
વધુ વાંચો >ઘોષ, શંખ
ઘોષ, શંખ (જ. 6 ફેબ્રુઆરી 1932, ચાંદપુર, બાંગ્લાદેશ;અ.21 એપ્રિલ 2021, કોલકાતા) : આધુનિક બંગાળી કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચાંદપુરમાં લીધું. પછી ભારતવિભાજન વખતે કૉલકાતા આવ્યા. ત્યાંની યુનિવર્સિટીમાંથી બંગાળી વિષય સાથે એમ.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો (1954). જુદી જુદી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ 1965થી તેઓ જાદવપુર યુનિવર્સિટીના બંગાળી વિભાગની વિદ્યાશાખાના…
વધુ વાંચો >ઘોષ, સંતોષકુમાર
ઘોષ, સંતોષકુમાર (જ. 9 સપ્ટેમ્બર 1920, રાજબાડી, ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 26 ફેબ્રુઆરી 1985, કોલકાતા) : બંગાળી નવલકથાકાર. તેમણે રાજબાડીમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી પછી 1936માં કૉલકાતા કૉલેજમાં જોડાયા. ત્યારથી કૉલકાતામાં સ્થિર થયા. બી.એ. થયા પછી એમણે એક વેપારી કુટુંબમાં નોકરી લીધી. તે પછી કૉલકાતાના સચિવાલયમાં કારકુનની નોકરી કરી. તે પછી…
વધુ વાંચો >