Bengali literature
ભટ્ટાચાર્ય, નવારુણ
ભટ્ટાચાર્ય, નવારુણ (જ. 1948, બહરામપુર, પશ્ચિમ બંગાળ) : બંગાળી કવિ, નવલકથાકાર અને રંગભૂમિના કલાકાર. તેમને ‘હર્બર્ટ’ નામની નવલકથા માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે 20 વર્ષ સુધી વિદેશી સમાચાર સેવામાં પત્રકાર તરીકે કામગીરી કરી. તેઓ પ્રયોગશીલ નાટ્યમંડળી…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, ભવાની
ભટ્ટાચાર્ય, ભવાની (જ. 22 ઑક્ટોબર 1906, ભાગલપુર, બિહાર) : જાણીતા બંગાળી લેખક અને નવલકથાકાર. પટણા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ વધુ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા. પટણા યુનિવર્સિટી તેમજ લંડન યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1949–50માં તેમણે વૉશિંગ્ટનમાં ભારતની એલચીકચેરી ખાતે પત્રકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1950–52 દરમિયાન…
વધુ વાંચો >ભારતચંદ્ર
ભારતચંદ્ર (જ. 1712, અ. 1760) : પ્રાગ્-આધુનિક બંગાળી સાહિત્યના કવિ. દક્ષિણ રાઢ પ્રદેશમાં બ્રાહ્મણ જમીનદારને ત્યાં જન્મ. પિતાની જાગીર (વર્ધમાન જિલ્લો) 1740માં જપ્ત થઈ અને તેઓ અપીલ કરે તે પહેલાં તેમના પર આરોપ મૂકી તેમને જેલમાં નાંખ્યા. ત્યાંથી નાસી છૂટીને તેઓ વૃંદાવન તરફ જતા હતા ત્યારે સગાએ ઓળખી લેતાં તેઓ…
વધુ વાંચો >ભારતેર શક્તિસાધના ઓ શાક્ત સાહિત્ય
ભારતેર શક્તિસાધના ઓ શાક્ત સાહિત્ય : બંગાળી વિદ્વાન ડૉ. શશિભૂષણ દાસગુપ્ત રચિત ભારતમાં શક્તિવાદનો ઉદભવ, વિકાસ તેમજ તેને અનુષંગે રચાયેલ શાક્ત સાહિત્ય વિશેનો અધ્યયનગ્રંથ. માતૃપૂજાનું પ્રચલન જગતમાં અનેક સ્થળે અનેક રૂપમાં જુદા જુદા સમયે જોવા મળે છે, પણ ભારતમાં એ પૂજામાંથી ઉદભવ પામેલ શક્તિવાદ અને શાક્ત સંપ્રદાય અન્યત્ર નથી. ખરેખર…
વધુ વાંચો >મજુમદાર, અમિયભૂષણ
મજુમદાર, અમિયભૂષણ (જ. 1918, કૂચબિહાર, પશ્ચિમ બંગાળ) : બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘રાજનગર’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1939માં અંગ્રેજીમાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ ટપાલ અને તાર વિભાગમાં જોડાયા. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ શક્તિશાળી લેખક હોઈ…
વધુ વાંચો >મજુમદાર, બિનય
મજુમદાર, બિનય (જ. 1934, મિકતિલા, મ્યાનમાર) : બંગાળી ભાષાના કવિ. તેમને તેમની કૃતિ ‘હાસપાતાલે લેખા કવિતાગુચ્છ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, રશિયન અને હિંદી ભાષાના જાણકાર છે. તેમના પ્રકાશિત ગ્રંથો છે : ‘નક્ષત્રેર આલો’, ‘ફિરે…
વધુ વાંચો >મજુમદાર, લીલા
મજુમદાર, લીલા (જ. 1908; અ. ?) : બાલ-વાર્તાઓનાં બંગાળી લેખિકા. પ્રમાદરંજન રાયનાં પુત્રી અને ઉપેન્દ્રકિશોર ચૌધરીનાં ભાણી. મૂળ વતન નાદિયામાં ચકધા. પાછળથી મયમનસિંગ(હાલ બાંગ્લાદેશ)માં જઈ વસ્યાં. છેલ્લે તેઓ કોલકાતામાં સ્થિર થયાં. તેમના ભત્રીજા સુકુમાર રાયે તેમને બાળકો માટે લખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમની સૌપ્રથમ બાલવાર્તા 1922માં ‘સંદેશ’માં પ્રગટ થઈ ત્યારથી…
વધુ વાંચો >મજુમદાર, સમરેશ
મજુમદાર, સમરેશ (જ. 1944, ગાયેરકાટા, જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ) : બંગાળી લેખક. તેમણે પહેલાં જલપાઈગુડીમાં અને પછી કોલકાતામાં અભ્યાસ કર્યો. 1966માં એમ. એ. થયા પછી 1987 સુધી આવકવેરા વિભાગમાં નોકરી કરી. તે પછી લેખનપ્રવૃત્તિ દ્વારા નિર્વાહ કરવાનું સ્વીકાર્યું. કોલકાતા ટેલિવિઝન સાથે તેઓ સંકળાયેલા છે અને ટેલિવિઝન માટે કથાશ્રેણીનું નિર્માણ કરે છે.…
વધુ વાંચો >મણિમહેશ
મણિમહેશ (1969) : બંગાળી લેખક ઉમાપ્રસાદ મુખોપાધ્યાયની પ્રવાસવૃત્તાંતની કૃતિ. આ ગ્રંથને સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ઉમાપ્રસાદ મુખોપાધ્યાય (જ. 19૦2) બંગાળીના નામાંકિત લેખક છે. કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ઘણાં વર્ષો સુધી વકીલાતનો વ્યવસાય કર્યો. 1958માં વકીલાત છોડી, શાંતિની શોધમાં હિમાલયના પ્રવાસે નીકળી પડ્યા. તેના ફળસ્વરૂપે પ્રવાસવર્ણનની શ્રેણીનું…
વધુ વાંચો >મનસામંગલ
મનસામંગલ : મધ્યકાલીન બંગાળી સાહિત્યમાં પ્રચલિત મંગલકાવ્યનો એક આખ્યાનપ્રકાર. ત્યાં વૈષ્ણવ કાવ્યની સુદીર્ઘ પરંપરા સાથે મંગલકાવ્યોની પણ સમૃદ્ધ પરંપરા સમાંતરે રહી છે. આ મંગલકાવ્યોમાં મનસામંગલ, ચંડીમંગલ, ધર્મમંગલ એમ વિવિધ રીતે આખ્યાનો લખાયાં છે. ગુજરાતી આખ્યાનોની જેમ આ મંગલકાવ્યો આમ પ્રજામાં ઘણાં લોકપ્રિય હતાં અને ઠેર ઠેર ગવાતાં હતાં. મનસામંગલ કાવ્યો…
વધુ વાંચો >