Astrology
વેદાંગજ્યોતિષ
વેદાંગજ્યોતિષ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ. ચાર વેદોનાં છ અંગોમાંનું નયન ગણાતું એક અંગ જ્યોતિષ છે, કારણ કે વેદમાં કહેલા યજ્ઞો કયા દિવસે કયા મુહૂર્તમાં કરવા તેને બતાવવા જ્યોતિષનો ઉદ્ભવ થયો છે. વેદની સંહિતાઓમાં યુગ, સંવત્સર, માસ, ઋતુ, તિથિ, વાર વગેરેના ઉલ્લેખો મળે છે. એ રીતે બ્રાહ્મણગ્રંથોમાં પણ જ્યોતિષના…
વધુ વાંચો >વેધશાળા, પ્રાચીન
વેધશાળા, પ્રાચીન : પ્રાચીન ભારતમાં આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેમનાં સ્થાન, ગતિ વગેરે યંત્રોથી નક્કી કરવાની જગ્યા. પ્રાચીન કાળમાં આ પ્રકારનાં ખાસ મકાનોનું અસ્તિત્વ હોવા અંગેનું ચોક્કસ વર્ણન મળતું નથી; પરંતુ જ્યોતિષ અને ગ્રહોના વેધ લેવાની પદ્ધતિનાં અલગ અલગ વર્ણનો કે પ્રયત્નો થયેલાં જોવા મળે છે. વળી યુરોપિયન પદ્ધતિનું…
વધુ વાંચો >વેંકટરામન, બી.
વેંકટરામન, બી. (જ. 1911; અ. 20 ડિસેમ્બર 1998) : દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં વીસમી સદીમાં થયેલા મહાન ખગોળશાસ્ત્રી અને વિદ્વાન જ્યોતિષી. વતન બૅંગાલુરુ. પંચાંગ – સ્પષ્ટ ગ્રહોનું ગણિત કરનાર, સ્વતંત્ર ‘અયનાંશ’ સ્થાપિત કરનાર જ્યોતિર્વિદ. ભારતીય પંચાંગ-ગણિતશાસ્ત્રમાં નિરયન અયનાંશ જે સર્વમાન્ય છે; તેનાથી 1O-26” – 40” ઓછા લે છે. તેથી જન્મલગ્ન…
વધુ વાંચો >શકુનશાસ્ત્ર
શકુનશાસ્ત્ર : શકુન-અપશકુનનું શાસ્ત્ર. પ્રાચીન ભારતીય જ્યોતિષનો સ્રોત વૈદિક જ્યોતિષ (જ્યોતિષવેદાંગ) મનાય છે. પરંતુ શકુનવિદ્યાનાં મૂળ વેદમાં મળે છે. ‘કપોત સૂક્ત’ (10/165) તેનું ઉદાહરણ છે. ઘરમાં કપોત (હોલો) પ્રવેશે તે અપશુકન છે. કાળું પક્ષી પણ ઘરમાં પ્રવેશે તે અપશુકન છે. શકુનને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તના શુભ અને અશુભ પ્રકાર…
વધુ વાંચો >શાશ્વત તિથિપત્ર (perpetual calendar)
શાશ્વત તિથિપત્ર (perpetual calendar) : ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું તિથિપત્ર. દર વર્ષે પ્રસિદ્ધ થતા નવાં તિથિપત્રોથી તો સૌ પરિચિત છે; પરંતુ જો એવું તિથિપત્ર રચી શકાય કે જે સૈકાઓ સુધી વાપરી શકાય તો તે ભારે અનુકૂળતા રહે. આ પ્રકારના તિથિપત્રની રચના યુ.એસ.ની સ્મિથ્સોનિયન સંસ્થાએ કરી છે…
વધુ વાંચો >શાસ્ત્રી, બાપુદેવ
શાસ્ત્રી, બાપુદેવ (જ. 1 નવેમ્બર 1821; અ. 1890) : ભારતીય અને પાશ્ર્ચાત્ય જ્યોતિષગણિતના પ્રકાંડ પંડિત. આજે પણ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તેમનું નામ અગ્રસ્થાને રહેલું છે. તેમનું બીજું એક નામ નૃસિંહ હતું. તેઓ ઋગ્વેદી ચિતપાવન બ્રાહ્મણ કુટુંબના હતા. ગોદાવરી જિલ્લાના ટોર્કે (જિ. અહમદનગર) ગામના મૂળ રહેવાસી. પિતાનું નામ સીતારામ અને માતાનું નામ…
વધુ વાંચો >સર્વાર્થચિંતામણિ
સર્વાર્થચિંતામણિ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો વ્યંકટેશ દૈવજ્ઞે રચેલો ગ્રંથ. આ ગ્રંથ ફળ-જ્યોતિષનું નિરૂપણ કરે છે. અઢાર અધ્યાયોના બનેલા આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષશાસ્ત્રની સંજ્ઞાઓ આપી જન્મકુંડળીના બાર ભાવોનું પ્રથમ બાર અધ્યાયોમાં ક્રમ મુજબ નિરૂપણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવમા ભાવમાં વિવિધ રાજયોગો સમાવવામાં આવ્યા છે. દસમા ભાવમાં એ જ રીતે આયુષ્યયોગો,…
વધુ વાંચો >સિદ્ધાંતતત્વવિવેક
સિદ્ધાંતતત્વવિવેક : સિદ્ધાંત જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ‘સિદ્ધાંતતત્વવિવેક’ કમલાકરનો પ્રસ્થાપિત સિદ્ધાંત પણ છે. વિદર્ભ દેશના પાથરી નામના ગામની પશ્ચિમે લગભગ અઢી યોજન દૂર ગોદા નદીના કિનારે આવેલા સોલા ગામનું એક વિદ્વત્કુલ કાશી જઈને વસ્યું હતું. આ કુળમાં વિષ્ણુ નામના પુરુષના કુળમાં પ્રસિદ્ધ ટીકાકાર વિશ્વનાથ અને ‘સિદ્ધાંતતત્વવિવેક’કારનો જન્મ શકસંવત 1530માં થયો…
વધુ વાંચો >સિદ્ધાંતશિરોમણિ
સિદ્ધાંતશિરોમણિ : ભાસ્કરાચાર્યનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રખ્યાત ગ્રંથ. આ ગ્રંથના ‘ગોલાધ્યાય’ના ‘પ્રશ્ર્નાધ્યાય’ શ્લોક 54 અનુસાર તેમનો જન્મ શક 1036માં થયો હતો. તેમણે 1072(શક)માં ‘સિદ્ધાંતશિરોમણિ’ અને શક 1105ના આરંભે ‘કરણકુતૂહલ’ નામે ગ્રંથો રચ્યા હતા. ‘સિદ્ધાંતશિરોમણિ’ના ગ્રહગણિત અને ‘ગોલાધ્યાય’ ઉપર તેમની ટીકા ‘વાસના ભાષ્ય’ નામે છે. તેમાં એક સ્થળે (‘વાતાધિકાર’માં) તે કહે છે…
વધુ વાંચો >સિદ્ધાંતશેખર
સિદ્ધાંતશેખર : શ્રીપતિનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ભાસ્કરાચાર્યે શ્રીપતિના ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ‘જ્યોતિષદર્પણ’ (શક 1479) નામના મુહૂર્તગ્રંથ અને ‘સિદ્ધાંત-શિરોમણિ’ની ‘મરીચિ’ નામની ટીકામાં તેમનાં વચનો છે. ‘સિદ્ધાંત-શેખર’ અને ‘ધીકોટિકરણ’ નામના ગ્રંથો શ્રીપતિએ રચેલા છે. ‘રત્નમાલા’ નામે ‘મુહૂર્તગ્રંથ અને ‘જાતકપદ્ધતિ’ નામે જાતકગ્રંથો પણ તેમના નામે છે. તેમનાં ચંદ્ર-સૂર્યગ્રહણનાં પ્રકરણો (19…
વધુ વાંચો >