Astrology
કીરો
કીરો (જ. 1 નવેમ્બર 1865, ડબ્લિન, આયર્લેન્ડ; અ. 8 ઑક્ટોબર 1926, હોલિવુડ, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ હસ્તરેખાવિદ. મૂળ નામ લુઈ (હેમન). કીરો અથવા શીરો તેનું ઉપનામ. જિપ્સી લોકોની જેમ તે હસ્તરેખા ઉપરથી ભવિષ્યકથન કરતો. હસ્તરેખાઓ ઉપરનું એનું અધ્યયન એટલું સચોટ હતું કે તેના નામ ઉપરથી હસ્તરેખાશાસ્ત્ર ‘કીરોમન્સી’ના નામે પ્રસિદ્ધ થયેલું. એણે…
વધુ વાંચો >કુંભ (રાશિ)
કુંભ (રાશિ) (Aquarius) : ત્રીજા વર્ગના ઝાંખા તારાઓની બનેલી રાશિનો એક ઘણો મોટો વિસ્તાર. તેમાં અનેક યુગ્મ, ત્રિક અને રૂપવિકારી તારા આવેલા હોવાને કારણે પાણીનો ભાસ ઉત્પન્ન થાય છે. ड કુંભ (λ), શતતારા નક્ષત્ર છે, જેમાં થઈને ક્રાંતિવૃત્ત પસાર થાય છે. NGC 7293, NGC 7089 અને NGC 7009 કુંભની ખાસ…
વધુ વાંચો >કેતકર વ્યંકટેશ બાપુજી
કેતકર, વ્યંકટેશ બાપુજી ( જ. 18 જાન્યુઆરી 1854, નારગુંડ, જિ. મહારાષ્ટ્ર; અ. 3 ઑગસ્ટ 1930, બીજાપુર) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ…
વધુ વાંચો >કેતુ (ગ્રહ)
કેતુ (ગ્રહ) : નવગ્રહોમાંનો એ નામનો એક ગ્રહ. એના રથને લાખના રંગના આઠ ઘોડા ખેંચે છે. જ્યોતિશાસ્ત્રના અનુસાર તે પ્રત્યેક સંક્રાંતિએ સૂર્યને ગ્રસે છે. કેતુના સ્વરૂપ અંગેની પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. તદનુસાર સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો પોતપોતાની પંક્તિમાં બેસી ગયા. ત્યારે અમરત્વની ઇચ્છાથી કેતુ…
વધુ વાંચો >ગણેશ દૈવજ્ઞ
ગણેશ દૈવજ્ઞ : નામાંકિત જ્યોતિષી. હાલમાં ભરતખંડમાં તેના ગ્રહગણિતના ગ્રંથો પ્રચારમાં છે તેટલા બીજા કોઈના નથી. તેનું ગોત્ર કૌશિક અને માતાપિતાનાં નામ લક્ષ્મી અને કેશવ હતાં. તેનો જન્મકાળ લગભગ શક 1420 (ઈ. સ. 1498) છે અને લગભગ 80 વર્ષની ઉંમરે શક 1500(ઈ. સ. 1578)માં તેણે ‘વિવાહ વૃંદાવન-ટીકા’ નામક ગ્રંથની રચના…
વધુ વાંચો >ગોચર પદ્ધતિ
ગોચર પદ્ધતિ : વ્યક્તિ પરત્વે ફલપ્રાપ્તિ માટેનો સમય નક્કી કરવાની એક જ્યોતિષ પદ્ધતિ. છ વેદાંગોમાંનું એક જ્યોતિષશાસ્ત્ર છે. તે બે વિભાગોમાં વહેંચાયેલું છે : (1) ગણિત જ્યોતિષ અથવા ખગોળ જ્યોતિષ, અને (2) ફલિત જ્યોતિષ. ઘણા લાંબા સમયનાં અવલોકનો અને અનુભવો પરથી વિદ્વાનોએ જ્યોતિષવિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો નિશ્ચિત કર્યા છે. આ સિદ્ધાંતોનું…
વધુ વાંચો >ગ્રહો અને જન્મકુંડળી
ગ્રહો અને જન્મકુંડળી : જાતકના જન્મસમયે ગ્રહોની સ્થિતિ દર્શાવતો આલેખ. ભવિષ્યની ગતિવિધિ જાણવાનું શાસ્ત્ર કે વિજ્ઞાન તે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર એ વેદાંગ છે. ગ્રહોની ગતિ પર આધારિત હોવાથી તે પ્રત્યક્ષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના ગણિત, સંહિતા અને હોરા એમ ત્રણ વિભાગ છે. તાજિક એ હોરાનો જ એક વિભાગ છે.…
વધુ વાંચો >ચીની તિથિપત્ર
ચીની તિથિપત્ર : વર્ષ, માસ અને દિવસની ગોઠવણ કરતી ચીની પદ્ધતિ. લગભગ બધાં જ તિથિપત્ર કે પંચાંગ એક કે એકથી વધુ અવકાશી પિંડની ક્રમબદ્ધ કે ચક્રીય ગતિ ઉપર આધારિત હોય છે. જેમ કે ગ્રેગરી પંચાંગ જે વ્યાવહારિક તેમજ વહીવટી કામ માટે આખી દુનિયામાં વપરાય છે તેના જેવા આંતરરાષ્ટ્રીય પંચાંગનો આધાર…
વધુ વાંચો >છાયાજ્યોતિષ
છાયાજ્યોતિષ : સૂર્યપ્રકાશમાં લીધેલી માણસની છાયા ઉપરથી કુંડળી કાઢી તે દ્વારા ફલકથન કરી આપતું ફલજ્યોતિષનું એક અંગ. સૂર્યસિદ્ધાંતના ત્રિપ્રશ્નાધિકારમાં સમય નક્કી કરવા સારુ છાયા લેવાની વાત ઉલ્લેખાયેલી છે અને તેના ભૂગોલાધ્યાયમાં છાયા લેવા સારુ ઉપયોગમાં લેવાતાં જલયંત્ર, નરયંત્ર અને શંકુયંત્રનું વર્ણન છે. નરયંત્ર એટલે કે પ્રશ્નકર્તાની પોતાની જ છાયા અને…
વધુ વાંચો >જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી)
જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે…
વધુ વાંચો >