Artform
ચોળમંડલમ્
ચોળમંડલમ્ : દક્ષિણ ભારતનું અનન્ય કલાકાર ગ્રામ. કેવળ કલાકારો માટેની વસાહતની આ યોજના કે. સી. એસ. પનિકર (1911–1977) જેવા ચિત્રકાર તથા અન્ય દક્ષિણ ભારતીય કલાકારોએ સેવેલી કલ્પનાનું મૂર્ત સ્વરૂપ છે. મોટે ભાગે બને છે તેમ, દક્ષિણ ભારતીય કલાકારોને કલાનું શિક્ષણ કે તેની તાલીમ પૂરી કર્યા બાદ વ્યવસાયની વિષમતા કે આર્થિક…
વધુ વાંચો >નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી
નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી (સ્થાપના : 1954) : ભારત સરકારે ઊભું કરેલું આધુનિક કલાપ્રવૃત્તિનું રાષ્ટ્રીય કેન્દ્ર. આધુનિક કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે સ્થાપેલી આ સંસ્થા સાંસ્કૃતિક વિભાગને ઉપક્રમે પ્રવૃત્તિ કરે છે. આધુનિક કલાકારોની કૃતિઓને એકત્રિત કરી તેનાં પ્રદર્શનો યોજવાં, કલાને લગતી વિવિધ કાર્યશાળાઓ યોજવી અને…
વધુ વાંચો >બેરેન્સન, બેનાર્ડ
બેરેન્સન, બેનાર્ડ (જ. 1865, લિથુનિયા; અ. 1959) : અગ્રણી કલાવિવેચક. 1875માં તેઓ અમેરિકા જઈ વસ્યા. ત્યાં હાર્વર્ડ ખાતે અભ્યાસ કર્યો. ઇટાલીની રેનેસાં સમયની કલાના અધિકૃત અને અગ્રણી વિવેચક તરીકે તેમણે નામના કાઢી. તેઓ અમેરિકાના નાગરિક બન્યા, પરંતુ 1900માં ઇટાલીમાં રહેવા ચાલ્યા ગયા. ઇટાલીમાં રહીને તેમણે થોકબંધ વિવેચનાત્મક સાહિત્ય સર્જ્યું. પોતાના…
વધુ વાંચો >બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક
બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક (જ. 1907, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1983) : જાણીતા કલા-ઇતિહાસકાર અને રશિયાના જાસૂસ. તેઓ 1926માં કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં જોડાયા અને 1932માં ત્યાં જ તેઓ ફેલો તરીકે જોડાયા. એ ગાળામાં તેઓ ગાય બર્ગેસના પ્રભાવ હેઠળ આવ્યા. તેની પ્રેરણા હેઠળ, સામ્યવાદી કાર્યપ્રવૃત્તિમાં જોતરી શકાય તે પ્રકારની આશાસ્પદ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને…
વધુ વાંચો >બ્લો, રાઇટર, ડેર
બ્લો, રાઇટર, ડેર : 1911માં મ્યુનિખમાં સ્થપાયેલ જર્મન અભિવ્યક્તિવાદી કલાજૂથ. વાસિલી કૅન્ડિન્સ્કી અને ફ્રાન્ઝ માર્ક તેના સ્થાપકો હતા. તેના અન્ય સભ્ય-કલાકારોમાં ઑગસ્ટ માકે, હિન્રીખ કૅમ્પેન્ડૉન્ક, એલેક્સી જૉલેન્સ્કી, પૉલ ક્લે તથા લિયોનલ ફિનિન્જર હતા. જર્મન ભાષામાં ‘બ્લૉ રાઇટર’નો અર્થ થાય છે : ‘ભૂરો અસવાર’. વાસિલી કેન્ડિન્સ્કીના આ જ નામના ચિત્ર પરથી…
વધુ વાંચો >ભટ્ટ, માર્કંડ
ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે. 1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં…
વધુ વાંચો >ભારત ભવન
ભારત ભવન : મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે આવેલું સાંસ્કૃતિક સંકુલ. 1980ના દશકામાં તેનો મૂળ વિચાર ઉદભવ્યો હતો અને તેની સ્થાપના થઈ હતી. સ્થાપના પછી આ ભવનમાંનાં સંગ્રહસ્થાન, ગ્રંથાલય, રંગભૂમિ તથા સંગીતકેન્દ્રે સાંપ્રત કલા પરત્વે દૂરગામી પ્રભાવ સર્જ્યો છે. સમસ્ત દેશ તેમ પરદેશમાંથી લલિત કલાઓ તથા રંગમંચીય કલાઓના કલાકારો માટે તે આકર્ષણ-કેન્દ્ર…
વધુ વાંચો >મુદ્રણક્ષમ કલા
મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે…
વધુ વાંચો >મેસોપોટેમિયન કલા
મેસોપોટેમિયન કલા : પશ્ચિમ એશિયાની ટુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ પ્રદેશ(આધુનિક ઇરાક)ની પ્રાચીન કલા. આ કલા ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી ઈ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દી દરમિયાન વિકસી હતી. ‘મેસોપોટેમિયા’ એ ઇરાકનું પ્રાચીન નામ છે. ઉત્તરે ઇરાકની ટેકરીઓની ગુફાઓમાંથી પ્રાગૈતિહાસિક કાળના માનવોના અવશેષો અને ઓજારો મળી આવ્યાં છે. ત્યારબાદ ઈ.…
વધુ વાંચો >મૌર્ય કળા
મૌર્ય કળા (ઈ. પૂ. આશરે 260થી ઈ. પૂ. 232 સુધી) : મૌર્ય યુગની ભારતીય કળા. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષો પછી દોઢ હજારથી પણ વધુ વરસોના સ્થાપત્ય કે કલાના અવશેષો ભારતમાં પ્રાપ્ત થયા નથી. પણ પછીના મૌર્ય સામ્રાજ્યના અવશેષો મળ્યા છે. એનું પણ કારણ છે. સિંધુ સંસ્કૃતિના અસ્ત પછી સેંકડો…
વધુ વાંચો >