Allopathy
વિચ્છેદન (amputation)
વિચ્છેદન (amputation) : શરીરના અંગ(હાથ કે પગ)ને પૂરેપૂરો કે તેનો કોઈ ભાગ ઈજાને કારણે કે શસ્ત્રક્રિયા વડે કપાઈને દૂર થવો તે. તેને અંગોચ્છેદન અથવા અંગવિચ્છેદન (amputation) પણ કહે છે. સારવારની એક પદ્ધતિ રૂપે તે ઘણા પુરાણા કાળથી ઉપયોગમાં છે; પરંતુ સારવાર તથા ચેપના પૂર્વનિવારણ(prevention)ની આધુનિક અને સુચારુ (sophasticated) પદ્ધતિઓના વિકાસને…
વધુ વાંચો >વિજ્ઞાપનીય રોગો (notifiable diseases)
વિજ્ઞાપનીય રોગો (notifiable diseases) : જે રોગનો વ્યાપક ઉપદ્રવ (વાવડ) ફેલાય એમ હોય તેવો ચેપી રોગ. મોટાં શહેરોમાં વસતા અને તેની મુલાકાત લેતા લોકોની સંખ્યા ઘણી હોય છે તેથી ત્યાં ચેપી રોગોનો વાવડ ફેલાવાની શક્યતા વધુ રહે છે. કોઈ ચોક્કસ લોકસમૂહમાં કોઈ ચેપી રોગનો ઉપદ્રવ વ્યાપકપણે થાય અને વસ્તીનો ઘણો…
વધુ વાંચો >વિટામિનો (પ્રજીવકો)
વિટામિનો (પ્રજીવકો) માનવશરીરમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં ઊર્જા ઉત્પન્ન ન કરતા હોય તેવા અને ખૂબ થોડી માત્રામાં અનિવાર્યપણે અતિઆવશ્યક સેન્દ્રિય (organic) રસાયણો. આ વ્યાખ્યાને કારણે અસેન્દ્રિય ક્ષારો અને એમિનોઍસિડ તથા મેદામ્લો (fatty acids) કે જે પણ અનિવાર્યપણે અતિઆવશ્યક હોય છે તેમને વિટામિન (પ્રજીવક) તરીકે ગણવામાં આવતા નથી; કેમ કે, ક્ષારો અસેન્દ્રિય છે…
વધુ વાંચો >વિડાલ કસોટી
વિડાલ કસોટી : ટાઇફૉઇડ અને પેરાટાઇફૉઇડના નિદાનમાં ઉપયોગી કસોટી. તે ટાઇફૉઇડ અને પેરાટાઇફૉઇડનો રોગ કરતા દંડાણુઓ(bacilli)માં H અને O ગુંફજનકો (agglutinogens) હોય છે. આ ઉપરાંત ટાઇફૉઇડના દંડાણુની સપાટી પર Vi પ્રતિજન પણ હોય છે. H પ્રતિજન દંડાણુની કેશિકા(flagella)માં હોય છે અને O પ્રતિજન દંડાણુકાય(body)માં હોય છે. સામાન્ય રીતે તાવ આવ્યા…
વધુ વાંચો >વિભેદક માધ્યમો (contrast media)
વિભેદક માધ્યમો (contrast media) : નિદાનલક્ષી ચિત્રણોમાં શરીરની અંદરની જે સંરચનાઓ સ્પષ્ટ ન જણાઈ શકતી હોય તેમને સુસ્પષ્ટ કરવા માટે વપરાતાં દ્રવ્યો. તેમને ઍક્સ-રે-રોધી અથવા ક્ષ-કિરણ-રોધી (radio opaque) માધ્યમો પણ કહે છે. તેઓ 2 પ્રકારનાં છે ધનાત્મક અને ઋણાત્મક. જે દ્રવ્ય ક્ષ-કિરણોને અવશોષે છે અને ચિત્રપત્ર પર સફેદ કે ભૂખરા…
વધુ વાંચો >વિલ્કિન્સ, મૉરિસ
વિલ્કિન્સ, મૉરિસ (જ. 15 ડિસેમ્બર 1916, પાગારોઆ, ન્યૂઝીલૅન્ડ) : બ્રિટિશ જૈવભૌતિક વિજ્ઞાની. આખું નામ મૉરિસ હ્યુજ ફ્રેડરિક વિલ્કિન્સ. તેમણે ડી.એન.એ.ના ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ દ્વારા ડી.એન.એ.ના આણ્વિક બંધારણ (સંરચના) માટેનું મહત્વનું સંશોધન કરી આપ્યું. જેમ્સ વૉટસન તથા સ્વ. સર ફ્રાન્સિસ ક્રીક્ધો તેમના આ સંશોધને ડી.એન.એ.નું બંધારણ નક્કી કરવામાં ખૂબ ઉપયોગી મદદ…
વધુ વાંચો >વિલ્સનનો રોગ
વિલ્સનનો રોગ : યકૃત, મગજ, મૂત્રપિંડ, આંખની સ્વચ્છા (cornea) વગેરે અવયવોમાં તાંબાનો ભરાવો થાય તેવો વારસાગત વિકાર. તેને યકૃતનેત્રમણિની અપક્ષીણતા (hepatolenticular degeneration) પણ કહે છે. તાંબાનો વધુ પડતો ભરાવો પેશીને ઈજા પહોંચાડે છે અને અંતે મૃત્યુ નીપજે છે. આ રોગ અલિંગસૂત્રી અથવા દેહસૂત્રી પ્રચ્છન્ન (autosomal recessive) વારસાથી ઊતરી આવે છે.…
વધુ વાંચો >વિશ્વ-આરોગ્ય સંસ્થા
વિશ્વ–આરોગ્ય સંસ્થા : વિશ્વની સર્વે વ્યક્તિઓ શક્ય એટલું ઉચ્ચ કક્ષાનું સ્વાસ્થ્ય મેળવી શકે તેવા ઉદ્દેશથી રચાયેલી રાષ્ટ્રસંઘની વિશિષ્ટ કામ કરતી પ્રતિનિધિ-સંસ્થા. તે 9 એપ્રિલ 1948ના રોજ સ્થપાઈ હતી. વિશ્વ-આરોગ્ય સંસ્થાને અંગ્રેજીમાં World Health Organisation (WHO) કહે છે. તેના બંધારણમાં સ્વાસ્થ્યની જે વ્યાખ્યા કરાઈ છે તે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય…
વધુ વાંચો >વિષ અને વિષાક્તતા (Poison and Poisoning)
વિષ અને વિષાક્તતા (Poison and Poisoning) શરીરને હાનિકારક દ્રવ્યો અને તેમનાથી થતી શારીરિક અસર. તે અંગેના અભ્યાસને વિષવિદ્યા (toxicology) કહે છે. સજીવકોષોમાંનાં રસાયણો જે ઝેરી અસર કરે છે તેમને રસવિષ (toxin) કહે છે; પરંતુ ‘વિષ’ અને ‘રસવિષ’ શબ્દો ઘણી વખત એકબીજા માટે પણ વપરાય છે. ઝેર અથવા વિષની એક સ્પષ્ટ…
વધુ વાંચો >વિષમતંતુગૂંચ (Keloid)
વિષમતંતુગૂંચ (Keloid) : ઈજાને સ્થાને કે ક્યારેક સ્વયંભૂ રીતે ઉદ્ભવતી લીસી વૃદ્ધિ પામેલી તંતુબીજપેશી. તેને કુક્ષતાંતપેશી પણ કહે છે. અગાઉ 1700 BCમાં ઇજિપ્તમાં તે અંગે કરાતી શસ્ત્રક્રિયા અંગે પે પાયરસમાં નોંધાયેલું છે. સન 1806માં એલિબર્ટે તેને ‘કિલોઇડ’ એવું પાશ્ર્ચાત્ય નામ આપ્યું, જે ‘ક્રેબ’ (કરચલો) પરથી બનાવાયું હતું. જોકે એક અન્ય…
વધુ વાંચો >