Allopathy

બ્લૉક, કૉન્રાડ

બ્લૉક, કૉન્રાડ (Bloch, Konrad) [જ. 21 જાન્યુઆરી, 1912, નિસે (Neisse), જર્મની (હાલ પોલૅન્ડ)] : ઈ. સ. 1964માં ફિયોદૉકર લિનેન સાથેના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. ઈ. સ. 1934માં મ્યુનિખમાંથી એન્જિનિયરિંગની પદવી હાંસલ કરીને તેઓ પ્રથમ સ્વિટ્ઝર્લૅન્ડ અને પછી યુ.એસ. ગયા. ત્યાં કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પીએચ.ડી. થયા…

વધુ વાંચો >

ભગંદર

ભગંદર (fistula-in-ano) (આયુર્વિજ્ઞાન) : ગુદામાર્ગ (anal canal) કે મળાશય(rectum)ને બહારની ચામડી જોડે જોડતી કૃત્રિમ નળી બનાવતો વિકાર. આવી નળીને સંયોગનળી (fistula) કહે છે, જેની અંદરની દીવાલ દાણાદાર પેશી(granulation tissue)ની બનેલી હોય છે અને તેનો બહારનો છેડો ગુદાછિદ્ર(anus)ની આસપાસ હોય છે. સામાન્ય રીતે તે ગુદા અને મળાશયની બહાર બનતું ગુદામળાશયી ગૂમડું…

વધુ વાંચો >

ભગોષ્ઠ ખૂજલી

ભગોષ્ઠ ખૂજલી (pruritus vulvae) : સ્ત્રીનાં બાહ્ય જનનાંગોમાં અનુભવાતી ખૂજલીનો વિકાર. સારવાર લેવા આવતી આશરે 10 % સ્ત્રીઓને તેની તકલીફ હોય છે. તેને ભગખૂજલી પણ કહે છે. સામાન્ય રીતે ત્યાં દુખાવો, કોઈ વિકાર દર્શાવતી વિકૃતિ કે સ્પર્શવેદના (tenderness) હોતી નથી. સંવેદનાઓને વિશિષ્ટ પ્રકારની ચેતાઓ વડે મગજ સુધી લઈ જવામાં આવે…

વધુ વાંચો >

ભાંગ

ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…

વધુ વાંચો >

ભૂખ

ભૂખ : કશુંક ખાવાની ઇચ્છા કે જરૂરિયાત. તેને ક્ષુધા (hunger) પણ કહે છે. કોઈ ચોક્કસ વસ્તુ ખાવાની રુચિ (appetite) અથવા કશુંક કરવાની તીવ્ર ઇચ્છા (desire) દર્શાવવા માટેના અર્થમાં પણ આ શબ્દ વપરાય છે. દરેક પ્રાણીની આહાર મેળવવા માટેની ઇચ્છા કે તડપનને ભૂખ (hunger) કહે છે. તે પ્રાથમિક આવેગના સ્વરૂપે હોય…

વધુ વાંચો >

ભૂખમરો

ભૂખમરો (starvation) (આયુર્વિજ્ઞાન) :  સતત અને લાંબા સમય સુધી ખોરાક ન મળે તેવી સ્થિતિ. (તેનાં કારણો અને તેનાથી ઉદભવતા વિકારો તથા દેહધાર્મિક પરિણામો માટે જુઓ ‘ઉપવાસ’ તથા ‘ન્યૂનતાજન્ય વિકારો’.) જો કોઈ વ્યક્તિ પૂરતી કૅલરી(ઊર્જા)વાળો પણ અપૂરતા પ્રોટીનવાળો ખોરાક લાંબા સમય માટે લે તો તેના શરીરમાંના પ્રોટીનનો જથ્થો વપરાઈ જાય છે.…

વધુ વાંચો >

ભ્રાંતિ (delusion)

ભ્રાંતિ (delusion) : માનસિક વિકારોમાં જોવા મળતી પોતાના વિશેની ખોટી માન્યતા, છાપ કે મનોભ્રમ (hallucination), જે સત્યની જાણ થતાં દૂર થાય છે. તે ક્યારેક ઉપદંશના, મગજને અસર કરતા છેલ્લા તબક્કામાં પણ જોવા મળે છે. આવી ભ્રાંતિમાં વ્યક્તિ જો પોતાને બિનઉપયોગી કે વ્યર્થ માને તો તેને ખિન્નતાજન્ય ભ્રાંતિ (depressive delusion) કહે…

વધુ વાંચો >

મકાઈ

મકાઈ એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું…

વધુ વાંચો >

મકિન્ડો, આર્ચિબાલ્ડ (સર)

મકિન્ડો, આર્ચિબાલ્ડ (સર) (જ. 1900, ડંડિન, ન્યૂઝીલૅન્ડ; અ. 1960) : નામી પ્લાસ્ટિક સર્જન. તેમણે ઑટેગો, મેયો ક્લિનિક તથા બાર્થોલ્મ્યુ હૉસ્પિટલ ખાતે અભ્યાસ કર્યો; તેઓ હૅરોલ્ડ ગિલિઝના તેજસ્વી વિદ્યાર્થી હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વેસ્ટ સસેક્સ ખાતેની ક્વીન વિક્ટૉરિયા હૉસ્પિટલના સર્જન-ઇન-ચાર્જ તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. સખત રીતે દાઝી ગયેલા વિમાનીઓના ચહેરા તથા…

વધુ વાંચો >

મગ

મગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna radiata (Linn.) Wilczek syn. Phaseolus radiatus Linn. P. aureus Roxb. (સં. મુદ્ગ; મ. મૂગ; હિં. મૂંગ; ગુ. મગ; તે. પચ્ચા પેસલુ; તા. પચ્ચો પાયરૂ; ક. હેસરું, મલ. ચેરૂ પાયક; અં. ગ્રીન ગ્રૅમ, ગોલ્ડન ગ્રૅમ) છે.…

વધુ વાંચો >