Allopathy
બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von)
બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von) (જ. 15 માર્ચ 1854, મૅન્સ ડૉર્ફ, પ્રશિયા (હાલ જર્મની) અ. 13 માર્ચ 1917, માર્બર્ગ, જર્મની) : ઈ. સ. 1901માં એનાયત થયેલા સૌપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત જર્મન વૈજ્ઞાનિક. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના આ પુરસ્કાર દ્વારા તેમની રુધિરરસ (blood serum) વડે કરી શકાતી ચેપી…
વધુ વાંચો >બૉનર, જેમ્સ ફ્રેડરિક
બૉનર, જેમ્સ ફ્રેડરિક (જ. 1910, આન્સલે, એન. ઈ.) : જૈવરસાયણવિજ્ઞાની અને દેહધર્મવિજ્ઞાની. તેમણે 1934–35 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના માનાર્હ ફેલો તરીકે સેવા આપી અને ત્યારપછી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં 1936થી 1981 સુધી કાર્યરત રહ્યા. તેમણે જીવવિજ્ઞાનનું એક અત્યંત ક્રાંતિકારી મધ્યસ્થ સૂત્ર (central dogma) આપ્યું. આમ, પ્રોટીનસંશ્લેષણની પ્રક્રિયામાં DNA (Deoxyribonucleic…
વધુ વાંચો >બોરડે, જુલે
બોરડે, જુલે (Bordet, Jules) (જ. 13 જૂન 1870, સોઇગ્નિઝ (Soignies), બેલ્જિયમ; અ. 6 એપ્રિલ 1961, બ્રસેલ્સ) : ઈ. સ. 1919ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને રોગપ્રતિકારની ક્ષમતા (પ્રતિરક્ષા, immunity) અંગેનાં સંશોધનો-અન્વેષણો (discoveries) માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમણે લોહીના કોષોનો અભ્યાસ કર્યો હતો. લોહીના રુધિરરસમાં…
વધુ વાંચો >બોરહાવે, હર્માન
બોરહાવે, હર્માન (જ. 31 ડિસેમ્બર 1668, વુરહૉટ; અ. 23 સપ્ટેમ્બર 1738, લીડન) : ડચ તબીબ અને તત્ત્વજ્ઞાની. પિતા પાદરી. બોરહાવે, હર્માનનું વિદ્યાર્થીજીવન તેજસ્વી હતું. 1689માં 20 વર્ષની ઉંમરે પીએચ.ડીની પદવી લીડન યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ એક વર્ષ ગણિતના શિક્ષકનો વ્યવસાય કરી 1690માં તબીબી શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને 1693માં હાર્ડરવિઝ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >બોરિક ઍસિડ (આયુર્વિજ્ઞાન)
બોરિક ઍસિડ (આયુર્વિજ્ઞાન) : H3BO3ની સૂત્રસંજ્ઞા ધરાવતો, મંદ અમ્લતા (acidic) ધરાવતો, સ્પર્શ દ્વારા સાબુ કે ચીકાશદ્રવ્ય (grease) જેવો લાગતો, કડવા સ્વાદવાળો તથા સફેદ ભૂકા કે મણિ જેવા પડળવાળા સ્ફટિકોના રૂપે જોવા મળતો પદાર્થ. તેને બોરાસિક ઍસિડ અથવા ઍૅસિડમ બોરિકમના નામે પણ ઓળખવામાં આવે છે. તે 25 ભાગ ઠંડા પાણી, 3…
વધુ વાંચો >બોવે, ડૅનિયલ
બોવે, ડૅનિયલ (Bovet, Danial) (જ. 23 માર્ચ 1907, ન્યૂ એટલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઈ. સ. 1957ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે કેટલાંક સંશ્લેષિત સંયોજનોની શરીરમાંનાં રસાયણો પરની અસરો અને તેના દ્વારા નસો અને હલનચલનના સ્નાયુઓ પરની તેમની અસરો અંગે સંશોધનો કરીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ…
વધુ વાંચો >બ્યૂમૉં, વિલિયમ
બ્યૂમૉં, વિલિયમ (જ. 1785, લેબેનૉકી – કૉનેક્ટિકટ; અ. 1853, સેંટ લૂઇ, મૉન્ટાના) : માનવીના જઠરમાં ખોરાક પર થતી પાચનક્રિયાનો અભ્યાસ સૌપ્રથમ કરનાર અમેરિકન લશ્કરી ડૉક્ટર. ઈ. સ. 1822માં 19 વર્ષની ઉંમરના એક યુવાન સેંટ માર્ટિનના પેટમાં બંદૂકની ગોળી વાગતાં તેનો ઉપચાર કરવા વિલિયમ બ્યૂમૉંને આદેશ આપવામાં આવ્યો. ગોળીને લીધે સેંટ…
વધુ વાંચો >બ્રાઉન, માઇકલ
બ્રાઉન, માઇકલ (જ. 1914, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઈ. સ. 1985ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના જૉસફ લિયૉનાર્દ ગોલ્ડસ્ટેઇન સાથેના નોબેલ પુરસ્કારના વિજેતા. કોલેસ્ટેરૉલ અંગેનાં તેમનાં સંશોધનોએ તેમને આ વિશ્વસન્માનના અધિકારી બનાવ્યા હતા. તેઓ યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાં ડલ્લાસના હેલ્થ સાયન્સ સેન્ટરમાં કાર્ય કરતા હતા ત્યારે તેમણે અલ્પઘન મેદપ્રોટીન(low density lipoprotein)ના સ્વીકાર…
વધુ વાંચો >બ્લુમૅનબાક, જોહાન ફ્રેડરિક
બ્લુમૅનબાક, જોહાન ફ્રેડરિક (જ. 11 મે 1752, ગોઠા; અ. 22 જાન્યુઆરી 1840, ગૉટિનજૅન, જર્મની) : જર્મનીના મશહૂર દેહધર્મવિજ્ઞાની અને તુલનાત્મક શારીરિકી-નિષ્ણાત. તેમનો પરિચય ભૌતિક માનવશાસ્ત્રના પિતામહ તરીકે પણ આપવામાં આવે છે. તેમણે સૌપ્રથમ માનવીની ખોપરીઓના તુલનાત્મક પરિમાણનો અભ્યાસ કરી તેને આધારે માનવજાતની વહેંચણી કૉકેશિયન, મૉંગોલિયન, ઇથિયોપિયન, મલાયન અને અમેરિકન –…
વધુ વાંચો >બ્લૂમબર્ગ, બરુચ સૅમ્યુલ
બ્લૂમબર્ગ, બરુચ સૅમ્યુલ (જ. 28 જુલાઈ 1925, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.) : ઈ. સ. 1976ના કાર્લેટોન ડી. જજડુસકે સાથેના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. તેમને ચેપી રોગોના ઉદભવ અને ફેલાવા અંગેની નવી ક્રિયાપ્રવિધિઓ (mechanisms) શોધવા માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ અમેરિકી તબીબ હતા અને 1946માં યુનિયન કૉલેજમાં…
વધુ વાંચો >