Allopathy
પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)
પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity) પ્રકાશની હાજરીમાં ઉદભવતા ચામડીના વિવિધ વિકારો. સૂર્યના પ્રકાશના રંગપટમાંનાં પારજાંબલી (ultraviolet) કિરણો ચામડીના વિકારો સર્જે છે. તેને કારણે સૂર્યદાહ (sunburns), ચામડીનું અકાળ વૃદ્ધત્વ, ચામડીનું કૅન્સર વગેરે વિવિધ રોગો ઉદભવે છે. સૂર્યપ્રકાશ : સૂર્યપ્રકાશ આનંદદાયક, જીવનરક્ષક, સૂક્ષ્મજીવનાશક તથા પર્યાવરણરક્ષક છે. તેથી દરેકને માટે તેનું સાહજિક રીતે જ આકર્ષણ…
વધુ વાંચો >પ્રકૃતિવૈચિત્ર્ય (idiosyncrasy)
પ્રકૃતિવૈચિત્ર્ય (idiosyncrasy) : કોઈ પદાર્થ કે રસાયણ તરફનો વ્યક્તિનો અસામાન્ય પ્રતિભાવ. 1974માં ગોલ્ડસ્ટેઇને દર્શાવ્યું છે તે પ્રમાણે તેની વ્યાખ્યા કરવામાં આવે તો આવો પ્રતિભાવ વ્યક્તિનાં પોતાનાં જનીનો(genes)ને કારણે હોય છે. જે પ્રતિભાવ જોવા મળે છે તે બીજી કોઈ વ્યક્તિમાં થાય તેવો જ હોય છે, પરંતુ તે વધુ તીવ્ર અથવા વધુ…
વધુ વાંચો >પ્રચ્છન્નતા (recessiveness)
પ્રચ્છન્નતા (recessiveness) : સજીવોની પ્રથમ સંતાનીય (filial) પેઢીમાં કોઈ એક લક્ષણને અનુલક્ષીને એકત્રિત થતાં બે વૈકલ્પિક જનીનો (Aa) પૈકી પ્રચ્છન્ન જનીન (a) અભિવ્યક્ત ન થવાની પરિઘટના. આ પેઢીમાં અભિવ્યક્ત થતા જનીન(A)ને પ્રભાવી જનીન કહે છે. પ્રભાવી જનીન(A)ની ઉપસ્થિતિમાં પ્રચ્છન્ન જનીન(a)ની અભિવ્યક્તિ દબાય છે. પ્રથમ સંતાનીય (F1) પેઢીનાં સજીવો વચ્ચે અંત:પ્રજનન…
વધુ વાંચો >પ્રજનનતંત્ર (માનવ)
પ્રજનનતંત્ર (માનવ) પોતાના જેવી જ શરીરચના અને કાર્ય કરી શકે તેવી સંતતિ ઉત્પન્ન કરીને જીવનતંતુને પેઢી-દર-પેઢી ટકાવી રાખતું તંત્ર તે પ્રજનનતંત્ર. કોઈ એકકોષી સજીવ જ્યારે તેના જેવો જ બીજો એકકોષી સજીવ બને ત્યારે તે પણ પ્રજનનકાર્ય કરે છે. માનવશરીરમાં કોષો જ્યારે વિભાજિત થઈને નવા કોષો બનાવે ત્યારે તેઓ પોતાનું એક…
વધુ વાંચો >પ્રતિક્ષિપ્ત ક્રિયા (આયુર્વિજ્ઞાન)
પ્રતિક્ષિપ્ત ક્રિયા (આયુર્વિજ્ઞાન) : સંરક્ષણના હેતુસર ઉદભવતા અનૈચ્છિક ચેતાકીય પ્રતિભાવો. ક્યારેક પણ કોઈ પ્રકારની પીડાકારક કે નુકસાનકારક સંવેદના ઉદભવે ત્યારે કેન્દ્રીય ચેતાતંત્રનાં ઉપરનાં કેન્દ્રોની મદદ અને જાણ વગર કરોડરજ્જુમાં ચેતાકોષો તાત્કાલિક પ્રતિભાવ રૂપે જરૂરી પ્રતિક્રિયા સર્જે છે. તેને ચેતાકીય પ્રતિક્ષિપ્ત ક્રિયા અથવા ટૂંકમાં પ્રતિક્ષિપ્ત ક્રિયા (neurological reflexes) કહે છે. તેમને…
વધુ વાંચો >પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants)
પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants) : લોહીને ગંઠાઈ જતું અટકાવનારાં અને મોં દ્વારા અપાતાં ઔષધો. નસમાંથી જ્યારે પણ લોહી બહાર વહેવા માંડે ત્યારે તેને ગંઠાવી દઈને લોહી વહેતું અટકાવવાની કુદરતી ક્રિયા થાય છે. તેને રુધિરગંઠન (blood clotting અથવા coagulation) કહે છે. તેને માટે શરીરમાં જુદાં જુદાં 13 ઘટકો છે. તેમાંનાં ઘણાં…
વધુ વાંચો >પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs)
પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs) : વિવિધ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરાતાં રસાયણો. તે બીજા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે અને અંતે તેમને મારે છે. તેમને પ્રતિજૈવકો (anitibotics) પણ કહે છે. જીવાણુઓ (bacteria), ફૂગ (fungus) અને ઍક્ટિનોમાયસિટીસ (actinomycetes) વગેરે સૂક્ષ્મજીવો દ્વારા આ રસાયણો ઉત્પન્ન થાય છે. હાલ વપરાશમાં તેની વ્યાખ્યામાં સલ્ફોનેમાઇડ્ઝ અને ક્વિનોલોન્સ…
વધુ વાંચો >પ્રતિરક્ષા (immunity)
પ્રતિરક્ષા (immunity) : ચેપની સામે રક્ષણ આપતી પ્રતિકારક્ષમતા. હાલ જોકે આ વિભાવનાનો વિસ્તાર કરીને તેને કૅન્સર અને પ્રત્યારોપિત(transplanted) કે નિરોપી પેશી સામેના રક્ષણ, સ્વીકાર તથા અસ્વીકાર(rejection)ને પણ જોડવામાં આવ્યાં છે. પ્રતિરક્ષાને વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે (સારણી). ચેપ થતો અટકાવવાની બધી જ ક્રિયાઓ તથા સ્થિતિઓને પૂર્વનિવારણ (prevention) કહે છે,…
વધુ વાંચો >પ્રતિરક્ષાપૂરકો (complements)
પ્રતિરક્ષાપૂરકો (complements) : શારીરિક રક્ષણ અને પ્રતિરક્ષા(immunity)ની પ્રક્રિયામાં પૂરક કાર્ય કરતા પ્રોટીનનો સમૂહ. તે મુખ્ય સૂક્ષ્મજીવો સામેના સંરક્ષણમાં તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓમાં અવિશિષ્ટ (nonspecific) ઘટકો તરીકે કાર્ય કરે છે. કુલ 9 પ્રોટીનોને આ જૂથમાં સમાવેલાં છે. તેમને C1થી C9ની સંજ્ઞાઓ વડે ઓળખવામાં આવે છે. તેઓને સંયુક્ત રૂપે પ્રતિરક્ષાપૂરક તંત્ર(complement system)ના…
વધુ વાંચો >પ્રતિરક્ષીકરણ (immunisation)
પ્રતિરક્ષીકરણ (immunisation) : નિયંત્રિત વિકાર સર્જીને લાંબો સમય અસરકારક રહે તેવી ચોક્કસ રોગો સામે રક્ષણ મેળવવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની ક્રિયા. તેને સાદી ભાષામાં રસી આપવી એમ પણ કહે છે. શાસ્ત્રીય રીતે રુધિરરસ (blood serum) દ્વારા સક્રિય અને અસક્રિય એમ બે પ્રકારે રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા, immunity) વધારી શકાય છે. પ્રતિરક્ષણમાં આ બંને…
વધુ વાંચો >