Allopathy

નિષ્પંદ નાડીરોગ (pulseless disease)

નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે…

વધુ વાંચો >

નીલિમા (cyanosis)

નીલિમા (cyanosis) : ચામડી, નખ, હોઠ વગેરે ભૂરાં થાય તે. વિવિધ વિકારોમાં લોહીમાં ઑક્સિજન ઓછો હોય તેનાથી નખ, હોઠ, ચામડી, જીભ વગેરે ભૂરા રંગનાં થાય છે. તે વિવિધ રોગોના નિદાનમાં જોવા મળતું એક ચિહન છે. લોહીના રક્તકોષોમાં હીમોગ્લોબિન (લોહવર્ણક, haemoglobin) નામનું એક દ્રવ્ય છે. તે ફેફસામાં ઑક્સિજન સાથે જોડાઈને ઑક્સિ-હીમોગ્લોબિન…

વધુ વાંચો >

નેત્રખીલ (trachoma)

નેત્રખીલ (trachoma) : આંખની ફાડની સપાટી બનાવતાં નેત્રકલા અને સ્વચ્છાનો લાંબા ગાળાનો ચેપ. બે પોપચાંની અંદરની દીવાલ પર તથા કીકી સિવાયના આંખના ગોળાની સફેદ સપાટી પર નેત્રકલા (conjuctiva) નામનું આવરણ આવેલું છે. આંખની કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ પ્રકારના વિષાણુ (virus) અને જીવાણુ(bacteria)ની વચ્ચેની કક્ષાના સૂક્ષ્મજીવોથી…

વધુ વાંચો >

નેત્રબિંબશોફ (papilloedema)

નેત્રબિંબશોફ (papilloedema) : આંખના દૃષ્ટિપટલમાં આવેલા નેત્રબિંબ કે દૃષ્ટિચકતી(optic disc)નો અશોથજન્ય (non-inflammatory) સોજો. જ્યારે ચેપ કે ઈજાને કારણે પેશીમાં લોહીનું પરિભ્રમણ વધતાં પીડાકારક સોજો આવે અને તેથી તે ભાગ લાલ થઈ જાય ત્યારે તે પ્રકારના વિકારને શોથ (inflammation) કહે છે. જ્યારે કોઈ જગ્યાએ ફક્ત પ્રવાહી ભરાવાથી સોજો આવે તો તેને…

વધુ વાંચો >

નેત્રવેલ (pterygium)

નેત્રવેલ (pterygium) : આંખની કીકીને ઢાંકતું નેત્રકલા(conjunctiva)નું ત્રિકોણાકાર પડ. આંખની કીકી પરનું પારદર્શક ઢાંકણ સ્વચ્છા (cornea) કહેવાય છે. જ્યારે આંખની ફાડના કીકી સિવાયના સફેદ ભાગ પરના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે. આંખના ગોળા પર નાકની બાજુથી કે કાન તરફથી નેત્રકલાનું જાડું માંસલ (fleshy) અને નસોવાળું ગડીરૂપ ત્રિકોણાકાર પેશીપડ સ્વચ્છા પર…

વધુ વાંચો >

નેત્રાર્બુદો (tumours of the eye)

નેત્રાર્બુદો (tumours of the eye) : આંખમાં કે તેની આસપાસ થતી ગાંઠો. આંખનાં પોપચાં, અશ્રુગ્રંથિ, દૃષ્ટિચેતા તથા આંખના ગોખલામાં થતી ગાંઠો ઉપરાંત આંખની અંદર પણ ક્યારેક ગાંઠો વિકસે છે, જેમાં દૃષ્ટિપટલ બીજકોષાર્બુદ (retinoblastoma), રુધિરવાહિનીઓવાળા મધ્યપટલનું કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) તથા પોપચાંને અસર કરતું તલકોષી કૅન્સર (basal cell carcinoma) મુખ્ય છે…

વધુ વાંચો >

નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy)

નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy) : આંખના ગોળાની અંદર કરવામાં આવતું અવલોકન–પરીક્ષણ. એ માટેના સાધનને નેત્રાંત:દર્શક (opthalmoscope) કહે છે, અને તે પ્રક્રિયાને નેત્રાંત:નિરીક્ષણ કે નેત્રાંત:નિરીક્ષા કહે છે. આંખના પોલાણના અંત:સ્તલ(fundus)ને જોવાની આ પ્રક્રિયા હોવાથી તેને અંતસ્તલ-નિરીક્ષણ (fundoscopy) પણ કહે છે. આંખના દૃષ્ટિપટલ (retina) પરથી પરાવર્તિત થતા પ્રતિબિંબના નિરીક્ષણને દૃષ્ટિપટલ–નિરીક્ષણ અથવા દૃષ્ટિપટલ–પ્રતિબિંબ–નિરીક્ષણ (retinoscopy) કહે…

વધુ વાંચો >

નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos)

નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos) : આંખનો ડોળો બહાર ઊપસી આવ્યો હોય તે. તે સીધેસીધો કે કોઈ એક બાજુ સહેજ ત્રાંસો પણ ઊપસી આવે છે. નેત્રીય બહિર્વર્તિતાને આંખનો પૂર્વપાત (proptosis) પણ કહે છે. જો આંખનો ડોળો વધુ પડતો મોટો હોય કે આંખનાં પોપચાં ઉપર નીચે કે એમ બંને તરફ ખેંચાયેલાં હોય અથવા…

વધુ વાંચો >

નેથન્સ, ડૅનિયલ

નેથન્સ, ડૅનિયલ (જ. 30 ઑક્ટોબર 1928, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ; અ. 16 નવેમ્બર 1999, બાલ્ટિમોર, મેરીલેન્ડ, યુ.એસ.) : 1978ના વેર્નર આર્બર (સ્વિસ) અને હૅમિલ્ટન ઑથેનેલ સ્મિથ (અમેરિકન) સાથે તબીબીવિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્ર(physiology)ના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમણે નિયંત્રક ઉત્સેચકો(restricting enzymes)ને ખોળી કાઢીને આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)ના પ્રશ્નોના ઉકેલમાં તેમનો ઉપયોગ દર્શાવ્યો હતો. નેથન્સ વૉશિંગ્ટનની…

વધુ વાંચો >

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ)

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગના યુફોરબિયેસી (એરંડાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Croton tiglium Linn. (સં. દ્રવન્તી, જયપાલ, દન્તિબીજ, બૃહદંતી, જેપાલ; હિં. જમાલગોટા; બં. જયપાલ; પં. જપોલોટા મ. જેપાળબીજ; ગુ. નેપાળો; તા. લાલ., નિર્વીલ; તે. નૈપાલવેમું; તુ. બ્યારીબિટ્ટુ; ફા. બેદઅંજીહખતાઈ, તુમ્ખેબંદે; અ. હબુસ્સલાતીન; અં. પર્જિંગ ક્રોટોન) છે.…

વધુ વાંચો >