Allopathy

અસ્થિઅર્બુદો

અસ્થિઅર્બુદો (bone tumours) : હાડકામાં થતી ગાંઠ (અર્બુદ). તે બે પ્રકારની હોય છે  સૌમ્ય (benign) અને દુર્દમ અથવા મારક (malignant) દુર્દમ અસ્થિ અર્બુદને કૅન્સર પણ કહે છે. કૅન્સર હાડકામાં તે જ સ્થળે ઉદભવ્યું હોય (પ્રથમાર્બુદ, primary) અથવા રોગસ્થાનાંતરતા(metastasis)ને કારણે અન્યત્ર ઉદભવીને હાડકામાં પ્રસર્યું પણ હોય (દ્વિરર્બુદ, secondary). (અસ્થિઅર્બુદોના પ્રકારો અને…

વધુ વાંચો >

અસ્થિઓ અને કંકાલતંત્ર

અસ્થિઓ અને કંકાલતંત્ર હાડકાં (અસ્થિઓ, bones), કાસ્થિ (cartilage) અને તેમના સાંધાઓ (અસ્થિસંધિ, joints) વડે બનેલા હાડપિંજર(skeleton)ના તંત્રને કંકાલતંત્ર કહે છે. હાડકાં શરીરને આકાર તથા આધાર આપે છે. હાડપિંજર હૃદય, મગજ અને અન્ય મૃદુ અવયવોને રક્ષણ આપે છે. હાડકાં સાંધાઓથી જોડાયેલાં હોય છે. તે ઉચ્ચાલનના દંડ તરીકે અને તેમના સાંધા આધારબિંદુ…

વધુ વાંચો >

અસ્થિછિદ્રલતા

અસ્થિછિદ્રલતા (osteoporosis) : હાડકાના દળ(mass)માં થતા ઘટાડાનો રોગ. ચયાપચયી (metabolic) વિકારોને કારણે આવી અસ્થિઅલ્પતા (osteopaenia) થાય છે. અસ્થિ ગળી ગયા પછી બાકી રહેલું હાડકાંનું દળ સામાન્ય બંધારણવાળું હોય છે, એટલે કે, તેના કૅલ્શિયમ અને અસ્થિદ્રવ્ય(osteoid)નું પ્રમાણ (ratio) સામાન્ય (normal) હોય છે. અસ્થિમૃદુતા (osteomalacia) અથવા સુકતાન (rickets) નામના એક અન્ય ચયાપચયી…

વધુ વાંચો >

અસ્થિજનન, અપૂર્ણ

અસ્થિજનન, અપૂર્ણ (osteogenesis imperfecta) : ખામી ભરેલા બંધારણવાળાં, વારંવાર તૂટતાં હાડકાંનો રોગ. તેનાં મુખ્ય ચિહ્નો  – પાતળી ચામડી, આંખના ડોળાનું આસમાની શ્વેતપટલ (sclera) અને નજીવી ઈજાથી વારંવાર ભાંગી જતાં બરડ અને બેડોળ હાડકાં છે. છેલ્લાં 2૦૦ વર્ષમાં આ વારસાગત રોગના ભોગ બનેલાં ઘણાં કુટુંબોની માહિતી ઉપલબ્ધ છે. ક્યારેક દર્દીના દાંત…

વધુ વાંચો >

અસ્થિનાશ, અવાહિક

અસ્થિનાશ, અવાહિક (avascular necrosis of bone) : લોહી ન મળવાથી હાડકાં કે તેના ભાગોનો નાશ થવો તે. તેને ચેપરહિત (aseptic) અસ્થિનાશ પણ કહે છે. તે બે પ્રકારના હોય છે : પ્રાથમિક (primary) અને આનુષંગિક (secondary). પ્રાથમિક અવાહિક અસ્થિનાશ અજ્ઞાતમૂલ (idiopathic) છે અને તેનું કારણ જાણી શકાતું નથી. આનુષંગિક પ્રકારના અસ્થિનાશનાં…

વધુ વાંચો >

અસ્થિનિરોપ

અસ્થિનિરોપ (bone-graft) : હાડકાંનું રોપણ કરવું તે. સામાન્ય રીતે ભાંગેલું હાડકું આપોઆપ સંધાય છે. પરંતુ તૂટેલા બે છેડાઓ વચ્ચે અંતર વધુ હોય તો તે બંનેને જોડાતાં વાર લાગે છે (વિલંબિત યુગ્મન, delayed union); અથવા તે ન પણ જોડાય (નિષ્યુગ્મન, non-union). આવા સમયે વચલી જગ્યા પૂરવા, હાડકાનું નિરોપણ જરૂરી બને છે.…

વધુ વાંચો >

અસ્થિભંગ

અસ્થિભંગ (fracture of a bone) : હાડકાનું ભાંગવું તે. અસ્થિભંગના કેટલાક પ્રકારો છે; દા.ત., ઉપરની ચામડી જો અકબંધ રહી હોય તો તેને સાદો (simple) અસ્થિભંગ કહે છે. આસપાસની પેશી તથા ચામડીમાં ઘા પડ્યો હોય અને તેથી અસ્થિભંગનું સ્થાન બહારના વાતાવરણ સાથે સીધા સંપર્કમાં આવે તો તેને ખુલ્લો (open) અસ્થિભંગ કહે…

વધુ વાંચો >

અસ્થિભંગ, કોલિ(Colie)નો

અસ્થિભંગ, કોલિ(Colie)નો : કાંડા નજીકના અગ્રભુજા-(forearm)ના હાડકાનું ભાંગવું અને ખસી જવું તે. તેને પોટોનો (Pouteau’s) અસ્થિભંગ પણ કહે છે. સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. રૉયલ કૉલેજ ઑવ્ સર્જન(ડબ્લિન, આયર્લૅન્ડ)ના શરીર-રચનાશાસ્ત્ર (anatomy) અને શસ્ત્રક્રિયાવિદ્યાના પ્રાધ્યાપક અબ્રાહમ કોલિએ આ અસ્થિભંગને ‘ધી એડિનબરો મેડિકલ ઍન્ડ સર્જિકલ જર્નલ(એપ્રિલ, 1814)’માં વર્ણવ્યો હતો. પહોળા…

વધુ વાંચો >

અસ્થિભંગ, જંઘાસ્થિગ્રીવા

અસ્થિભંગ, જંઘાસ્થિગ્રીવા (neck of femur) : નિતંબના સાંધા પાસેથી પગના (જાંઘના) હાડકાનું તૂટવું તે. વૃદ્ધાવસ્થા, ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) કે ફેલાયેલા કૅન્સરની ગાંઠ જંઘાસ્થિની ડોક(ગ્રીવા)ને નબળી પાડે છે, તેથી તે સામાન્ય ઈજામાં પણ તૂટી જાય છે. સાંધાની અંદર થયેલો અસ્થિભંગ સંધિતરલ (synovial fluid) અને લોહીની ઓછી નસોને કારણે જલદી રુઝાતો નથી. જંઘાસ્થિના…

વધુ વાંચો >

અસ્થિભંગ, નૌકાભ(scaphoid)અસ્થિનો

અસ્થિભંગ, નૌકાભ(scaphoid)અસ્થિનો : કાંડાના હોડી આકારના નાના હાડકાનું ભાંગવું તે. કાંડાનાં હાડકાં બે હરોળમાં ગોઠવાયેલાં હોય છે. ત્રણ જુદી દિશામાંથી લોહી મેળવતા નૌકાભનું તૂટવું ઘણું મહત્વનું છે. ક્યારેક તેનું નિદાન ખ્યાલમાં આવતું પણ નથી. શરૂઆતનાં બેત્રણ અઠવાડિયાં એક્સ-રે ચિત્રણમાં અસ્થિભંગ દેખાતો નથી. યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો ઘણી…

વધુ વાંચો >