Allopathy

અલ્ટ્રાસોનોગ્રાફી

અલ્ટ્રાસોનોગ્રાફી (પારધ્વનિચિત્રણ; અશ્રાવ્યધ્વનિચિત્રણ) : 30,000 હટર્ઝ (Hz) કરતાં વધુ આવૃત્તિવાળા પારધ્વનિ-તરંગોનો ઉપયોગ કરી શરીરમાંનાં અંગોનાં ચિત્રો પ્રાપ્ત કરવાની પદ્ધતિ. શરીરમાં બહારથી મોકલાયેલા, સાંભળી ન શકાય (પાર) એવા અવાજ(ધ્વનિ)ના તરંગોનું, વિવિધ પેશીઓ જુદા જુદા પ્રમાણમાં પડઘા રૂપે પરાવર્તન કરે છે. આ પરાવર્તિત ધ્વનિતરંગોને આધુનિક ટૅકનિકથી ચિત્રમાં ફેરવી શકાય છે. નિદાન માટે…

વધુ વાંચો >

અલ્ટ્રાસોનોગ્રાફી સગર્ભાવસ્થામાં

અલ્ટ્રાસોનોગ્રાફી, સગર્ભાવસ્થામાં : ગર્ભને લગતી વિગતવાર માહિતી આપતી પારધ્વનિચિત્રણ-પદ્ધતિ. તે એંસીના દાયકાથી ઉપયોગી નીવડી છે. ઘણે સ્થળે ઉપલબ્ધ આ પદ્ધતિમાં ઍક્સ-રે જેવાં આયનકારી (ionising) વિકિરણ વપરાતાં ન હોવાથી માતા અને ગર્ભની સુરક્ષા વધી છે. અન્યથા ન મળી શકે તેવી માહિતી હવેથી આ સાદી, સલામત, ચોક્કસ અને પીડા વગરની પદ્ધતિ દ્વારા…

વધુ વાંચો >

અલ્પપ્રતિગ્રાહીકરણ

અલ્પપ્રતિગ્રાહીકરણ (hyposensitization) : ઍલર્જી ઘટાડવાની પ્રક્રિયા. રોગ સામે રક્ષણ માટે શરીરમાં પ્રતિરક્ષાક્ષમતા (immunity) રહેલી છે. તે બહારના પદાર્થોમાં રહેલા પ્રોટીનના બનેલા પ્રતિજન(antigen)ને ઓળખીને તેની સામે વિશિષ્ટ પ્રતિદ્રવ્ય (antibody) બનાવે છે. આ પ્રતિદ્રવ્ય જ્યારે તેના સંબંધિત પ્રતિજનના સંપર્કમાં આવે ત્યારે તેને ગ્રહી લે છે અને તેની અસરને નાબૂદ કરે છે. આ…

વધુ વાંચો >

અલ્પમૂત્રક અંત:સ્રાવ

અલ્પમૂત્રક અંત:સ્રાવ (ADH) : પીયૂષિકા (pituitary) ગ્રંથિના પાછળના ભાગમાં ઉત્પન્ન થતો અંત:સ્રાવ. આ અંત:સ્રાવ મૂત્રકનલિકાઓ(renal tubules)માંથી પાણીનું પુન:શોષણ કરાવે છે. તેનો સ્રાવ સાવ બંધ થાય તો પાણીનું પુન:શોષણ થતું અટકે છે. પાણીનો જે જથ્થો મૂત્રક(nephron)માં ગળાય, તે બધો જ મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આને અતિજલમેહ (diabetes insipidus) કહે છે.…

વધુ વાંચો >

અવર્ણકતા ત્વકીય

અવર્ણકતા, ત્વકીય (albinism) : ચામડીમાં શ્યામ કણોની ઊણપ. ચામડી, વાળ તથા આંખના નેત્રપટલ(iris)ના કૃષ્ણ કોષો(melanocytes)માં રહેલા કૃષ્ણવર્ણક(melanin pigment)ના કણો તેમને કાળાશ આપે છે. કૃષ્ણવર્ણકની ઊણપ આખા શરીરમાં અથવા કોઈ એક ભાગમાં હોય ત્યારે ત્વકીય અવર્ણકતા થાય છે. તેથી તે વ્યક્તિ ભૂરિયો લાગે છે. આ એક વારસાગત રોગ છે. આખું ને…

વધુ વાંચો >

અવાળુ

અવાળુ : જડબાના જે ભાગમાં દાંત ગોઠવાયા હોય તેને ઢાંકતી પેશી. તેને પેઢું પણ કહે છે. તે ભૂખરા ગુલાબી કે ગુલાબી રંગનું હોય છે. તે ચાવતી વખતે થતા ઘર્ષણ અને દબાણનું વહન કરે છે. તે જડબાના હાડકાનાં બહારનાં આવરણ, જેને પરિઅસ્થિ (periosteum) કહે છે તેની સાથે તથા દાંતના સિમેન્ટ સાથે…

વધુ વાંચો >

અવાળુ-અર્બુદ

અવાળુ-અર્બુદ (epulis) : દાંતના પેઢાની ગાંઠ. તેમાં અવાળુની વૃદ્ધિ થાય છે. ગેલને (Galen) સૌપ્રથમ આ બીમારી માટે ગ્રીક શબ્દ epulisનો ઉપયોગ કર્યો હતો. મોટાભાગનાં અવાળુ-અર્બુદ, દાંતની છારી કે અવાળુ-ગર્તમાં થતી પથરી, બંધ ના બેસતાં હોય તેવાં દંતચોકઠાં (dentures), અવાળુનો ચેપ, તૂટેલા દાંતની તીક્ષ્ણ ધારને કારણે થતી સતત ઈજા અથવા ચચરાટને…

વધુ વાંચો >

અવાળુ-મુખશોથ ઉગ્ર

અવાળુ-મુખશોથ, ઉગ્ર (acute necrotising ulcerative gingivitis) : મોં અને અવાળુ પર વારંવાર થતો પીડાકારક ચાંદાનો રોગ. ઝેનોફોને ઈ. પૂ. ચોથી સદીમાં, ગ્રીક સૈનિકોને આ રોગ થયેલો વર્ણવ્યો છે. ફરીથી તે ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ સૈનિકોમાં પણ નોંધાયો છે. 1778માં જૉન હન્ટરે તેનું વિશદ વર્ણન કર્યું. 1890માં પ્લાઉટ અને વિન્સન્ટે તેના ફ્યુઝીફૉર્મ…

વધુ વાંચો >

અવાળુવર્ધન

અવાળુવર્ધન (gum hypertrophy) : મોઢામાં થતી પેઢાંની વૃદ્ધિ. એક કે વધુ અથવા બધા જ દાંતની આજુબાજુ અવાળુનો સોજો આવે ત્યારે તેને અવાળુવર્ધન કહે છે. આંતરદંતીય કલિકાઓ (papillae), સીમાવર્તી (marginal) અવાળુ કે સમગ્ર અવાળુનું વર્ધન થાય છે. ક્યારેક અલગ પડેલું ગાંઠ જેવું ચોંટેલું કે લટકતું વર્ધન પણ જોવા મળે છે. મૂળ…

વધુ વાંચો >

અવાળુ-શોથ

અવાળુ-શોથ (gingivitis) : ચેપને કારણે આવતો પેઢાંનો સોજો. ભારતમાં 80% લોકોમાં આ રોગ જણાય છે. શરૂઆતમાં પીડાકારક ન હોવાને કારણે તેનું નિદાન મોડું થાય છે. સમય જતાં તેમાંથી પાયોરિયા (પરિદંતશોફ, periodontosis) થાય છે. પરુવાળાં પ્રવાહી જ્યારે અવાળુની આસપાસ જોવામાં આવે ત્યારે  તેને સપૂયસ્રાવ (pyorrhoea) કહે છે. દાંત અને મોઢાની અપૂરતી…

વધુ વાંચો >